ચૂંટણીની સાઈડ ઈફેક્ટ! છેલ્લા એક મહિનામાં સિંગતેલના ભાવમાં 100 રૂપિયા ઘટ્યા, ડિસેમ્બરમાં વધશે
સિંગતેલના ડબ્બાનો મહિના પહેલા 2750 થી 2790 સુધી ભાવ હતો. પરંતુ ગઈકાલે (સોમવાર) ભાવ 2650 થી 2690 રહ્યો છે. હાલ સિંગતેલના ડબ્બાનો ભાવ ઘટીને 2690 રૂપિયા સુધી પહોંચ્યો છે.
Trending Photos
ગૌરવ દવે/રાજકોટ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી પછી તેલ બજારમાં ઉલ્ટું ચિત્ર જોવા મળી રહ્યું છે. સામાન્ય રીતે દિવાળી પછી તેલના ભાવમાં તેજી જોવા મળતી હોય છે. પરંતુ આ વખતે ચૂંટણી હોવાથી તેની વિપરીત અસર જોવા મળી રહી છે. સિંગતેલના ડબ્બામાં એક મહિનામાં 100 રૂપિયા ઘટ્યા છે. નવી સીઝનનું તેલ બજારમાં આવતા ભાવમાં ઘટાડો થયો હોવાનું તેલિયા રાજાઓ જણાવી રહ્યા છે.
સિંગતેલના ડબ્બાનો મહિના પહેલા 2750 થી 2790 સુધી ભાવ હતો. પરંતુ ગઈકાલે (સોમવાર) ભાવ 2650 થી 2690 રહ્યો છે. હાલ સિંગતેલના ડબ્બાનો ભાવ ઘટીને 2690 રૂપિયા સુધી પહોંચ્યો છે. પરંતુ ચૂંટણી પૂર્ણ થયા બાદ ડિસેમ્બર મહિનામાં સિંગતેલના ભાવ વધે તેવી શક્યતા જોવામાં આવી રહી છે. બીજી બાજુ લગ્નની સિઝન છતાં મગફળીની સતત આવકને પગલે ભાવમાં ઘટાડો નોંધાયો છે.
સોમવારે સિંગતેલના ડબ્બે વધુ રૂ. 30નો ઘટાડો આવતા તેલનો ડબ્બો રૂ. 2650 નો થયો હતો. આમ 19 દિવસમાં ડબ્બે રૂ. 100 ઘટ્યા છે. એક સપ્તાહમાં હજુ રૂ. 50 સુધીનો ઘટાડો આવે તેવી શક્યતા છે. જ્યારે ડિસેમ્બરમાં ભાવ ઊંચકાય તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
મહત્વનું છે કે, ગત સપ્તાહ સુધી કપાસમાં રૂ.1900ની સપાટી યથાવત્ રહી હતી. પરંતુ હવે ધીમે-ધીમે કપાસની આવક વધી રહી છે. સોમવારે ખૂલતી બજારે કપાસનો ભાવ રૂ.1800એ પહોંચ્યો હતો. કપાસના ભાવ ઘટી રહ્યાં છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે