માલામાલ થવાની તક..! રિલાયન્સના શેર પહોંચશે હાઈ સપાટી પર? બ્રોકરેજે જણાવી ટાર્ગેટ પ્રાઈસ

Reliance Industries Share Price Target: જો તમે પણ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો, તો તમને જણાવી દઈએ કે તમને કંપનીના શેરમાં 36% સુધીનો ઉછાળો જોવા મળી શકે છે.
 

Trending Photos

માલામાલ થવાની તક..! રિલાયન્સના શેર પહોંચશે હાઈ સપાટી પર? બ્રોકરેજે જણાવી ટાર્ગેટ પ્રાઈસ

Reliance Industries Share Price Target: શું તમે પણ મુકેશ અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો? તો તમારા માટે સારા સમાચાર છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેર વર્તમાન લેવલથી 36% સુધી વધવાની ઉમ્મીદ છે. તાજેતરમાં બે મોટી વિદેશી બ્રોકરેજ ફર્મ્સ મોર્ગન સ્ટેનલી અને જેપી મોર્ગને તેમના તાજેતરના રિપોર્ટમાં જણાવ્યું છે કે કંપનીના શેરમાં ટૂંક સમયમાં મોટો ઉછાળો જોવા મળી શકે છે. રિપોર્ટમાં બન્ને કંપનીઓએ બુલિશ આઉટલૂક આપ્યો છે અને તેને 'ઓવરવેટ' રેટિંગ આપ્યું છે.

અહીં પણ સુધારાની આશા
તેમના રિપોર્ટમાં જેપી મોર્ગને જણાવ્યું છે કે, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના રિફાઈનિંગ બિઝનેસનું માર્જિન, જે પહેલા ખૂબ જ નબળું હતું, તે હવે સુધરવાના સંકેત દેખાઈ રહ્યું છે. આ સાથે રિટેલ બિઝનેસમાં સેલ્સ ગ્રોથની ધીમી ગતિ, જે તાજેતરના ઘટાડાનું બીજું કારણ હતું, તે પણ ધીમે ધીમે સુધરી રહી છે.

ફ્રી કેશ ફ્લો થશે મજબૂત
મોર્ગન સ્ટેન્લી પણ આ મત સાથે સહમત છે. નોંધનીય છે કે, રિફાઈનિંગ માર્જિનમાં છેલ્લા બે નબળા ક્વાર્ટર પછી મજબૂતી જોવા મળી રહી છે. 2025 સુધીમાં ગ્લોબલ લેવર પર લગભગ 600,000 બેરલ પ્રતિ દિવસ રિફાઇનિંગ ક્ષમતા બંધ થવાની સંભાવના છે. આ સ્થિતિ રિલાયન્સ માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે, જે તેના ફ્રી કેશ ફ્લોને મજબૂત બનાવી શકે છે.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેર 36% સુધી વધશે
આવી સ્થિતિમાં જો તમે પણ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો, તો તમને જણાવી દઈએ કે મોર્ગન સ્ટેનલીએ કંપનીના શેરની ટાર્ગેટ કિંમત 1,662 રૂપિયા પ્રતિ શેર તરીકે આપી છે, જે વર્તમાન લેવલ કરતા લગભગ 36% વધુ છે. શુક્રવાર 22 નવેમ્બરે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો શેર NSE પર 3.35% વધીને રૂ. 1,264 પર બંધ થયો હતો. જેપી મોર્ગને તેના પર 1,468 રૂપિયાનો લક્ષ્યાંક રાખ્યો છે. તેનો અર્થ એ છે કે જો એકંદરે જોવામાં આવે તો રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં રોકાણ કરવાની આ સારી તક હોઈ શકે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news