2 દિવસમાં 2 ખુશખબરી! 'ઝૂકેગા નહીં સાલા', અદાણીએ સાબિત કરી દીધું કે તેઓ છે માર્કેટના બાદશાહ
Supreme court adani :અદાણીએ સાબિત કરી દીધું છે કે તે ક્યારેય ઝૂકશે નહીં, ભારત અને એશિયાના બીજા સૌથી ધનિક વ્યક્તિ ગૌતમ અદાણી માટે નવું વર્ષ ખુશીઓ લઈને આવ્યું છે. હિંડનબર્ગ રિસર્ચ કેસમાં સુપ્રીમ કોર્ટે રાહત આપતાંની સાથે જ ગ્રુપના શેરમાં નોંધપાત્ર વધારો થયો છે. આ સાથે અદાણી ગ્રુપનું માર્કેટ કેપ 15 લાખ કરોડ રૂપિયાને વટાવી ગયું છે.
Trending Photos
દેશના બીજા સૌથી ધનિક વ્યક્તિ ગૌતમ અદાણી માટે ગત વર્ષ દુઃસ્વપ્નથી ઓછું ન હતું. 24 જાન્યુઆરીએ આવેલા એક રિપોર્ટે તેમની દુનિયાને હચમચાવી દીધી હતી. જેમના માર્કેટ કેપમાં જબરદસ્ત ધોવાણ થયું હતું. અમેરિકન શોર્ટ સેલિંગ કંપની હિંડનબર્ગ રિસર્ચનો રિપોર્ટ બહાર આવે તે પહેલાં ગ્રુપના શેર રોકેટની ઝડપે વધી રહ્યા હતા. અદાણી પણ અમીરોની યાદીમાં બીજા સ્થાને પહોંચી ગયું હતું. પરંતુ હિંડનબર્ગ રિસર્ચના અહેવાલે બધું બદલી નાખ્યું. ગ્રુપનું માર્કેટ કેપ અડધું થઈ ગયું અને અદાણી અમીરોની યાદીમાં ટોપ 20માંથી બહાર થઈ ગયા હતા. પરંતુ નવું વર્ષ અદાણી માટે ખુશીઓ લઈને આવ્યું છે. ગ્રૂપનું માર્કેટ કેપ રૂ. 15 લાખ કરોડને વટાવી ગયું છે અને અદાણી ફરીથી રેકોર્ડબ્રેક કમાણી કરી રહી છે.
ગૌતમ અદાણીએ એક પોસ્ટમાં લખ્યું છે કે , “માનનીય સર્વોચ્ચ અદાલતના ચુકાદાથી ખબર પડે છે કે સત્યની જીત થઇ છે, સત્યમેવ જયતે…હું તે લોકોનો આભારી છું જે અમારી સાથે ઉભા રહ્યાં. ભારતની વિકાસગાથામાં અમારૂ વિનમ્ર યોગદાન ચાલુ રહેશે. જય હિન્દ…” હિંડનબર્ગ રિપોર્ટમાં એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે ગૌતમ અદાણીના ભાઈ વિનોદ અદાણી વિદેશમાં શેલ કંપનીઓનું સંચાલન કરે છે. આના દ્વારા ભારતમાં અદાણી ગ્રૂપની લિસ્ટેડ અને ખાનગી કંપનીઓને અબજો ડોલર ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. આનાથી અદાણી ગ્રૂપને કાયદાથી બચવામાં મદદ મળી. 24 જાન્યુઆરી, 2023ના રોજ હિંડનબર્ગ રિસર્ચએ અદાણી ગ્રૂપ સામે મની લોન્ડરિંગથી લઈને શેરની હેરાફેરી સુધીના આરોપો મૂક્યા હતા.
એસઆઈટીને કેસ સોંપવાનો કોઈ આધાર નથી
અદાણી-હિંડનબર્ગ રિસર્ચ કેસમાં સુપ્રીમ કોર્ટે આજે પોતાનો ચુકાદો આપ્યો છે. સેબીની તપાસમાં હસ્તક્ષેપ કરવાનો ઈન્કાર કરીને કોર્ટે અદાણી ગ્રુપને રાહત આપી છે. કોર્ટે એમ પણ કહ્યું કે એસઆઈટીને કેસ સોંપવાનો કોઈ આધાર નથી કારણ કે સેબી પોતાની રીતે એક સક્ષમ એજન્સી છે. સેબીએ 22માંથી 20 કેસમાં તપાસ પૂર્ણ કરી છે. કોર્ટે સેબીને ત્રણ મહિનામાં તપાસ પૂર્ણ કરવા જણાવ્યું છે.
શેરના ભાવમાં જબરદસ્ત વધારો
અદાણી-હિંડનબર્ગ રિસર્ચ કેસમાં સુપ્રીમ કોર્ટનો નિર્ણય આવતાંની સાથે જ અદાણી ગ્રુપના શેરમાં જોરદાર ઉછાળો જોવા મળી રહ્યો છે. ગ્રૂપની તમામ 10 લિસ્ટેડ કંપનીઓના શેરમાં વધારો થયો છે. અદાણી એનર્જી સોલ્યુશન્સનો શેર સૌથી વધુ 10% વધ્યો છે જ્યારે અદાણી ટોટલ ગેસ 8% અને NDTV 7% વધ્યો છે. અદાણી ગ્રીન એનર્જી, અદાણી વિલ્મર, અદાણી એન્ટરપ્રાઇઝ અને અદાણી પાવરના શેરમાં 5-6%નો વધારો થયો છે.
માર્કેટ કેપ 15 લાખ કરોડને પાર
શેરમાં વધારા સાથે અદાણી ગ્રુપનું માર્કેટ કેપ રૂ. 15 લાખ કરોડને પાર કરી ગયું છે. હિંડનબર્ગ રિસર્ચના અહેવાલ પછી એક સમયે જૂથનું માર્કેટ કેપ અડધાથી પણ ઓછું થઈ ગયું હતું. પરંતુ તાજેતરના સમયમાં તેમાં નોંધપાત્ર વધારો થયો છે. મંગળવારે શેરબજારમાં ઘટાડા છતાં અદાણી ગ્રુપના શેરમાં વધારો થયો હતો.
રેકોર્ડ કમાણી
બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ અનુસાર, મંગળવારે અદાણીની નેટવર્થ $1.63 બિલિયન વધીને $85.9 બિલિયન પર પહોંચી ગઈ છે. તેઓ વિશ્વના સૌથી અમીર લોકોની યાદીમાં 15મા સ્થાને ફરી પાછા આવી છે. ગયા વર્ષે, તેની નેટવર્થમાં સૌથી વધુ ઘટાડો થયો હતો અને તે ટોપ 20માં એકમાત્ર અમીર વ્યક્તિ હતા જેમણે તેમની નેટવર્થ ગુમાવી હતી. તેમની નેટવર્થમાં $36.2 બિલિયનનો ઘટાડો થયો હતો. પરંતુ નવું વર્ષ તેમના માટે ખુશીઓ લઈને આવ્યું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે