SBI ધમાકેદાર ઓફર, કાર ખરીદવા પર મળશે 5 લાખ સુધીનું Cashback

દિવાળી ફેસ્ટિવલ સીઝનમાં (diwali festval session) તમે કાર ખરીદવાનો વિચાર કરી રહ્યા છો તો તમારા માટે સારા સમાચાર છે. દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (State Bank Of India) તમારા માટે ધમાકેદાર ઓફર (Big Offer) લાવ્યું છે. ગ્રાહકોને કાર લોન (Car Loan) પર 5 લાખ સુધી કેશબેક (Cashback) મળી શકે છે. આ ઉપરાંત કાર એસેસરીઝ પણ મળી શકે છે. આ ઓફર નવેમ્બર માસના અંત સુધી છે.

SBI ધમાકેદાર ઓફર, કાર ખરીદવા પર મળશે 5 લાખ સુધીનું Cashback

નવી દિલ્હી : દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા પોતાના ગ્રાહકો માટે એક ધમાકેદાર ઓફર લાવ્યું છે. તહેવારની આ સિઝનમાં જો તમે કાર ખરીદવાનો વિચાર કરી રહ્યા હો તો તમારા માટે સારા સમાચાર છે. એસબીઆઇની ધમાકેદાર ઓફરનો તમે ફાયદો ઉઠાવી શકો છો. SBI ની આ ધમાકેદાર ઓફરમાં કાર બુક કરાવવા પર તમે 5 લાખ રૂપિયા સુધી કેશબેક જીતવાની તક મેળવી શકો છો. 

કાર ખરીદવા પર મળશે આ ઓફર
એસબીઆઇએ પોતાના ગ્રાહકો માટે ધમાકેદાર ઓફર જાહેર કરી છે. આ ઓફરમાં જો કોઇ ગ્રાહક એસબીઆઇની યોનો એપ (YONO App) મારફતે ફોર્ડની ઇકોસ્પોર્ટ બુક કરાવે છે તો એને 50 ટકા કેશબેક જીતવાનો મોકો મળી શકે છે. 5 લાખ રૂપિયા સુધી કેશબેક જીતી શકો છો. ફોર્ડ કંપનીની ઇકોસ્પોર્ટ કારની કિંમત 7.81 લાખથી શરૂ થાય છે જ્યારે ટોપ મોડલ 11.35 લાખ રૂપિયા (એક્સ શો રૂમ) છે. એસબીઆઇની આ ઓફર 30 નવેમ્બર સુધી લાગુ પડશે. 

કેવી રીતે કરાવશો બુકિંગ
ગ્રાહકોને ધમાકેદાર આ ઓફરનો લાભ લેવા માટે પોતાના સ્માર્ટફોનમાં SBI Yono એપ ડાઉનલોડ કરવાની રહેશે. એપ પર જાતે રજીસ્ટર્ડ કર્યા બાદ આ ઓફરનો લાભ લઇ શકાશે. જો એસબીઆઇ બેંકિંગનો ઉપયોગ કરો છો તો યૂઝર નેમ, પાસવર્ડ અને રેફરલ કોડ દ્વારા લોગિન કરી શકશો. ઇન્ટરનેટ બેંકિંગનો ઉપયોગ કરો છો એના દ્વારા પર બુકિંગ કરી શકાશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news