શેરબજારમાં તેજીનો માહોલ, 40,000 ને પાર પહોંચ્યો સેન્સેક્સ, નિફ્ટીમાં પણ ઉછાળો
ગુરૂવારે સેન્સેક્સમાં તેજીનો માહોલ જોવા મળ્યો હતો. સવારે 9:25 વાગે બોમ્બે સ્ટોક એક્સચેંજના મુખ્ય ઇન્ડેક્સ સેન્સેક્સ 230.54 પોઇન્ટની બઢત સાથે 40,282 સ્તર પર ટ્રેન્ડ કરી રહ્યો હતો. તો બીજી તરફ નેશનલ સ્ટોક એક્સચેંજ 66.05 પોઇન્ટની બઢત બાદ 11,910ના સ્તર પર કારોબાર કરી રહ્યો હતો.
Trending Photos
મુંબઇ: ગુરૂવારે સેન્સેક્સમાં તેજીનો માહોલ જોવા મળ્યો હતો. સવારે 9:25 વાગે બોમ્બે સ્ટોક એક્સચેંજના મુખ્ય ઇન્ડેક્સ સેન્સેક્સ 230.54 પોઇન્ટની બઢત સાથે 40,282 સ્તર પર ટ્રેન્ડ કરી રહ્યો હતો. તો બીજી તરફ નેશનલ સ્ટોક એક્સચેંજ 66.05 પોઇન્ટની બઢત બાદ 11,910ના સ્તર પર કારોબાર કરી રહ્યો હતો.
બુધવારે 220 પોઇન્ટના ઉછાળા સાથે બંધ થયું હતું માર્કેટ
કંપનીઓના ત્રિમાસિક પરિણામો અને શેરબજારમાં રોકાણકારો માટે ટેક્સ માળખામાં ફેરફારની આશાઓ સાથે મુંબઇ શેર બજારનો સેન્સેક્સ બુધવારે ફરી એકવાર 40,000 પોઇન્ટને પાર જતો રહ્યો હતો. મુંબઇ શેર બજારના 30 શેરોવાળો સેન્સેક્સ 220.03 પોઇન્ટ એટલે કે 0.55 ટકાના ઉછાળા સાથે 40,051.87 પોઇન્ટ પર બંધ થયો હતો. કારોબાર દરમિયાન સેન્સેકસે 40,178.12 પોઇન્ટના સ્તરને અડકી ગયો હતો. આ પ્રકારે નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી 57.25 ટકા એટલે કે 0.49 ટકા વધીને 11,844.10 પોઇન્ટ પર બંધ થયો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે