ઇનકમ ટેક્સ ફાઇલ કરી રહ્યા છો? તો આ 10 વાતોનું રાખોનું ધ્યાન, નહીતર થશે મુશ્કેલી
Trending Photos
નવી દિલ્હી: નાણાકીય વર્ષ 2018-19 માટે ઇનકમ ટેક્સ રિટર્ન ભરવાની અંતિમ તારીખ 31 જુલાઇ છે. સરકારે આ વર્ષે નવા ITR ફોર્મ જાહેર કર્યા છે. એવામાં જો તમે રિટર્ન ફાઇલ કરી રહ્યા છો તો કેટલીક વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે. જો તમે ખોટું ફોર્મ સિલેક્ટ કરો છો તો પરેશાની થશે. સેલરી ઇનકમવાળા મોટાભાગના ટેક્સપેયર્સ ITR-1 ફોર્મ સિલેક્ટ કરે છે. ITR-1 ફોર્મ ફક્ત તે લોકો માટે છે જેમનો પગાર 50 લાખથી ઓછો છે, એક ઘર હોય.
કયા ટેક્સપેયર્સ ITR-1 ફોર્મ યૂઝ ન કરે?
- જો કોઇનો વાર્ષિક પગાર 50 લાખથી વધુ હોય.
- જો એક ઘરથી વધુથી આવક થઇ રહી હોય.
- જો ખેતીની આવકથી તમને વાર્ષિક 5000 થી વધુનો ફાયદો થયો હોય.
- જો તમે કોઇ કંપનીના ડાયરેક્ટર હોવ.
- જો આખા નાણાકીય વર્ષ દરમિયાન ક્યારેય પણ અનલિસ્ટેડ ઇક્વિટીમાં રોકાણ કર્યું હોય.
- જો તમે "income from other sources" ને લઇને ડિડક્શન ક્લેમ કરો છો.
- જો કોઇની પાસે દેશની બહાર પણ સંપત્તિ હોય. એટલે કે વિદેશમાંથી તેને કેટલીક ઇનકમ થઇ રહી હોય.
- જો તેણે ઇક્વિટીમાં રોકાણ કર્યું હોય તેને ડિવિડેંટના રૂપમાં 10 લાખથી વધુ મળ્યા હોય.
- જો તેણે કેપિટલ ગેન (શોર્ટ ટર્મ અથવા પછી લોન્ગ ટર્મમાં) કર્યું હોય.
- જો કોઇ ટેક્સપેયર્સે ડબલ ટેક્સેશન હેઠળ રિલીફ ક્લેમ કર્યો હોય.
હવે ભારતમાં Honda Activa 6G થશે લોન્ચ, સ્માર્ટફોન કનેક્ટિવિટી ફીચર્સથી હશે ખાસ
જો કોઇ ટેક્સપેયર્સ ઉપર આપવામાં આવેલા કોઇપણ કંડીશનથી મીટ ન કરતો હોય તો તેના માટે ITR-2 અને ITR-3 ફોર્મ આવે છે. જોકે આ બંને ફોર્મ પણ પોતાના કેટલાક ટર્મ છે, જેને મીટ કરવા જરૂરી છે. કોઇપણ ટેક્સપેયર્સ બે ITR ફોર્મ ન ભરી શકે. જો ખેતીમાંથી તમારી કમાણી 5000 રૂપિયાથી વધુ છે તો ITR-2 ફોર્મ સિલેક્ટ કરો. જો કોઇ ટેક્સપેયર્સે કેપિટલ ગેન કર્યું હોય, જો બે પ્રોપર્ટીમાંથી ઇનકમ થઇ રહી હોય, તો તેને પણ ITR-2 ફોર્મ સિલેક્ટ કરવું જોઇએ. જો કોઇએ બિઝનેસમાંથી કમાણી કરી હોય તો તેને ITR-3 ફોર્મ સિલેક્ટ કરવું જોઇએ.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે