Stock Market કિંગ રાકેશ ઝુનઝુનવાલાના ફેવરિટ સ્ટોકથી ધન વર્ષા! રોકાણકારોની દિવાળી!
Trending Photos
નવી દિલ્હીઃ શેર માર્કેટ કિંગ રાકેશ ઝુનઝુનવાલાએ એપ્રિલથી જૂન 2021 ક્વાર્ટરમાં ફેડરલ બેંકમાં તેમનો હિસ્સો લગભગ 0.40 ટકા વધાર્યો છે. આ સાથે હવે ફેડરલ બેંકના 75 લાખ શેર તેના પોર્ટફોલિયોમાં જોડાઈ ગયા છે. એટલે કે બિગ બુલને આ સ્ટૉકમાં વિશ્વાસ છે. અને આ સાથે સ્ટોક તેના વર્ષના સર્વોચ્ચ સ્તરે છે.
52 અઠવાડિયાનો રેકોર્ડ ઉંચો!
ખાનગી ક્ષેત્રની ફેડરલ બેન્કનો શેર શુક્રવારે 52 સપ્તાહની વિક્રમી ઉંચી સપાટીએ પહોંચ્યો હતો. તેનો શેર BSE પર રૂ. 105.6 પર પહોંચ્યો હતો અને ગુરુવારે સાંજે રૂ. 96.55ના બંધ સ્તરથી 7.77% વધીને રૂ. 104 પર બંધ થયો હતો. જો છેલ્લા એક મહિનામાં આ સ્ટૉકની મૂવમેન્ટ જોવામાં આવે તો તેની કિંમત 28.3% વધી છે. ગયા વર્ષે 30 ઓક્ટોબરે બેંકનો શેર તેના સૌથી નીચા સ્તરે 49.80 રૂપિયા હતો.
રાકેશ ઝુનઝુનવાલાની પત્ની પણ ભાગીદાર છે:
ફેડરલ બેંકના જુલાઇ 2021ના શેરહોલ્ડિંગ અનુસાર, બિગ બુલે આ સ્ટોકમાં તેનો વિશ્વાસ જાળવી રાખ્યો છે અને ફેડરલ બેંકમાં તેનો હિસ્સો જાળવી રાખ્યો છે. બિગ બુલ રાકેશ ઝુનઝુનવાલાએ સપ્ટેમ્બરના અંત સુધીમાં ફેડરલ બેંકમાં 5.47 કરોડ શેર અથવા 2.64% હિસ્સો ધરાવે છે. તેણે તેની પત્ની રેખા ઝુનઝુનવાલાની સાથે મળીને બેંકના 2.10 કરોડ શેર એટલે કે 1.01% વધારાનો હિસ્સો ખરીદ્યો છે.
રાકેશ ઝુનઝુનવાલાના શેર:
તમને જણાવી દઈએ કે રાકેશ ઝુનઝુનવાલાએ રાખેલ આ સ્ટોક Q2FY22 ના મજબૂત આંકડાઓ પછી ઉપરની ચાલ સૂચવે છે. શેરબજારના નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, ફેડરલ બેંકે મજબૂત બિઝનેસ વેગ દર્શાવ્યો છે અને તેના શેર આગામી સમયમાં વધુ મોટો ઉછાળો આપી શકે છે.
જાણો શું કહે છે રિપોર્ટ?
રિપોર્ટ અનુસાર, ત્રિમાસિક ધોરણે થાપણો 2.5 ટકા વધીને 1,68,743 કરોડ રૂપિયા થઈ ગઈ છે, જ્યારે CASA રેશિયો ત્રિમાસિક ધોરણે 135 bps વધીને 36.16 ટકા થયો છે. બિઝનેસ વેગમાં સુધારો કરવા સાથે, અમે એસેટ ક્વોલિટી અને ફેડરલ બેન્ક માટે ક્રેડિટ કોસ્ટમાં ઘટાડાની પણ અપેક્ષા રાખીએ છીએ.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે