Stock Market News: 28 પૈસાનો શેર ક્યાંનો ક્યાં પહોંચી ગયો, રોકાણકારોને તો બસ 'ચાંદી જ ચાંદી'!

શેર બજારમાં એવા ઘણા દમદાર સ્ટોક છે જેમાં પૈસા લગાવીને રોકાણકારોને ફાયદો થઈ રહ્યો છે.  આ સ્ટોકે છેલ્લા કેટલાક વર્ષોમાં રોકાણકારોને બંપર ફાયદો કરાવી આપ્યો છે.

Stock Market News: 28 પૈસાનો શેર ક્યાંનો ક્યાં પહોંચી ગયો, રોકાણકારોને તો બસ 'ચાંદી જ ચાંદી'!

શેર બજારમાં એવા ઘણા દમદાર સ્ટોક છે જેમાં પૈસા લગાવીને રોકાણકારોને ફાયદો થઈ રહ્યો છે. આવો જ સ્ટોક છે Sarveshwar Foods નો. આ સ્ટોકે છેલ્લા કેટલાક વર્ષોમાં રોકાણકારોને બંપર ફાયદો કરાવી આપ્યો છે. સર્વેશ્વર ફૂડ્સના શેરે આ દરમિયાન રોકાણકારોની રકમ 35 ગણી વધારી દીધી છે. 

28 પૈસાનો શેર હવે 10 રૂપિયા પર 
સર્વેશ્વર ફૂડ્સના શેરના ઓલટાઈમ લેવલની વાત કરીએ તો આ માત્ર 28 પૈસાનો છે. એટલે કે આ લેવલ પર જો કોઈ વ્યક્તિએ આ શેરમાં એક લાખ રૂપિયાનું તે વખતે રોકાણ કર્યું હશે અને હોલ્ડ કરી રાખ્યા હશે તો આજની તારીખમાં આ રકમ વધીને 35 લાખ રૂપિયાથી પણ વધુ થઈ ગઈ હોય. 

15 રૂપિયાનું લેવલ પણ વટાવી ચૂક્યો છે
સર્વેશ્વર ફૂડ્સના શેર ગત શુક્રવારે 2.41% ની તેજી સાથે હાલ 9.78 રૂપિયા પર છે. ઈન્ટ્રા ડે દરમિયાન એક સમયે સ્ટોક 9.92 રૂપિયાના લેવલ પર પહોંચી ગયો હતો. જો કે બાદમાં હળવી વેચાવલી જોવા મળી હતી. આમ તો આ શેરનું 52 અઠવાડિયાનું હાઈ લેવલ 15.55 રૂપિયા છે. જ્યારે 52 અઠવાડિયાનું લોએસ્ટ લેવલ 4.50 રૂપિયા છે. 

એક વર્ષમાં  108%થી વધુનું રિટર્ન
સર્વેશ્વર ફૂડ્સના સ્ટોકે ગત એક વર્ષ દરમિયાન રોકાણકારોને 108%થી પણ વધુનું રિટર્ન આપ્યું છે. સપ્ટેમ્બર 2023માં કંપનીએ ઈક્વિટી શેરોને 10:1 (એકના બદલે 10 શેર) ના રેશિયોમાં સ્પ્લિટ કર્યા હતા. ત્યારબાદ 2:1 (એકના બદલે 2 શેર)ના રેશિયોમાં બોનસ શેર બહાર પાડ્યા હતા. 

કેમ આવી તેજી
સર્વેશ્વર ફૂડ્સે પોતાના એક ફાઈલિંગમાં જણાવ્યું છે કે તેઓ 2024 પૂરુ થતા પહેલા દુબઈ સ્થિત નેચરલ ગ્લોબલ ફૂડ્સ ડીએમસીસીના પૂર્ણ અધિગ્રહણ કરવાની તૈયારી કરી ચૂકી છે. તેનાથી મીડલ ઈસ્ટ માર્કેટમાં કંપનીનું ઓપરેશન વધુ મજબૂત થશે. 

 (Disclaimer: અહીં ફક્ત શેરના પરફોર્મન્સની જાણકારી આપવામાં આવી છે. આ રોકાણની સલાહ નથી. શેર બજારમાં રોકાણ જોખમને આધીન છે અને રોકાણ પહેલા તમારા એડવાઈઝરની સલાહ ચોક્કસપણે લેવી)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news