ખૂલતાં જ ક્રેશ થયું શેર બજારનું 'જહાજ', 15 મિનિટમાં રોકાણકારોના ધોવાયા ₹2 લાખ કરોડ

Share Market Biggest Down: 17 જાન્યુઆરીએ શેરબજારમાં ભૂકંપ આવ્યો હતો. સેન્સેક્સ ખુલતાની સાથે જ કડાકો જોવા મળ્યો હતો. સેન્સેક્સ ખુલતાની સાથે જ 1129 પોઈન્ટનો જોરદાર ઘટાડો જોવા મળ્યો હતો. આ સમાચાર લખાય છે ત્યાં સુધીમાં સેન્સેક્સ 800 પોઈન્ટ્સ તૂટ્યો હતો. બજાર ખુલતાની સાથે જ સેન્સેક્સ 72000 ની નીચે આવી ગયો હતો.
 

ખૂલતાં જ ક્રેશ થયું શેર બજારનું 'જહાજ', 15 મિનિટમાં રોકાણકારોના ધોવાયા ₹2 લાખ કરોડ

Bloodbath in Indian Stock Market: 17 જાન્યુઆરીએ શેરબજારમાં ભૂકંપ આવ્યો હતો. સેન્સેક્સ ખુલતાની સાથે જ કડાકો જોવા મળ્યો હતો. સેન્સેક્સ ખુલતાની સાથે જ 1129 પોઈન્ટનો જોરદાર ઘટાડો જોવા મળ્યો હતો. આ સમાચાર લખાય છે ત્યાં સુધીમાં સેન્સેક્સ 800 પોઈન્ટ્સ તૂટ્યો હતો. બજાર ખુલતાની સાથે જ સેન્સેક્સ 72000 ની નીચે આવી ગયો. શેરબજારમાં મચેલા આ કત્લેઆમથી રોકાણકારોને મોટો આંચકો લાગ્યો છે. 

પ્રથમ 15 મિનિટમાં જ રોકાણકારોના 2 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું. બુધવારે શરૂઆતના વેપારમાં સેન્સેક્સ 1,371.23 પોઈન્ટના ઘટાડા સાથે 71,757.54 પોઈન્ટ પર અને નિફ્ટી 395.35 પોઈન્ટના ઘટાડા સાથે 21,636.95 પોઈન્ટ પર ખુલ્યો હતો. વૈશ્વિક શેરબજારના નકારાત્મક સમાચારોની અસર ભારતીય શેરબજાર પર જોવા મળી હતી. નિફ્ટી ઇન્ડેક્સ હેવીવેઇટ એચડીએફસી બેન્કના નબળા પરિણામોએ પણ શેરબજારને નિરાશ કર્યા હતા.

બેન્કિંગ શેરોમાં જોવા મળી તેજી 
શેરબજારમાં ઘટાડા વચ્ચે આઇટી શેરોમાં તેજ જોવા મળી રહ્યો છે, જ્યારે બેન્કિંગ અને ફાઇનાન્શિયલ સર્વિસના શેરોમાં તેજી જોવા મળી રહી છે. ટીસીએસ, એચસીએલ ટેક મહિન્દ્રા, ઈન્ફોસીસના શેરમાં વધારો થઈ રહ્યો છે, ત્યારે એચડીએફસી સૌથી વધુ ઘટતો શેર બન્યો છે. HDFCનો શેર 5.47 ટકા ઘટીને રૂ. 1587.15 પર પહોંચ્યો હતો. જ્યારે એક્સિસ બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, સ્ટેટ બેંક અને બજાજ ફાઈનાન્સના શેર લાલ નિશાન સાથે ટ્રેડ થઈ રહ્યા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news