સ્થિર સરકાર બનતાં શેર બજારમાં ઉછાળો યથાવત રહેશે, સરકાર પાસે છે આ આશાઓ
Trending Photos
નવી દિલ્હી: લોકસભા ચૂંટણીમાં એક સ્થિર સરકારને જનાદેશ મળ્યા બાદ સ્થાનિક શેર બજારમાં રોકાણકારોનો વિશ્વાસ વધતાં સકારાત્મક વલણ રહેશે, જો બજારની ચાલ આ અઠવાડિયે શરૂ થનાર મુખ્ય આર્થિક આંકડા અને વિદેશી સંકેતો દ્વારા નક્કી થશે. મુખ્ય સ્થાનિક કંપનીઓ ગત વર્ષની ચોથી ત્રિમાસિકના પરિણામો પર પણ બજારની નજર રહેશે.
સપ્તાહના અંતમાં ગત નાણાકીય વર્ષની ચોથી ત્રિમાસિકમાં ભારતના જીડીપી વિકાસ દર સહિત દુનિયાના ઘણા દેશોમાં મુખ્ય આર્થિક આંકડા જાહેર થવાના છે. જેની અસર દુનિયાભરના શેર બજારો પર જોવા મળશે. આ દરમિયાન રાજકીય ગલીઓના ઘટનાક્રમમાં પર પણ બજારની નજર ટકેલી રહેશે. જોકે નવી સરકારમાં મંત્રીમંડળની રચના અને કોઇ નીતિગત બાબતોને લઇને જવાની જાહેરાતો.
બીજી તરફ ચૂંટણીમાં ભાજપની ઐતિહાસિક જીત બાદ આગામી દિવસોમાં શેર બજારમાં તેજી જળવાઇ રહેવાનું અનુમાન છે. જોકે રોકાણકારોનું ધ્યાન હવે નીતિગત સુધારો, કંપનીઓના નાણાકીય પરિણામ તથા વૈશ્વિક સંકેતો પર જઇ શકે છે. લોકસભા ચૂંટણીના પરિણામોમાં વડાપ્રધાન નરેંદ્ર મોદીના નેતૃત્વવાળી ભાજપની 303 સીટો જીત્યા બાદ ગુરૂવારે બીએસઇના સેન્સેક્સ બિઝનેસ દરમિયાન પહેલીવાર 40 હજાર પોઇન્ટને પાર જતો રહ્યો.
યેસ સિક્યોરિટીઝના અધ્યક્ષ તથા રિસર્ચ હેડ અમર અંબાણીએ કહ્યું કે 'શેર બજારને નિશ્વિતતા પસંદ છે. ભાજપને આ પ્રકારનો જનાદેશ મળતાં સરકારની સ્થિરતા, વહિવટીતંત્રમાં સ્થિરતા અને આગામી પાંચ વર્ષ સુધી વિકાસનો એજન્ડા યથાવત સુનિશ્વિત હોય છે. કોઇપણ પરિસ્થિતિમાં આગામી દિવસોમાં બજાર સકારાત્મક બની રહેશે. ત્યારબાદ રોકાણકારોનું ધ્યાન કંપનીઓના ત્રિમાસિક પરિણામો, તરલતાની સ્થિતિ અને વૈશ્વિક કારકો પર કેંદ્વિત થઇ જશે.
સૈમકો સિક્યોરિટીઝ તથા સ્ટોકનોટના સંસ્થાપક તથા ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર જિમીત મોદીએ કહ્યું 'ગત અઠવાડિયે બજાર માટે એકદમ નિરસ રહ્યું છે અને હવે તેને નિશ્વિત થોડા સમય માટે સ્થિરતા જોઇએ. ઉથલ-પાથલમાં હવે ઘટાડો આવશે અને તાર્કિકતા મજબૂતી થશે.' ઉલ્લેખનીય છે કે ગત અઠવાડિયે બીએસઇનો 30 શેરોવાળા સંવેદી ઇન્ડેક્સ 1,503 પોઇન્ટ મજબૂત થઇને 39,434.72 પોઇન્ટ પર બંધ થયો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે