ગુજરાતી યુવકોનું અનોખું સ્ટાર્ટઅપ, હાથ અડાડ્યા વગર મશીનમાં બને છે 120 પ્રકારની રેસિપી
Trending Photos
ઝી મીડિયા/બ્યૂરો :આજના જમાનામા પ્રોફેશનલ લાઈફમાં વ્યસ્ત રહેતી મહિલાઓને જમવાનુ બનાવવાનો સમય મળતો નથી. તો સાથે જ હવે સમય એવો આવી ગયો છે કે, પુરુષોને પણ જમવાનુ બનાવવું આવડવુ જોઈએ. પરંતુ અનેક લોકોને રાંધવાનું આવતુ ન હોવાથી તેમને બહારથી ઓર્ડર કરવો પડે છે અથવા તો મેગી (maggi) ખાઈને ગુજારો કરવો પડે છે. આવી સમસ્યા સામે ઝઝૂમતા લોકો માટે એક ગુજરાતી યુવકનું સ્ટાર્ટઅપ (start up) મોટી મદદ બનીને આવ્યું છે. તેણે એવુ મશીન બનાવ્યું, જે 120 પ્રકારની વિવિધ રેસિપી બનાવી શકે છે. માત્ર રો-મટિરિયલ નાંખો એટલે આ મશીન 120 પ્રકારની વાનગી તૈયાર કરી આપશે.
કેવી રીતે આવ્યો આઈડિયા
સુરતના 35 વર્ષના યતિને મિત્રો સાથે મળીને એક સ્ટાર્ટ અપ શરૂ કર્યું છે. સુરતના માંગરોળના યતિનસિંહ વરાછીયા ડિગ્રી માટે બેંગલોરમાં ભણવા ગયો હતો. આઈટી ફિલ્ડમાં શિક્ષણ બાદ તે બેંગલોરમાં જ નોકરી કરવા લાગ્યો હતો. આ દરમિયાન તેની સૌથી મોટી સમસ્યા જમવાનુ બનાવવાનું રહેતુ. બહારનું ભોજન ખાઈને તેની શારીરિક સ્થિતિ કથળી હતી. તેથી ઘરનુ જમવાનુ જરૂરી બન્યુ હતું. જેથી તેને આઈડિયા આવ્યો કે, કેમ ન એવુ મશીન બનાવવામાં આવે જેમાં રેસિપી ફટાફટ તૈયાર થઈ જાય, અને કોઈ કટાકૂટ પણ નહિ. તેથી તેણે મિત્ર પ્રણવ રાવલ, અમીત ગુપ્તા અને સુદીપ સામે પોતાનો આઈડિયા મૂક્યો. તમામ મિત્રોએ 15 લાખ રૂપિયા એકઠા કરીને મશીન બનાવવાના આઈડિયા પર કામ કર્યું, આખરે તેમને સફલતા મળી.
કેવી રીતે કામ કરે છે આ મશીન
એન્જિનિયર મિત્રોએ મળીને એવુ મશઈન ડિઝાઈન કર્યું, જેમાં 120 પ્રકારની રેસિપી બને છે. જેમાં મટર પનીર, ફિસ કરી, બટાકા પોંવા, ગાજરનો હલવો, ઉપમા, બિરીયાની, કઢાઈ પનીર, ઝીંગા, પાસ્તા, જેવી વેરાયટી બનાવી શકો છો. આ ઉપરાંત તેની ખાસિયત એ છે કે, મશીનની એપની મદદથી પોતાની નવી રેસિપી પણ તેમાં એડ કરી શકાય છે. આખું મશીન આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્ટ (AI)થી ચાલે છે.
મશીનની ખાસિયત
- આ મશીન માઈક્રોવેવ અને ઓવન જેવુ દેખાય છે
- મશીનમાં રેસિપીનું અલગ અલગ રો મટિરિયલ મૂકવા માટે અલગ અલગ ખાના બનાવાયા છે
- તમામ વસ્તુઓ અલગ અલગ ખાનામાં ગોઠવવાની હોય છે
- ઓપરેટિંગ સિસ્ટમમાં રેસિપી સિલેક્ટ કરીને બટન ઓન કરવું
- સિસ્ટમમાં સેટ કરેલા સમય મુજબ અલગ અલગ રેસિપી બનીને તૈયાર થઈ જાય છે
- આ આખી પ્રોસેસમાં ક્યાંય કડાકૂટ કરવાની જરૂર પડતી નથી, એકવાર મશીનમાં રો મટિરિયર મૂક્યુ, એટલે રેસિપી તૈયાર થઈને જ બહાર આવે છે
યતિને આ મશીનને નોર્સ NOSH નામ આપ્યું છે. આ મશીન આવનારા જાન્યુઆરી 2022 સુધી લોકો માટે ઉપલબ્ધ થઈ જશે. જેથી એકલા રહેતા લોકો માટે તે બહુ જ કામમાં આવી શકશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે