1 રૂપિયાથી 30 રૂપિયાને પાર પહોંચ્યા અનિલ અંબાણીની કંપનીના શેર, 2600% ની તોફાની તેજી

અનિલ અંબાણીની કંપની રિલાયન્સ પાવરના શેર 19 ટકાની તેજીની સાથે 30.99 રૂપિયા પર પહોંચી ગયા છે. કંપનીના શેર 1.13 રૂપિયાથી 30 રૂપિયાને પાર પહોંચ્યા છે. આ સમયમાં કંપનીના શેરમાં 2600 ટકાની તેજી આવી છે. 
 

1 રૂપિયાથી 30 રૂપિયાને પાર પહોંચ્યા અનિલ અંબાણીની કંપનીના શેર, 2600% ની તોફાની તેજી

નવી દિલ્હીઃ અનિલ અંબાણીની માલિકીવાળી કંપની રિલાયન્સ પાવરના શેરમાં તોફાની તેજી આવી છે. કંપનીના શેર ગુરૂવારે 20 ટકાની તેજીની સાથે 31.15 રૂપિયા પર પહોંચી ગયા છે. કારોબારના અંતમાં રિલાયન્સ પાવરના શેર 19.38 ટકાની તેજીની સાથે 30.99 રૂપિયા પર બંધ થયા છે. કંપનીના શેરનો આ એક વર્ષનો નવો હાઈ છે. રિલાયન્સ પાવરના શેર ઓલ ટાઈમ હાઈથી 99 ટકા તૂટી 1.13 રૂપિયા પર આવી ગયા હતા અને કંપનીના શેરમાં 2600 ટકાથી વધુની તેજી આવી છે. કંપનીના શેરનું 52 સપ્તાહનું લો લેવલ 9.05 રૂપિયા છે. 

99% તૂટ્યા બાદ શેરમાં 2600% ની તેજી
રિલાયન્સ પાવરના શેરમાં છેલ્લા ચાર વર્ષમાં 2600 ટકાથી વધુની તેજી આવી છે. કંપનીના શેર 1.13 રૂપિયાથી વધી 30.99 રૂપિયા પર પહોંચી ગયા છે. રિલાયન્સ પાવરના શેરમાં આ તેજી મોટા ઘટાડા બાદ આવી છે. કંપનીના શેર 23 મે 2008ના 274.84 રૂપિયા પર હતા. રિલાયન્સ પાવરના શેર 99 ટકાથી વધુના ઘટાડા સાથે 27 માર્ચ 2020ના 1.13 રૂપિયા પર પહોંચી ગયા હતા. પરંતુ ત્યારબાદ રિલાયન્સ પાવરના શેરમાં જોરદાર રિકવરી જોવા મળી છે. રિલાયન્સ પાવરનું માર્કેટ કેપ 11000 કરોડ રૂપિયાને પાર પહોંચી ગયું છે.

3 વર્ષમાં કંપનીના શેરમાં 775 ટકાનો વધારો
રિલાયન્સ પાવર (Reliance Power)ના શેરમાં છેલ્લા ત્રણ વર્ષમાં 775 ટકાથી વધુનો ઉછાળો આવ્યો છે. કંપનીના શેર 1 જાન્યુઆરી 2021ના 3.49 રૂપિયા પર હતા. રિલાયન્સ પાવરના શેર 4 જાન્યુઆરી 2024ના 30.99 રૂપિયા પર પહોંચી ગયા છે. છેલ્લા એક વર્ષમાં અનિલ અંબાણીની કંપનીના શેરમાં 109 ટકાથી વધુની તેજી આવી છે. કંપનીના શેર 4 જાન્યુઆરી 2023ના 14.45 રૂપિયા પર હતા, જે હવે 30.99 રૂપિયા પર પહોંચ્યા છે. છેલ્લા છ મહિનામાં કંપનીના શેરમાં 105 ટકાની તેજી જોવા મળી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news