ગુજરાતની આ કંપનીને મળ્યો સૌથી મોટો વિંડ એનર્જી ઓર્ડર, શેરમાં આવી જોરદાર તેજી

સુઝલોન એનર્જીને NTPC ગ્રીન એનર્જી લિમિટેડ પાસેથી 1166 મેગાવોટનો ઓર્ડર મળ્યો છે. કંપનીએ જણાવ્યું કે આ દેશમાં સૌથી મોટો વિંડ એનર્જી ઓર્ડર છે. સુઝલોન એનર્જીના શેરમાં 4 વર્ષમાં 2400 ટકાથી વધુ વધારો થયો છે.

ગુજરાતની આ કંપનીને મળ્યો સૌથી મોટો વિંડ એનર્જી ઓર્ડર, શેરમાં આવી જોરદાર તેજી

નવી દિલ્હીઃ સુઝલોન એનર્જીના શેરમાં જોરદાર તેજી આવી છે. સુઝલોન એનર્જીનો શેર સોમવારે 74.37 રૂપિયા પર બંધ થયો છે. કંપનીએ જણાવ્યું કે તેને NTPC ગ્રીન એનર્જી લિમિટેડ પાસેથી 1166 મેગાવોટનો ઓર્ડર મળ્યો છે. NTPC ગ્રીન એનર્જી લિમિટેડ, સરકારી કંપની NTPC નું રિન્યુએબલ એકમ છે. સુઝલોન એનર્જીના શેરમાં 4 વર્ષમાં 2400 ટકાથી વધુની તેજી આવી છે. કંપનીના શેર આ સમયગાળામાં 3 રૂપિયાથી વધી 74 રૂપિયાને પાર પહોંચી ગયા છે.

કંપનીને મળ્યો સૌથી મોટો વિંડ એનર્જી ઓર્ડર
સુઝલોન એનર્જી (Suzlon Energy)એ એક્સચેન્જ ફાઇલિંગમાં જણાવ્યું કે આ દેશમાં સૌથી મોટો વિંડ એનર્જી ઓર્ડર છે. આ ઓર્ડરમાં સુઝલોન એનર્જીને 370 S144 વિંડ ટર્બાઇન જનરેટર્સ  (WTG)ઈન્સ્ટોલ કરવા પડશે. દરેક વિંડ ટર્બાઇન જનરેટર્સ  (WTG)ની રેટેડ કેપિસિટી 3.15 મેગાવોટ છે. તે 30 લાખ ઘરોને પાવર આપવા માટે ઈલેક્ટ્રિસિટી જનરેટ કરશે. કંપનીએ એક્સચેન્જ ફાઇલિંગમાં જણાવ્યું કે પ્રોજેક્ટને ગુજરાતમાં 3 સાઇટ્સ પર કરવાનો છે. નવા ઓર્ડર બાદ સુઝલોન એનર્જીની ટોટપ ઓર્ડર બુક 5 GW ની નજીક પહોંચી ગઈ છે.

4 વર્ષમાં કંપનીના શેરમાં  2400% થી વધુની તેજી
સુઝલોન એનર્જીના શેરમાં છેલ્લા 4 વર્ષમાં 2400 ટકાથી વધુની તેજી આવી છે. વિંડ એનર્જી કંપનીના શેર 11 સપ્ટેમ્બર 2020ના 3.03 રૂપિયા પર હતા. સુઝલોન એનર્જીનો શેર 9 સપ્ટેમ્બર 2024ના 74.37 રૂપિયા પર બંધ થયો છે. છેલ્લા બે વર્ષમાં આ એનર્જી કંપનીના શેરમાં 750 ટકાની તેજી જોવા મળી છે. કંપનીના શેરમાં છેલ્લા એક વર્ષમાં 220 ટકા જેટલો વધારો થયો છે. સુઝલોન એનર્જીના શેરનું 52 સપ્તાહનું હાઈ લેવલ 84.40 રૂપિયા છે. તો કંપનીના શેરનું 52 સપ્તાહનું લો લેવલ 21.71 રૂપિયા છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news