Reserve Bank: તમારી પાસે પણ છે સ્ટાર નિશાનવાળી 500ની નોટ, રિઝર્વ બેન્કે આપી મહત્વની માહિતી

500 Rupees Note: હાલમાં સરકારે 2000 રૂપિયાની નોટને ચલણમાંથી બહાર કરવાનો નિર્ણય લીધો હતો. આ વચ્ચે આજે રિઝર્વ બેન્કે એક મહત્વનું નિવેદન જારી કર્યું છે. જેમાં આરબીઆઈએ સ્ટાર નિશાનવાળી નોટ વિશે જાણકારી આપી છે. 

Reserve Bank: તમારી પાસે પણ છે સ્ટાર નિશાનવાળી 500ની નોટ, રિઝર્વ બેન્કે આપી મહત્વની માહિતી

નવી દિલ્હીઃ Reserve Bank of India: દેશભરમાં કરન્સી નોટને લઈને અનેક પ્રકારના સમાચાર સામે આવી રહ્યાં છે. હાલમાં સરકારે 2000ની નોટ ચલણમાંથી બહાર કરવાનો નિર્ણય લીધો હતો. આ વચ્ચે આજે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI news)એ એક જરૂરી માહિતી આપી છે. રિઝર્વ બેન્કે સ્ટાર નિશાનવાળી નોટ વિશે જાણકારી આપી છે. રિઝર્વ બેન્કે કહ્યું કે સ્ટાર નિશાનવાળી નોટની માન્યતાને લઈને વ્યક્ત કરવામાં આવી રહેલી આશંકાને દૂર કરતા કહ્યું કે આ નોટ પણ કાયદેસર છે. 

કેમ જારી કરવામાં આવી છે સ્ટાર નિશાનવાળી નોટ
આરબીઆઈએ એક નિવેદનમાં જણાવ્યું છે કે ખોટી રીતે પ્રિન્ટ કરેલી નોટની જગ્યાએ જારી કરવામાં આવનાર નોટ પર નંબર પેનલમાં સ્ટાર માર્ક ઉમેરવામાં આવ્યો છે. સીરીયલ નંબરવાળી નોટોના બંડલમાં ખોટી રીતે છાપેલી નોટોના બદલે સ્ટાર માર્કવાળી નોટ જારી કરવામાં આવે છે.

સ્ટારવાળી નોટ વેલિડ
કેન્દ્રીય બેન્કે આ સ્પષ્ટીકરણ નોટોના નંબર પેનલમાં સ્ટાર નિશાન હોવા પર તેની કાયદેસરતાને લઈને કેટલીક સોશિયલ મીડિયા પોસ્ટમાં આશંકાઓ વ્યક્ત કરાયા બાદ આપ્યું છે. 

આરબીઆઈએ આપી જાણકારી
આરબીઆઈએ કહ્યું કે સ્ટાર નિશાનવાળી બેન્ક નોટ સંપૂર્ણ રીતે કાયદેસર છે. તેના પર સ્ટારવાળું નિશાન તે દર્શાવે છે કે તેને બદલવામાં આવી કે બીજીવાર પ્રિન્ટ કરવામાં આવેલી નોટની જગ્યાએ જારી કરવામાં આવી છે. સ્ટારનું આ નિશાન નોટના નંબર અને તેની પહેલા આવતા અક્ષરોની વચ્ચે લગાવવામાં આવ્યું છે. 

30 સપ્ટેમ્બર સુધીનો સમય
RBI ગવર્નરે કહ્યું કે જેની પાસે 2,000 રૂપિયાની નોટ છે તે તેને પોતાના બેંક ખાતામાં જમા કરાવી શકે છે અથવા બેંકમાં રહેલી અન્ય કોઈ નોટ સાથે બદલી શકે છે. બેંકોને રૂ. 2,000ની નોટો બદલવા માટે જરૂરી વ્યવસ્થા કરવાની સલાહ આપવામાં આવી છે. તેમણે કહ્યું
 "અમે અપેક્ષા રાખીએ છીએ કે રૂ. 2,000ની મોટાભાગની નોટો 30 સપ્ટેમ્બરની સમયમર્યાદા સુધીમાં પરત આવી જશે," 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news