LPG કનેક્શનઃ હવે LPG કનેક્શન લેવું મોંઘું, સિક્યોરિટી ડિપોઝિટમાં કમરતોડ વધારો, આજથી નવા ભાવ લાગુ

નવા ભાવ અનુસાર હવે ગ્રાહકોએ 19 કિલોના કોમર્શિયલ એલપીજી કનેક્શન માટે 2550 રૂપિયાના બદલે 3600 રૂપિયા ચૂકવવા પડશે. તમને જણાવી દઈએ કે સિક્યોરિટી ડિપોઝીટમાં 1050 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. 

LPG કનેક્શનઃ હવે LPG કનેક્શન લેવું મોંઘું, સિક્યોરિટી ડિપોઝિટમાં કમરતોડ વધારો, આજથી નવા ભાવ લાગુ

LPG Connection Update: વધતી મોંઘવારીથી પરેશાન જનતાને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. કોમર્શિયલ એલપીજી ગેસ કનેક્શન લેવાનું આજથી મોંઘુ થઈ ગયું છે. જોકે, સિક્યોરિટી ડિપોઝિટની રકમમાં વધારો કરવામાં આવ્યો છે. વધેલી કિંમતો 28 જૂન એટલે કે આજથી લાગુ થઈ ગઈ છે. નવા ભાવ અનુસાર હવે ગ્રાહકોએ 19 કિલોના કોમર્શિયલ એલપીજી કનેક્શન માટે 2550 રૂપિયાના બદલે 3600 રૂપિયા ચૂકવવા પડશે. તમને જણાવી દઈએ કે સિક્યોરિટી ડિપોઝીટમાં 1050 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. 

નોંધનીય છે કે અગાઉ ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ ઘરેલુ એલપીજી કનેક્શન માટે સિક્યોરિટી ડિપોઝિટમાં વધારો કર્યો હતો.

47 કિલો ગેસ કનેક્શન ખૂબ મોંઘું
તેના સિવાય 47 કિલોગ્રામ ગેસ કનેક્શનની સિક્યોરિટી ડિપોઝિટમાં પણ વધારો થયો છે. અગાઉ 47 KG ગેસ કનેક્શનની કિંમત 6450 રૂપિયા હતી, જે હવે વધીને 7350 રૂપિયા થઈ ગઈ છે. એટલે કે તેની કિંમતમાં 900 રૂપિયાનો વધારો થયો છે. તેના સિવાય, 14.2 કિલો ગેસ કનેક્શન માટે 1450 રૂપિયાનો ખર્ચ થતો હતો, પરંતુ આજથી 2200 રૂપિયા સિક્યોરિટી ડિપોઝિટ તરીકે ચૂકવવા પડશે. જ્યારે, 5 કિલોના ગેસ કનેક્શન માટે હવે 1150 રૂપિયા ચૂકવવા પડશે.

રેગ્યુલેટર પણ થયો મોંઘો 
ગેસ કનેક્શનની સાથે રેગ્યુલેટરના ભાવમાં પણ વધારો થયો છે. હવે 150 રૂપિયામાં મળતો રેગ્યુલેટર 250 રૂપિયામાં મળશે. જો રેગ્યુલેટર તૂટી જાય છે અથવા ખરાબ થાય છે તો તેને બદલવા માટે પણ તમારે 300 રૂપિયા ચૂકવવા પડશે. અમારી પાર્ટનર વેબસાઈટ Zee Business અનુસાર લગભગ 10 વર્ષ બાદ ગેસ કનેક્શનની સિક્યોરિટી ડિપોઝિટમાં વધારો કરવામાં આવ્યો છે.

ઘરેલુ ELPG કનેક્શન પણ મોંઘો થયો
નોંધનીય છે કે બે અઠવાડિયા પહેલા 16 જૂને નવું એલપીજી કનેક્શન પણ મોંઘુ થઈ ગયું હતું. કંપનીઓએ 14.2 કિલોગ્રામના સિલિન્ડરની સિક્યોરિટી રકમમાં 750 રૂપિયાનો વધારો કર્યો હતો. હવે જો ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓ પણ બીજું ગેસ કનેક્શન લે છે તો તેમણે પણ વધેલી રકમ ચૂકવવી પડશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news