RBI Update: લોન લેનારને મળશે લાભ! ઘર કે ગાડી જે લેવું હોય એ લઈ લો બિંદાસ્ત

Repo Rate: એપ્રિલ અને જૂનમાં છેલ્લી બે દ્વિ-માસિક પોલિસી સમીક્ષાઓમાં તે યથાવત રહ્યો હતો. RBI ગવર્નરની અધ્યક્ષતામાં છ સભ્યોની મોનેટરી પોલિસી કમિટી (MPC)ની બેઠક 8-10 ઓગસ્ટના રોજ યોજાશે.

RBI Update: લોન લેનારને મળશે લાભ! ઘર કે ગાડી જે લેવું હોય એ લઈ લો બિંદાસ્ત

Reserve Bank of India: બેંક લોન લેનાર માટે ખુશખબરી...શું તમે પણ પોતાના સપનાનું ઘર કે હમસફર એટલેકે, કાર લેવાનું વિચારી રહ્યાં છો? અરે ઘર કે ગાડી લેવાનું વિચારતા હોવ તો બિંદાસ્ત લઈ લો, આ વખતે લોન લેનારને મળશે મોટો લાભ. જો તમે પણ હોમ લોન, કાર લોન અથવા બેંકમાંથી કોઈપણ પ્રકારની લોન લેવાનું વિચારી રહ્યા છો, તો આ સમાચાર તમને ખુશ કરી શકે છે. આરબીઆઈ દ્વારા પણ આ અંગેની તૈયારીઓ કરવામાં આવી રહી છે. 

ઉલ્લેખનીય છેકે, સળંગ ત્રીજી વખત, આગામી દ્વિ-માસિક નીતિ સમીક્ષામાં આરબીઆઈ તરફથી વ્યાજ દરમાં કોઈ ફેરફારની અપેક્ષા નથી. નિષ્ણાતોએ આશા વ્યક્ત કરી છે કે રેપો રેટ જૂના સ્તરે જ રહેશે. નિષ્ણાતોએ જણાવ્યું હતું કે યુએસ ફેડરલ રિઝર્વ અને યુરોપિયન સેન્ટ્રલ બેન્કના મુખ્ય દરોમાં વધારો કરવા છતાં સ્થાનિક ફુગાવો આરબીઆઈની નિર્ધારિત મર્યાદામાં રહે છે.

રેપો રેટ 6.5 ટકા પર યથાવત છે-
RBIએ ગયા વર્ષે મે મહિનાથી વ્યાજદરમાં વધારો કરવાનું શરૂ કર્યું હતું. જોકે, આ વર્ષે ફેબ્રુઆરીથી રેપો રેટ 6.5 ટકા પર યથાવત છે. એપ્રિલ અને જૂનમાં છેલ્લી બે દ્વિ-માસિક નીતિ સમીક્ષાઓમાં તે યથાવત રહ્યું હતું. RBI ગવર્નરની અધ્યક્ષતામાં છ સભ્યોની મોનેટરી પોલિસી કમિટી (MPC)ની બેઠક 8-10 ઓગસ્ટના રોજ યોજાશે. ગવર્નર શક્તિકાંત દાસ 10 ઓગસ્ટે નીતિ વિષયક નિર્ણયની જાહેરાત કરશે.

ફુગાવો 5 ટકાથી નીચે ચાલી રહ્યો છે-
બેંક ઓફ બરોડાના ચીફ ઈકોનોમિસ્ટ મદન સબનવીસે જણાવ્યું હતું કે, “અમે અપેક્ષા રાખીએ છીએ કે આરબીઆઈ દરો પર યથાવત સ્થિતિ જાળવી રાખે. તેનું કારણ એ છે કે હાલમાં મોંઘવારી દર 5 ટકાથી નીચે ચાલી રહ્યો છે. પરંતુ આગામી મહિનાઓમાં મોંઘવારી વધવાની સાથે તેમાં થોડો વધારો થવાનું જોખમ છે. કોટક મહિન્દ્રા બેંકના ચીફ ઇકોનોમિસ્ટ ઉપાસના ભારદ્વાજે જણાવ્યું હતું કે, "રૂ. 2,000ની નોટ પાછી ખેંચવાની જાહેરાત બાદ લિક્વિડિટીની સ્થિતિ અનુકૂળ બની હોવાથી, અમે આશા રાખીએ છીએ કે RBI વર્તમાન વલણને વળગી રહેશે."

ઉપાસના ભારદ્વાજે કહ્યું કે દરેકની નજર ઘરેલુ ફુગાવાના વલણ પર રહેશે. ICRAના મુખ્ય અર્થશાસ્ત્રી અદિતિ નાયરે જણાવ્યું હતું કે શાકભાજીના ભાવમાં વધારાને કારણે જુલાઈ 2023માં CPI અથવા છૂટક ફુગાવો 6 ટકાથી ઉપર જવાની ધારણા છે. તેમણે કહ્યું કે આવી સ્થિતિમાં રેપો રેટ પર યથાસ્થિતિ સાથે, MPCની ખૂબ જ તીવ્ર ટિપ્પણી જોઈ શકાય છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news