SAMSUNG કંપનીમાં કામ કરતા સેંકડો વર્કર્સ થયા ખતરનાક બીમારીના શિકાર

કર્મચારીઓમાં 16 પ્રકારના કેન્સર ડિટેક્ટ તયા છે. કેટલીક અન્ય પ્રકારની બીમારીઓ પણ માલૂમ પડી છે. વર્કર્સના બીમાર પડવાની સૌથી પહેલી માહિતી 2007માં  સામે આવી હતી. કર્મચારીઓના પરિવારજનોએ આરોપ લગાવ્યો છે કે, તેમના પતિ કે અન્ય સદસ્યોના કેન્સર અથવા તો અન્ય કારણોથી મોત થયા છે.

SAMSUNG કંપનીમાં કામ કરતા સેંકડો વર્કર્સ થયા ખતરનાક બીમારીના શિકાર

નવી દિલ્હી : સેમસંગ ઈલેક્ટ્રોનિક્સની સેમીકંડક્ટર ફેક્ટરીમાં કામ કરનારા કેટલાક ફેક્ટરી વર્કર્સને કેન્સર થયું છે. એક મીડિયા રિપોર્ટસ મુજબ, દક્ષિણ કોરિયાના સિયોલમાં આવેલ આ ફેક્ટરીમાં અંદાજે 320 જેટલા કર્મચારીઓ કામ કરે છે. જે કામ દરમિયાન બીમાર પડ્યા છે. તેમાંથી 118 મરવાની કગાર પર છે. અનેક લોકોને કેન્સર ડિટેક્ટ થયું છે. કંપનીએ ફેક્ટરી વર્કર્સને 1.33 ડોલરનું વળતર આપવાની જાહેરાત કરી છે. 

વર્કર્સને થયો આ રોગ
કર્મચારીઓમાં 16 પ્રકારના કેન્સર ડિટેક્ટ તયા છે. કેટલીક અન્ય પ્રકારની બીમારીઓ પણ માલૂમ પડી છે. વર્કર્સના બીમાર પડવાની સૌથી પહેલી માહિતી 2007માં  સામે આવી હતી. કર્મચારીઓના પરિવારજનોએ આરોપ લગાવ્યો છે કે, તેમના પતિ કે અન્ય સદસ્યોના કેન્સર અથવા તો અન્ય કારણોથી મોત થયા છે. અથવા તેઓ કેન્સરગ્રસ્ત જાહેર થયા છે. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના રિપોર્ટસ અનુસાર, 10વર્ષની કાયદાકીય લડત બાદ કંપનીએ હવે વળતર આપવા તૈયાર થઈ છે. 

ભારતમાં કેવી રીતે મળે છે અકસ્માત પર વળતર

  • દેશના વર્કર કમ્પેનસેશન એક્ટ, 1923માં વર્કર આ પરિસ્થિતિઓમાં વળતર મેળવવાનો હક ધરાવે છે.
  •  ડ્યુટી દરમિયાન દુર્ઘટનામાં ઘાયલ થવા પર
  • ફેક્ટરી આવતા-જતા સમયે ઘાયલ થવા પર
  • એમ્પ્લોયરના કામથી બહાર જવા પર અકસ્માત થાય તો
  • ફેક્ટરીમાં કામના પ્રકારથી વર્કર બીમાર પડી જાય તો
  • બીમારી પર કામ છોડવાના બે વર્ષ થાય તો તે વળતરનો હકદાર નથી
  • જો અકસ્માત કે બીમારીથી કર્મચારીનું મોત થાય તો તેના આશ્રિત સંબંધીને વળતર મળશે 

ક્યાં ક્યાં મળે છે વળતર
ભારતમાં ફેક્ટરી, ફુડિંગ, રેલવે, પોસ્ટ, કન્સ્ટ્રક્શન, બિલ્ડિંગના મેઈનટેનન્સમાં કામ કરતા કર્મચારીઓ વળતરના હકદાર છે. કોઈ ઈમારતમા ઉપયોગ, પરિવહન અને વેચાણ માટે સામાન રાખવો, જ્યાં 20થી વધુ કર્મચારી હોય. ટ્રેક્ટર કે અન્ય મશીનોખી ખેતીવાડી, તેમાં મરઘી ફાર્મ, ડેરી ફાર્મ વગેરે સામેલ છે. વીજળી વિભાગમાં જોખમ ભરેલા કામ કરનારા વર્કર્સ પણ અકસ્માત પર વળતરના હકદાર છે. 

આ દુર્ઘટના પર વળતર
જો કર્મચારી કામ દરમિયાન ઘાયલ થાય, અને મોત થઈ જાય, શરીરનો કોઈ પાર્ટ ડેમેજ થઈ જાય અથવા આંખની રોશની જતી રહે તો તે વળતરના હકમાં આવે છે. જો ઈલાજમાં લકવો મારી જાય અને વર્કર આગળ ચાલીને કામ કરવાની સ્થિતિમાં ન રહે તો પણ વળતર મળે છે. સાથે જ એવી ઈજા, જેનાતી કર્મચારી ઓછામાં ઓછા 3 દિવસ કામ કરવાના લાયક ન રહે.  
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news