CCDના શેરમાં ભારે ઘટાડો, માલિક ગુમ થતાં રોકાણકારો પરેશાન
Trending Photos
નવી દિલ્હી: દેશની સૌથી મોટી કોફી ચેન સીસીડીના શેરમાં મંગળવારે જોરદાર ઘટાડો નોંધાયો છે. કોપી શોપના શેરમાં આ ઘટાડો માલિક વીજી સિદ્ધાર્થના ગુમ થયા બાદ આવ્યો છે. મંગળવારે બિઝનેસ સત્રની શરૂઆતમાં જ સીસીડીના શેર 20 ટકા સુધી ઘટી ગયા છે. આ સાથે જ શેરમાં લોઅર સર્કિંટ લાગી ગઇ છે. તમને જણાવી દઇએ કે સિદ્ધાર્થ સીસીડીના માલિક છે અને પૂર્વ મુખ્યમંત્રી એસએમ કૃષ્ણાના જમાઇ છે. સિદ્ધાર્થ સોમવારે સાંજે અચાનક ગુમ થઇ જતાં રોકાણકારોએ પોતાના પૈસા કાઢવાનું શરૂ કરી દીધુ છે.
સોમવારે 191.75 રૂપિયાના સ્તર પર બંધ થયો
તમને જણાવી દઇએ કે બિઝનેસના અંતમાં સીસીડીના શેર 191.75 રૂપિયાના સ્તર પર બંધ થયો હતો. મંગળવારે સવારે બિઝનેસ શરૂ થયાના થોડીવાર બાદ આ 20 ટકા એટલે કે 38.25 રૂપિયાના ઘટાડા સાથે 153.40 ના સ્તર પર પહોંચી ગયો છે. આ સાથે જ આ શેરોમાં લોઅર સર્કિટ લાગી ગઇ છે. તમને જણાવી દઇએ કે સિદ્ધાર્થ ગુપ્ત થતાં તેમના પરિવાર અને રોકાણકારો પરેશાન છે. દક્ષિણ કન્નડ પોલીસ તેમની શોધખોળ કરી રહી છે.
સોમવારે સાંજથી ગુમ છે વીજી સિદ્ધાર્થ
સૂત્રોના જણાવ્યા અનુસાર સિદ્ધાર્થ બિઝનેસના કામથી ઇનોવા દ્વારા સોમવારે ચિકમગલૂર ગયા હતા. ત્યારબાદ તે કેરલ જઇ રહ્યા હતા. પરંતુ મંગલુરૂ નજીક એક નેશનલ હાઇવે પર તેમણે ડ્રાઇવરને ગાડી રોકવા માટે કહ્યું અને ગાડીમાંથી ઉતરી ગયા. ત્યારબાદથી તે હજુ સુધી ગુમ છે. તેમનો ફોન પણ સ્વિચ ઓફ આવી રહ્યો છે. આ દરમિયાન એક પત્ર પણ સામે આવ્યો છે. 27 જુલાઇના રોજ તેમણે આ પત્ર પોતાના કોફી ડેના બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ અને કર્મચારીઓને સંબોધિત કરતાં લખ્યો હતો.
ડાયરેક્ટર્સ અને કર્મચારીઓએન લખ્યો પત્ર
આ પત્રમાં તેમણે લખ્યું કે 37 વર્ષના આકરા પરિશ્રમથી પોતાની કંપનીઓમાં 30 હજાર નોકરીઓનું સર્જન કર્યું હતું. તે ટેક્નોલોજી કંપનીઓમાં પણ 20 હજાર નોકરીઓનું સર્જન કર્યું જેમાં તેની શરૂઆતથી જ મોટા શેરધારકો રહ્યા. પરંતુ પોતાના તમામ પ્રયત્નો છતાં આ કંપનીઓને ફાયદો કરવામાં નિષ્ફળ રહી. સાથે જ તેમણે પોતાની પીડા વ્યક્ત કરતાં લખ્યું કે મારા પર લેણદારોનું દબાણ છે. કોઇને દગો આપવાનો હેતુ નથી પરંતુ એક બિઝનેસમેનના રૂપમાં નિષ્ફળ રહ્યો. આશા છે કે કોઇ દિવસ તમે લોકો તેને સમજશો અને મને માફ કરી દેશો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે