ટાવર તોડવાના મામલામાં રિલાયન્સ જીયો પહોંચી HC, કહ્યું- ક્યારેય નથી લીધી કોન્ટ્રાક્ટ ફાર્મિંગ માટે જમીન

રિલાયન્સ જીયોએ પંજાબ અને હરિયાણા હાઈકોર્ટમાં એક અરજી દાખલ કરી છે. અરજીમાં રિલાયન્સે સરકારને કહ્યુ કે, તે આ મામલામાં હસ્તક્ષેપ કરે. રિલાયન્સે પોતાની વિરોધી કંપની પર આરોપ લગાવ્યો છે કે તેના ઉશ્કેરવાથી કિસાનો જીયોના ટાવર તોડી રહ્યાં છે. 

  ટાવર તોડવાના મામલામાં રિલાયન્સ જીયો પહોંચી HC, કહ્યું- ક્યારેય નથી લીધી કોન્ટ્રાક્ટ ફાર્મિંગ માટે જમીન

નવી દિલ્હીઃ છેલ્લા ઘણા દિવસથી કૃષિ બિલ વિરુદ્ધ કિસાનોનું ચાલી રહેલું પ્રદર્શન હવે ઉગ્ર બની ગયું છે. છેલ્લા કેટલાક દિવસોમાં પ્રદર્શનકારીઓએ પંજાબમાં રિલાયન્સ જીયોના ઘણા ટાવરોને નુકસાન પહોંચાડ્યું છે. પંજાબ સરકારે કિસાનોને આગ્રહ કર્યો હતો કે તે આમ ન કરે, પરંતુ આ અપીલની કોઈ અસર થઈ નથી. હવે આ મામલામાં રિલાયન્સ હાઈકોર્ટ પહોંચી છે અને સરકારને આ મામલામાં હસ્તક્ષેપ કરવાની માંગ કરી છે. 

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે પોતાની સબ્સિડિયરી કંપની રિલાયન્સ જીયો ઇન્ફોકોમ લિમિટેડ દ્વારા પંજાબ અને હરિયાણા હાઈકોર્ટમાં એક અરજી દાખલ કરી છે. પોતાની અરજીમાં રિલાયન્સે સરકારને કહ્યું કે, તે આ મામલામાં હસ્તક્ષેપકરે અને તોડફોડની ગેરકાયદેસર ઘટનાઓને સંપૂર્ણ રીતે રોકે. 

રિલાયન્સે તે પણ કહ્યું છે કે તેણે ક્યારેય કોન્ટ્રાક્ટ ફાર્મિંગ માટે કોઈ જમીન લીધી નથી. કંપનીએ પોતાની અરજીમાં તે પણ કહ્યું કે, જીયોના ટાવર તોડવાને કારણે હજારો કર્મચારીઓના જીવન પર અસર પડી રહી છે, સાથે ઇન્ફ્રાસ્ટ્રક્ચરને નુકસાન પહોંચવાને કારણે કોમ્યુનિકેશનમાં મુશ્કેલી પડી રહી છે. રિલાયન્સે ફરીથી તે આરોપ લગાવ્યો કે, આ ઘટના વિરોધી ટેલિકોમ કંપનીઓ તરફથી કરાવવામાં આવી રહી છે. રિલાયન્સે પોતાનો પક્ષ આપતા કેટલીક વાતો શેર કરી છે. 

ભારતી એરટેલ પર રિલાયન્સનો આરોપ
હાલમાં રિલાયન્સે ભારતી એરટેલ પર કિસાનોને ઉશ્કેરવાનો આરોપ લગાવ્યો હતો, જેના પર એરટેલે રિલાયન્સ જીયોના આરોપોને પાયાવિહોણા ગણાવ્યા હતા. જીયોએ આરોપ લગાવ્યો હતો કે રિલાયન્સ જીયોના ટાવર તોડવા માટે ભારતી એરટેલ તરફથી કિસાનોને ઉશ્કેરવામાં આવી રહ્યાં છે. ભારતીય એટરેલે દૂરસંચાર વિભાગને જણાવ્યું કે, જીયોની પાસે આરોપોના કોઈ પૂરાવા નથી. તેવામાં ભારતી એરટેલે જીયોના તમામ આરોપોને નકારી દીધા હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news