63 રૂપિયાનો આ શેર 2 સપ્તાહમાં 200 રૂપિયાને પાર, 240% ની તોફાની તેજી

રૂદ્ર ગેસનો આઈપીઓ આ વર્ષે ફેબ્રુઆરીમાં 63 રૂપિયાના ભાવ પર આવ્યો હતો. કંપનીના શેર 29 ફેબ્રુઆરીએ 214.39 રૂપિયા પર પહોંચી ગયો છે. ઈશ્યૂ પ્રાઇઝના મુકાબલે રૂદ્ર ગેસના શેર 240 ટકા વધી ગયો છે. 

63 રૂપિયાનો આ શેર 2 સપ્તાહમાં 200 રૂપિયાને પાર, 240% ની તોફાની તેજી

નવી દિલ્હીઃ રૂદ્ર ગેસ એન્ટરપ્રાઇઝના શેરમાં ગુરૂવારે રોકેટ જેવી તેજી આવી છે. રૂદ્ર ગેસના શેર ગુરૂવારે 10 ટકાની તેજીની સાથે 214.39 રૂપિયા પર પહોંચી ગયા છે. કંપનીના સ્ટોકે 52 સપ્તાહનો પોતાનો નવો હાઈ બનાવ્યો છે. રૂદ્ર ગેસ (Rudra Gas)એ જાહેરાત કરી છે કે તેને હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડથી ઓર્ડર મળ્યા છે. આ ઓર્ડરની વેલ્યૂ 9.96 કરોડ રૂપિયા છે. રૂદ્ર ગેસના શેરનું 52 સપ્તાહનું લો લેવલ 119.70 રૂપિયા છે. 

બે સપ્તાહમાં 63 રૂપિયાથી 200ને પાર
રૂદ્ર ગેસ (Rudra Gas)નો આઈપીઓ 8 ફેબ્રુઆરી 2024ના સબ્સક્રિપ્શન માટે ઓપન થયો હતો. કંપનીનો આઈપીઓ 12 ફેબ્રુઆરી સુધી ઓપન રહ્યો હતો. આઈપીઓમાં રૂદ્ર ગેસના શેરનો ભાવ 63 રૂપિયા હતો. કંપનીના શેર 15 ફેબ્રુઆરી 2024ના 119.70 રૂપિયા પર લિસ્ટ થયો હતો. શાનદાર લિસ્ટિંગ બાદ પણ કંપનીના શેરમાં તેજી જોવા મળી રહી છે. રૂદ્ર ગેસના શેર 29 ફેબ્રુઆરી 2024ના 214.39 રૂપિયા પર પહોંચી ગયો છે. ઈશ્યૂ પ્રાઇઝના મુકાબલે કંપનીના શેર 240 ટકા વધી ગયા છે. 

350 ગણું સબ્સક્રિપ્શન થયું હતું કંપનીના આઈપીઓનું
રૂદ્ર ગેસ એન્ટરપ્રાઇઝના આઈપીઓનું ટોટલ 350.75 ગણું સબ્સક્રાઇબ થયું હતું. કંપનીના આઈપીઓમાં રિટેલ ઈન્વેસ્ટર્સનો કોટા 404.38 ગણો સબ્સક્રાઇબ થયો હતો. તો અધર્સ કેટેગરીમાં 286.62 ગણું સબ્સક્રિપ્શન થયું હતું. કંપનીના આઈપીઓમાં રિટેલ ઈન્વેસ્ટર્સ 1 લોટ માટે દાવ લગાવી શકતા હતા. આઈપીઓના એક લોટમાં 2000 શેર છે. એટલે કે રિટેલ ઈન્વેસ્ટર્સને 126000 રૂપિયાનું રોકાણ કરવું પડ્યું હતું. આઈપીઓ પહેલા કંપનીમાં પ્રમોટર્સની ભાગીદારી 99.99 ટકા હતી, જે હવે 73.03 ટકા રહી ગઈ છે. કંપનીના પબ્લિક ઈશ્યૂની ટોટલ સાઇઝ 14.16 કરોડ રૂપિયા હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news