Richest Women in India: ભારતની 5 સૌથી અમીર મહિલાઓને મળો, કેટલીક કોલેજ ગઈ નથી અને કોઈ છે બિગ બુલની પત્ની

India's Richest Woman : ઓપી જિંદાલ ગ્રુપના ચેરમેન સાવિત્રી જિંદાલ ભારતની સૌથી અમીર મહિલા છે. દેશના સૌથી ધનિક લોકોની યાદીમાં સાવિત્રી જિંદાલ છઠ્ઠા સ્થાને આવે છે. તેમના પછી દેશની ટોચની અબજોપતિ મહિલાઓની યાદીમાં રોશની નાદર મલ્હોત્રા, રેખા ઝુનઝુનવાલા, ફાલ્ગુની નાયર, કિરણ મઝુમદાર શૉનું નામ આવે છે.

Richest Women in India: ભારતની 5 સૌથી અમીર મહિલાઓને મળો, કેટલીક કોલેજ ગઈ નથી અને કોઈ છે બિગ બુલની પત્ની

નવી દિલ્હીઃ દરેક વ્યક્તિ જાણે છે કે મુકેશ અંબાણી (Mukesh Ambani)ભારતના સૌથી અમીર વ્યક્તિ છે. પરંતુ શું તમે જાણો છો કે ભારતની સૌથી અમીર મહિલા કોણ છે? તાજેતરમાં ફોર્બ્સે વર્ષ 2023ના અબજોપતિઓની યાદી બહાર પાડી છે (India's Richest Woman). આ સમાચારમાં અમે તમને જણાવીશું કે ભારતની 5 સૌથી અમીર મહિલાઓ કોણ છે. ફોર્બ્સની આ યાદી અનુસાર રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી ફરી એકવાર એશિયાના સૌથી અમીર વ્યક્તિ બની ગયા છે. તેઓ વિશ્વના 9મા સૌથી અમીર વ્યક્તિ છે. તે જ સમયે, ગૌતમ અદાણી વિશ્વના સૌથી ધનિક લોકોની યાદીમાં 24માં સ્થાને સરકી ગયા છે. આવો જાણીએ કોણ છે ભારતની 5 સૌથી અમીર મહિલાઓ.

સાવિત્રી જિંદાલ ભારતની સૌથી ધનિક મહિલા છે
સાવિત્રી જિંદાલે (Savitri Jindal)ભારતની સૌથી અમીર મહિલાઓની યાદીમાં સ્થાન મેળવ્યું છે. તે ભારતની સૌથી અમીર મહિલા છે. સાવિત્રી જિંદાલ ઓપી જિંદાલ (OP Jindal Group)ગ્રુપના ચેરપર્સન છે. તે દેશના સૌથી ધનિક લોકોની યાદીમાં છઠ્ઠા સ્થાને આવે છે અને મહિલાઓની યાદીમાં પ્રથમ સ્થાને છે. ફોર્બ્સની રિયલ ટાઈમ બિલિયોનેર્સની યાદીમાં જિંદાલ 94માં નંબર પર છે. 73 વર્ષની સાવિત્રીની કુલ સંપત્તિ 17 અબજ ડોલર (13,91,31,82,50,000 રૂપિયા) છે. એવું કહેવાય છે કે તેઓ ક્યારેય કૉલેજ ગયા નથી. વર્ષ 1970માં તેમના લગ્ન જિંદાલ ગ્રુપના સ્થાપક ઓમપ્રકાશ જિંદાલ સાથે થયા હતા. પતિના અવસાન બાદ તેઓ ધંધો સંભાળી રહ્યાં છે. સાવિત્રી જિંદાલ પછી દેશની ટોચની અબજોપતિ મહિલાઓની યાદીમાં રોશની નાદર મલ્હોત્રા, રેખા ઝુનઝુનવાલા, ફાલ્ગુની નાયર, કિરણ મઝુમદાર શૉનું નામ આવે છે.

રોશની નાદર મલ્હોત્રા
રોશની નાદર મલ્હોત્રા (Roshni Nadar Malhotra) દેશની ટોપ-5 ધનિક મહિલાઓમાં સામેલ છે. ગયા વર્ષે જાહેર કરાયેલા અગ્રણી શ્રીમંત મહિલાઓના Leading Wealthy Women અહેવાલ મુજબ, રોશની નાદરની કુલ સંપત્તિ 84,330 કરોડ રૂપિયા છે. રોશની નાદર HCLના ચેરપર્સન છે. રોશનીના પિતા શિવ નાદર ભારતના ત્રીજા સૌથી અમીર વ્યક્તિ છે.

રેખા ઝુનઝુનવાલા
બિગ બુલ તરીકે જાણીતા સ્વર્ગસ્થ રાકેશ ઝુનઝુનવાલાને (Rakesh Jhunjhunwala) કોણ નથી જાણતું. તેઓ શેરબજારમાં અનુભવી રોકાણકાર હતા. તેમની પત્ની રેખા ઝુનઝુનવાલા (Rekha Jhunjhunwala) દેશની ટોપ-5 ધનિક મહિલાઓમાં સામેલ છે. રેખા ઝુનઝુનવાલાની કુલ સંપત્તિ $5.9 બિલિયન અથવા રૂ. 47,650.76 કરોડ છે. રેખા ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમાં ટાઇટન, સ્ટાર હેલ્થ એન્ડ એલાઇડ ઇન્સ્યોરન્સ અને મેટ્રો બ્રાન્ડ્સનો સમાવેશ થાય છે.

ફાલ્ગુની નાયર
ફાલ્ગુની નાયર (Falguni Nayar) બ્યુટી પ્રોડક્ટ ઇન્ડસ્ટ્રીમાં જાણીતું નામ છે. તે Nykaa ના સ્થાપક છે. નાયર કંપનીમાં અડધો હિસ્સો ધરાવે છે. દેશની ટોચની અબજોપતિ મહિલાઓમાં નાયરનું નામ પણ સામેલ છે. તેમની કુલ સંપત્તિ $2.7 બિલિયન અથવા રૂ. 22,192 કરોડ છે. નાયરે 2012માં નાયકાની સ્થાપના કરી હતી. આ કંપની પાસે 1500 થી વધુ બ્રાન્ડ્સનો પોર્ટફોલિયો છે.

કિરણ મઝુમદાર શો
કિરણ મઝુમદાર શૉનું (Kiran Mazumdar Shaw)નામ પણ દેશની ટોચની અબજોપતિ મહિલાઓની યાદીમાં છે. શો બાયોકોનના (Biocon) ચેરપર્સન છે. તેમની કુલ સંપત્તિ 2 અબજ ડોલર અથવા રૂ. 16,438 કરોડ છે. શૉએ વર્ષ 1978માં બાયોકોનની શરૂઆત કરી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news