SBI Home Loan: SBI ના કરોડો ગ્રાહકોને ધોળે દિવસે તારા દેખાશે, ફરી હોમલોન થઇ મોંઘી, જાણો કેટલી વધશે EMI
આ પહેલાં 21 મેના રોજ પણ રિઝર્વ બેંકે રેપો રેટ 40 બેસિસ પોઇન્ટ વધારીને 4.4 ટકા કરી દીધો હતો. બેંકની વેબસાઇટ પર આપવામાં આવેલી જાણકારી અનુસાર એસબીઆઇએ EBLR (એક્સટર્નલ બેંચમાર્ચ લેંડિંગ રેટ્સ) વધારીને મિનિમમ 7.55 ટકા કરી દીધા છે, જો કે પહેલાં 7.05 ટકા હતા.
Trending Photos
SBI Home Loan: સૌથી મોટી સરકારી બેંક ભારતીય સ્ટેટ બેંક એસબીઆઇએ હોમલોનના વ્યાજદરમાં ફરી એકવાર વધારો કર્યો છે. બેંક તરફથી વ્યાજ દરમા6 0.50 ટકાનો વધારો કર્યો છે. આ સાથે જ એસબીઆઇની વ્યાજદર વધીને 7.55 ટકા થઇ ગઇ છે. રિઝર્વ બેંક દ્રારા થોડા દિવસો પહેલાં રેપો રેટમાં વધારો કર્યા બાદ બેંકે હોમલોન મોંઘી કરી દીધી છે.
મિનિમમ ઇંટ્રસ્ટ રેટ 7.55 ટકા
આ પહેલાં 21 મેના રોજ પણ રિઝર્વ બેંકે રેપો રેટ 40 બેસિસ પોઇન્ટ વધારીને 4.4 ટકા કરી દીધો હતો. બેંકની વેબસાઇટ પર આપવામાં આવેલી જાણકારી અનુસાર એસબીઆઇએ EBLR (એક્સટર્નલ બેંચમાર્ચ લેંડિંગ રેટ્સ) વધારીને મિનિમમ 7.55 ટકા કરી દીધા છે, જો કે પહેલાં 7.05 ટકા હતા.
15 જૂનથી નવા દર લાગૂ
એસબીઆઇના નવા દર 15 જૂન 2022 થી લાગૂ થશે. EBLR તે લેડિંગ રેટ છે, જેથી ઓછા વ્યાજે બેંકને હોમ લોન આપવાની પરમિશન હોતી નથી. આ ઉપરાંત એસબીઆઇએ માર્જિનલ કોસ્ટ લેંડિંગ રેટ્સ (MCLR) ને 20 બેસિસ પોઇન્ટ વધારી દીધો છે. નવા દર બેંક તરફથી 15 જૂનથી લાગૂ કરી દીધા છે.
અહીં જુઓ કેલક્યુલેશન
આવો જાણીએ વ્યાજ દર વધ્યા બાદ તમને 20 વર્ષની લોનની ઇએમઆઇ પર કેટલો ફરક પડશે? અહીં અમે તમને 20 લાખ અને 30 લાખ રૂપિયાની અલગ-અલગ ગણતરી કરીને બતાવીશું.
લોનની રકમ: 20 લાખ રૂપિયા
લોનનો સમયગાળો: 20 વર્ષ
વ્યાજ દર: 7.05% વાર્ષિક
EMI: 15,566 રૂપિયા
કુલ ટેન્યોરમાં વ્યાજ: 17,35,855 રૂપિયા
કુલ પેમેંટ: 37,35,855 રૂપિયા
SBI Home Loan ના નવા દર વધ્યા બાદ EMI
લોન અમાઉન્ટ: 20 લાખ રૂપિયા
લોન ટેન્યોર: 20 વર્ષ
વ્યાજ દર: 7.55% વાર્ષિક (0.50% વધ્યા બાદ રેટ)
EMI: 16,173 રૂપિયા
કુલ ટેન્યોરમાં વ્યાજ: 18,81,536 રૂપિયા
કુલ પેમેન્ટ: 38,81,536 રૂપિયા
લોનની રકમ: 30 લાખ રૂપિયા
લોનનો સમયગાળો: 20 વર્ષ
વ્યાજ દર: 7.05% વાર્ષિક
EMI: 23,349 રૂપિયા
કુલ ટેન્યોરમાં વ્યાજ: 26,03,782 રૂપિયા
કુલ પેમેંટ: 56,03,782 રૂપિયા
SBI Home Loan ના નવા દર વધ્યા બાદ EMI
લોન અમાઉન્ટ: 30 લાખ રૂપિયા
લોન ટેન્યોર: 20 વર્ષ
વ્યાજ દર: 7.55% વાર્ષિક (0.50% વધ્યા બાદ રેટ)
EMI: 24,260 રૂપિયા
કુલ ટેન્યોરમાં વ્યાજ: 28,22,304 રૂપિયા
કુલ પેમેન્ટ: 58,22,304 રૂપિયા
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે