Stock Market Opening: શેરબજારમાં ઉથલપાથલનો માહોલ, તેજી સાથે ખુલ્યા બાદ સેન્સેક્સ-નિફ્ટી ગગડ્યા

Stock Market Opening: વૈશ્વિક બજારમાંથી મળેલા સારા સંકેતોના પગલે આજે ભારતીય શેરબજારોમાં શરૂઆતમાં સારી રિકવરી જોવા મળી પણ પછી તરત સેન્સેક્સ અને નિફ્ટી ગગડવા લાગ્યા. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સૂચકઆંક સેન્સેક્સ 260.36 પોઈન્ટના વધારા સાથે 59026.95 ના સ્તરે ખુલ્યો જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો સૂચકઆંક નિફ્ટી 78.50 ના વધારા સાથે 17621.30 ના સ્તરે ખુલ્યો. 

હાલ સ્થિતિ
જો કે હાલ માર્કેટમાં સ્થિતિ પાછી ગગડી રહી છે. સેન્સેક્સ 10.04 વાગે 118.93 પોઈન્ટ ગગડી ગયો અને 58647.66 ના સ્તરે જોવા મળી રહ્યો છે. જ્યારે નિફ્ટી 38.80 પોઈન્ટ ગગડીને 17504.00 ના સ્તરે જોવા મળી રહ્યો છે. 

ટોપ ગેઈનર્સ
નિફ્ટીમાં ટોપ ગેઈનર્સમાં એનટીપીસી, એપોલો હોસ્પિટલ, આઈશર મોટર્સ, બ્રિટાનિયા, એસબીઆઈ લાઈફ ઈન્શ્યુરન્સના શેર જોવા મળી રહ્યા છે. જ્યારે સેન્સેક્સ ટોપ ગેઈનર્સમાં એનટીપીસી, આઈટીસી, ટાઈટન કંપની, બજાજ ફાઈનાન્સ, એશિયન પેઈન્ટ્સના શેર હાલ જોવા મળી રહ્યા છે. 

ટોપ લૂઝર્સ
નિફ્ટીમાં ટોપ લૂઝર્સમાં શ્રી સિમેન્ટ, ઈન્ડસઈન્ડ બેંક, બીપીસીએલ, હીરો મોટરકોર્પ, હિન્દાલ્કોના શેર જોવા મળ્યા છે. જ્યારે સેન્સેક્સમાં ટોપ લૂઝર્સમાં ઈન્ડસઈન્ડ બેંક, એચડીએફસી, બજાજ ફિનસર્વ, ટાટા સ્ટીલ, મારુતિ સુઝૂકીના શેર હાલ જોવા મળી રહ્યા છે. 

ગઈ કાલના માર્કેટના હાલ
ગણેશ ચતુર્થી પહેલા માર્કેટ તેજી સાથે બંધ થયું હતું પરંતુ રજા બાદ આજે સવારે માર્કેટ કડાકા સાથે ખુલ્યું અને આખો દિવસ હાહાકારની સ્થિતિ જોવા મળી. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સૂચકઆંક સેન્સેક્સ આજે 770.48 પોઈન્ટના ઘટાડા સાથે 58,766.59 અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો સૂચકઆંક નિફ્ટી 216.50 પોઈન્ટ ઘટીને 17542.80 ના સ્તરે બંધ થયો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news