Good News: તમારી પાસે રિલાયન્સના શેર હશે તો થશે મોટો ફાયદો, કંપનીએ જાહેર કર્યું ડિવિન્ડ, જાણો કેટલા રૂપિયા મળશે
Reliance Share: દેશની સૌથી મોટી કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે માર્ચ 31, 2024ના રોજ પૂરા થયેલા ક્વાર્ટર/ વર્ષ માટેના સંકલિત પરિણામો જાહેર કર્યા છે. આર.આઇ.એલ. દ્વારા શેરદીઠ રૂ. 10ના ડિવિડન્ડની જાહેરાત કરાતાં શેરધારકોમાં ખુશીનો માહોલ છે.
Trending Photos
Reliance Share: મુકેશ અંબાણીના નેતૃત્વવાળી દેશની સૌથી મૂલ્યવાન કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે માર્ચ 31, 2024ના રોજ પૂરા થયેલા ક્વાર્ટર/વર્ષ માટેના સંકલિત પરિણામો જાહેર કર્યા છે. FY24 ના જાન્યુઆરી-માર્ચ ત્રિમાસિકમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડનો નેટ પ્રોફિટ 18951 કરોડ રૂપિયા રહ્યો. જ્યારે કંપનીનો કોન્સોલિડેટેડ રેવેન્યુ 11 ટકા ઉછળીને 2.40 લાખ કરોડ પાર થઈ ગયો છે. ત્રિમાસિક પરિણામો જાહેર કરવાની સાથે સાથે રિલાયન્સ તરફથી ડિવિડન્ડની પણ જાહેરાત કરવામાં આવી છે.
માર્ચ 31, 2024ના રોજ પૂરા થયેલા ક્વાર્ટર/વર્ષ માટેના સંકલિત પરિણામો
- વિક્રમી વાર્ષિક કોન્સોલિડેટેડ રેવન્યુ રૂ. 1,000,122 કરોડ ($119.9 બિલિયન), વાર્ષિક ધોરણે 2.6%ની વૃધ્ધિ
- વાર્ષિક કોન્સોલિડેટેડ EBITDA રૂ. 178,000 કરોડ ($21.4 બિલિયન), વાર્ષિક ધોરણે 16.1%ની વૃધ્ધિ
- વાર્ષિક કોન્સોલિડેટેડ PBT રૂ. 100,000 કરોડને પાર થઈ રૂ. 1,04,727 કરોડ ($12.6 બિલિયન), વાર્ષિક ધોરણે 11.4%ની વૃધ્ધિ
- જિયો પ્લેટફોર્મ્સનો વાર્ષિક નેટ પ્રોફિટ રૂ. 20,000 કરોડને પાર
- રિલાયન્સ રીટેલનો વાર્ષિક નેટ પ્રોફિટ રૂ. 10,000 કરોડને પાર
- ત્રિમાસિક કોન્સોલિડેટેડ EBITDA રૂ. 47,50 કરોડ ($5.7 બિલિયન), વાર્ષિક ધોરણે 14.3%ની વૃધ્ધિ
- આર.આઇ.એલ. દ્વારા શેરદીઠ રૂ. 10ના ડિવિડન્ડની જાહેરાત
આ પરિણામો વિશે ટિપ્પણી કરતા રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર, મુકેશ ડી. અંબાણીએ જણાવ્યું હતું કે, “RILના વ્યાપારમાં નવતર પહેલોએ ભારતીય અર્થતંત્રના વિવિધ ક્ષેત્રોની વૃદ્ધિને વેગવાન બનાવવામાં અદ્દભુત યોગદાન આપ્યું છે. એ બાબતની નોંધ લેવી આનંદિત કરી દેનારી છે કે રાષ્ટ્રીય અર્થતંત્રને સુદૃઢ બનાવવાની સાથે-સાથે, તમામ સેગમેન્ટે સર્વોત્તમ નાણાકીય તેમજ ઓપરેટિંગ પ્રદર્શન કર્યું છે. આનાથી કંપનીને અનેકવિધ સીમાચિહ્નો સર કરવામાં મદદ મળી છે. મને એ વાત જણાવતા ખૂબ આનંદ થાય છે કે, આ વર્ષે રિલાયન્સ કરવેરા-પૂર્વેના નફામાં રૂ. ₹ 100,000 કરોડના સ્તરને પાર કરનારી પ્રથમ ભારતીય કંપની બની છે.
મોબિલિટી તેમજ ફિક્સ્ડ વાયરલેસ સર્વિસીઝ એમ બંનેના સહયોગથી સબસ્ક્રાઈબર બેઝના તેજગતિએ વિસ્તરણને પગલે ડિજિટલ સર્વિસીઝ સેગમેન્ટનું પ્રદર્શન વેગવાન બન્યું છે. 108 મિલિયન ટ્રુ 5G ગ્રાહકો સાથે, જિયો ખરા અર્થમાં ભારતમાં 5G પરિવર્તનનું સુકાની બન્યું છે. તમામ 2G યુઝર્સને સ્માર્ટફોનમાં અપગ્રેડ કરવાથી માંડીને AI-ચલિત સોલ્યુશન્સ પેદા કરવાના પ્રયાસોમાં અગ્રેસર રહેવા સુધીના દરેક તબક્કે જિયોએ દેશના ડિજિટલ માળખાને મજબૂત બનાવવામાં પોતાની ક્ષમતા પૂરવાર કરી છે.
રિલાયન્સ રિટેલે પોતાની મજબૂત ઓમ્ની-ચેનલ ઉપસ્થિતિ દ્વારા ગ્રાહકોને અખૂટ પસંદગીઓ પૂરી પાડવાનું ચાલુ રાખ્યું છે. સ્ટોર્સના રિ-મોડલિંગ તેમજ લેઆઉટ્સને નવું સ્વરૂપ પ્રદાન કરીને પ્રોડક્ટ નવીનીકરણ તેમજ સર્વોત્તમ ઓફલાઈન અનુભૂતિ પ્રદાન કરવાનું અમે ચાલુ રાખ્યું છે. અમારા ડિજિટલ કોમર્સ પ્લેટફોર્મ પણ વિશાળ બ્રાન્ડ કેટલોગ દ્વારા ઉપભોક્તાઓને નવા સોલ્યુશન્સ પૂરા પાડી રહ્યા છે. રિલાયન્સ રિટેલ પણ નવા કોમર્સ ક્ષેત્રમાં પોતાની અનોખી પહેલો દ્વારા કરોડો વેપારીઓને સશક્ત બનાવવા માટે કાર્યરત છે.
વિશ્વભરમાં ઈંધણની મજબૂત માગ, અને વૈશ્વિક રિફાઈનિંગ પ્રણાલિમાં મર્યાદિત લવચીકતાએ O2C સેગમેન્ટના માર્જિન અને નફાકારકતાને સહાયતા પૂરી પાડી છે. સમગ્ર વર્ષ દરમિયાન પાયાગત કેમિકલ ઉદ્યોગે અત્યંત પડકારજનક બજાર પરિસ્થિતિઓનો સામનો કર્યો છે. આવી સામા વ્હેણની પરિસ્થિતિઓમાં પણ, અગ્રણી પ્રોડક્ટ પોઝિશન અને પડતર નિયંત્રણને પ્રાથમિકતા આપનારાં અમારા ઓપરેટિંગ મોડેલ દ્વારા ફીડબેક લવચીકતાને જાળવી રાખીને અમે સ્પર્ધાત્મક પરિણામો પૂરા પાડી શક્યા છીએ. KG-D6 બ્લોકે 30 MMSCMD ઉત્પાદનનો આંક હાંસલ કર્યો છે અને હવે તે ભારતના ઘરેલુ ગેસ ઉત્પાદનમાં 30% જેટલું યોગદાન આપી રહ્યો છે. ન્યૂ એનર્જી સેગમેન્ટ સહિતના અમારા પ્રોજેક્ટ્સ અને નવતર પહેલો પ્રત્યે અમે કટિબદ્ધ છીએ, જેનાથી કંપનીને વેગ મળશે, તેમજ ભવિષ્ય માટે સાતત્યપૂર્ણ વૃદ્ધિ પૂરી પાડવામાં તેને મદદ પ્રાપ્ત થશે.”
જિયો પ્લેટફોર્મ્સના સંકલિત પરીણામો
- ત્રિમાસિક રેવન્યુ રૂ. 33,835 કરોડ, વાર્ષિક ધોરણે 13.3%ની વૃધ્ધિ
- ત્રિમાસિક EBITDA રૂ. 14,360 કરોડ, વાર્ષિક ધોરણે 12.5%ની વૃધ્ધિ
- ઇન્ડસ્ટ્રીમાં સૌથી વધારે સબસ્ક્રાઇબર્સની વૃધ્ધિ, FY24માં 42.4 મિલિયનનો ચોખ્ખો ઉમેરો
- 5G સ્વિકૃતિ અને હોમ સ્કેલ અપને કારણે ડેટા ટ્રાફિક FY24માં 148 એક્સાબાઇટ, વાર્ષિક ધોરણે 31%ની વૃધ્ધિ
- જિયોએ ભારતના 5G તરફના બદલાવને જાળવી રાખતા 108 મિલિયન કરતા વધારે સબસ્ક્રાઇબર્સ નોંધાવ્યા છે, જે હવે જિયોના વાયરલેસ ડેટા ટ્રાફિકના 28% થાય છે;
- ચીનની બહાર કોઇપણ ઓપરેટર દ્વારા નોંધવવામાં આવેલો સૌથી વધારે 5G સબસ્ક્રાઇબર્સ બેઝ
- જિયોએરફાઇબરને 5,900 શહેરોમાં તંદુરસ્ત માગ જોવા મળી રહી છે, જેનાથી ત્રિમાસિકગાળામાં સૌથી વધારે ઘરોને જોડી શકાયા છે
- ડિજીટલ સર્વિસીસના કારણે જિયો પ્લેટફોર્મ્સની સ્ટેડઅલોન ક્વાર્ટર્લી રેવન્યુ વાર્ષિક ધોરણે 64%ની વૃધ્ધિ પામી
રિલાયન્સ જિયો ઈન્ફોકોમના ચેરમેન આકાશ એમ અંબાણીએ જણાવ્યું હતું કે, “જિયોએ તેની નેટવર્ક લીડરશીપ જાળવી રાખી છે અને વૈવિધ્યપૂર્ણ ગ્રાહક સમૂહોને નવીન ડિજિટલ સોલ્યુશન્સ ઓફર કરી રહ્યું છે. તેના પરિણામે સબ્સ્ક્રાઇબર વધારા અને એન્ગેજમેન્ટ લેવલની દૃષ્ટિએ સતત ઉત્કૃષ્ટ પરફોર્મન્સ થઈ રહ્યું છે. જિયોએરફાઇબરના સબ્સ્ક્રાઇબર બેઝમાં સતત વધારો અને ડિજિટલ સેવાઓની ઝડપ થકી જિયો ઉદ્યોગ-અગ્રણી વૃદ્ધિને ટકાવી રાખશે.”
રિલાયન્સ રીટેલના કોન્સોલિડેટેડ પરીણામો
- ત્રિમાસિક રેવન્યુ રૂ. 76,627 કરોડ, વાર્ષિક ધોરણે 10.6%ની વૃધ્ધિ
- ત્રિમાસિક EBITDA રૂ. 5,823 કરોડ, વાર્ષિક ધોરણે 18.5%ની વૃધ્ધિ
- તમામ ફોર્મેટમાં મળીને કુલ ફૂટફોલ 272 મિલિયન, 562 નવા સ્ટોર્સ ખૂલ્યાં
રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર ઈશા એમ. અંબાણીએ જણાવ્યું હતું કે, “સમગ્ર કન્ઝમ્પશન બાસ્કેટમાં વૃદ્ધિને કારણે રિલાયન્સ રિટેલે સ્થિરતા સાથેનું પર્ફોર્મન્સ આપવાનું ચાલુ રાખ્યું છે. અમે અમારા ગ્રાહકોને મળતાં મૂલ્યને બહેતર બનાવવા અને ગ્રાહકોની બદલાતી જરૂરિયાતોને પૂરી કરવા માટે તમામ ફોર્મેટ અને ઉત્પાદનોમાં રોકાણ અને નવીનતા લાવવાનું ચાલુ રાખી રહ્યા છીએ. અમારા રિટેલ બિઝનેસનું મજબૂત વિસ્તરણ અને વૃધ્ધિ વિકાસ ગ્રાહકને કેન્દ્રસ્થાને રાખવાની ભાવના અને ભારતના ગ્રાહક વપરાશની યાત્રામાં વિશ્વાસની અમારી પ્રતિબદ્ધતા દર્શાવે છે”.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે