ફ્લિપકાર્ટના 'વીરૂ'એ શરૂ કરી નવી કંપની, જાણો શું છે તેમનો માસ્ટર પ્લાન

ફ્લિપકાર્ટના 'વીરૂ'એ શરૂ કરી નવી કંપની, જાણો શું છે તેમનો માસ્ટર પ્લાન

છ મહિના પહેલાં ફ્લિપકાર્ટ (Flipkart) થી અલગ થયેલા તેના કો-ફાઉન્ડર સચિન બંસલે નવી કંપની શરૂ કરી છે. આ કંપનીનું નામ BAC એક્વિઝીશન્સ પ્રાઇવેટ લિમિટેડ છે. તેની શરૂઆત 10 ડિસેમ્બર 2018ના રોજ થઇ છે. સચિન બંસલે તેમાં 1 કરોડ રૂપિયાની શેર પૂંજી નાખી છે. રિજસ્ટ્રાર ઓફ કંપનીની વેબસાઇટના અનુસાર સચિન ઉપરાંત તેમાં એક અન્ય ડાયરેક્ટર અંકિત અગ્રવાલ પણ છે. 

શું છે રણનીતિ
બીએસસી એક્વિઝીશન્સ માહિતી ટેકનોલોજી દ્વારા સેવાઓનો વિકાસ કરશે અને તેમને ઉપલબ્ધ કરાવશે. કંપનીની યોજના ડેટા સાયન્સ, હેલ્થકેર, ઉર્જા, મીડિયા તથા ઇન્ટરનેટ, ફાસ્ટ-મૂવિંગ કંઝ્યૂમર ગુડ્સ, એન્જીનિયરિંગ, રિટેલ, લોજીસ્ટિક્સ, ફૂડ એન્ડ બેવરેજેજ, ઇંફ્રાસ્ટ્રક્ચર, મશીનરી, એગ્રીકલ્ચર, ઓટોમોબાઇલ, એચઆર, ગેમિંગ અને નાણાકીય સેવા ક્ષેત્રને સર્વિસ આપશે. સાથે જ હાલના ટેક્નોલોજી પ્લેટફોર્મના અધિગ્રહણનો પણ પ્લાન છે. 

વોલમાર્ટ ડીલ દ્વારા મળ્યા 1 અરબ ડોલર
રજિસ્ટ્રાર ઓફ કંપનીઝના અહીં કંપનીની ફાઇલિંગના અનુસાર કંપની આઇટી ઉત્પાદનોને કોમર્શિયલ પર્પઝ માટે ઉપલબ્ધ કરાવશે. ઇકોનોમિક ટાઇમ્સના સમાચાર અનુસાર બંસલ એગ્રી ટેક અથવા ફિન ટેક પર નવા વેંચર વિશે વિચારી રહ્યા છે. સચિન બંસલને વોલમાર્ટ-ફ્લિપકાર્ટ સેલમાંથી લગભગ 1 અરબ ડોલર મળ્યા છે. આ રકમનું રોકાણ તે સ્ટાર્ટઅપમાં પણ કરવાનું વિચારી રહ્યા છે. 

શું હતું ફ્લિપકાર્ટમાંથી રાજીનામું આપવાનું કારણ
ફ્લિપકાર્ટ-વોલમાર્ટ ડીલ (flipkart walmart deal) ની જાહેરાત બાદ ભારતીય સ્ટાર્ટઅપ પરિદ્વશ્યના 'જય-વીરૂ' ગણતા બે મિત્રો છૂટા પડી ગયા. સચિન બંસલે 11 વર્ષ પહેલાં બનાવેલી કંપનીને છોડવાનો નિર્ણય કર્યો હતો. ફ્લિપકાર્ટના કો-ફાઉન્ડર બિન્ની બંસલે મીડિયા સાથે વાતચીતમાં કહ્યું હતું કે સચિન બંસલનો કંપની છોડવાનો નિર્ણય 'ખૂબ જ ભાવૂક ક્ષણ' હતી. વોલમાર્ટના ફ્લિપકાર્ડમાં મોટાભાગની ભાગીદારી ખરીદતાં સચિને પોતાના 5.5 ટકા ભાગીદારી એક અરબ ડોલરમાં વેચી દીધી હતી. ત્યારબાદ કંપની છોડી હતી.  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news