RBI Monetary Policy 2022 : રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનો મોટો નિર્ણય, વ્યાજ દરમાં નથી કરાયો કોઈ ફેરફાર

RBI Monetary Policy The Monetary Policy Committee – MPC : રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ વ્યાજના દરમાં કોઈ ફેરફાર કર્યો નથી. ત્રિદિવસીય નાણાકીય નીતિ સમિતિ એટલેકે, મોનિટરી પોલીસી કમિટીની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.

RBI Monetary Policy 2022 : રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનો મોટો નિર્ણય, વ્યાજ દરમાં નથી કરાયો કોઈ ફેરફાર

નવી દિલ્લીઃ આજરોજ આરબીઆઇના ગવર્નર શક્તિકાંત દાસે RBI Monetary Policy જાહેર કરી હતી. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ વ્યાજના દરમાં કોઈ ફેરફાર કર્યો નથી. ત્રિદિવસીય નાણાકીય નીતિ સમિતિની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.RBI ના ગવર્નર શક્તિકાંત દાસે આજે બેઠકના નિર્ણય અંગે માહિતી આપી હતી.

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસે મોનિટરી પોલિસીની જાહેરાત કરી હતી. MPCએ પોલિસી રેટમાં કોઈ ફેરફાર કર્યો નથી. રેપો રેટ 4 ટકા પર યથાવત છે. આરબીઆઈ ગવર્નરે કહ્યું કે સમિતિએ નીતિ દરોમાં કોઈ ફેરફાર નહીં કરવાનો નિર્ણય લીધો છે. માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી રેટ અને બેંક રેટ 4.25 ટકા રહેશે. રિવર્સ રેપો રેટ 3.35 ટકા પર રહેશે. કેન્દ્રીય બેંકે સતત 10મી વખત વ્યાજ દરોમાં કોઈ ફેરફાર કર્યો નથી. અગાઉ, રિઝર્વ બેંકે છેલ્લે 22 મે 2020ના રોજ વ્યાજ દરોમાં ફેરફાર કર્યો હતો.

 

— ANI (@ANI) February 10, 2022

 

મહારાષ્ટ્ર સરકાર દ્વારા 7 ફેબ્રુઆરીને જાહેર રજા જાહેર કરવાના કારણે ભારતીય રિઝર્વ બેંકએ મોનિટરી પોલિસી કમિટીની બેઠકના શિડ્યુલમાં ફેરફાર કરવાની જાહેરાત કરી હતી. આરબીઆઈની એમપીસી બેઠક આજે એટલે કે 7 ફેબ્રુઆરીથી શરૂ થવાની હતી જે  બાદમાં ક 8મી ફેબ્રુઆરીથી 10મી ફેબ્રુઆરી સુધી મળી હતી.

આરબીઆઈ દર બે મહિને વ્યાજના દર અંગે નિર્ણય લે છે. આ કાર્ય 6-સભ્યોની નાણાકીય નીતિ સમિતિ દ્વારા હાથ ધરવામાં આવે છે. હાલમાં આરબીઆઈનો રેપો રેટ 4% છે જ્યારે રિવર્સ રેપો રેટ 3.35% છે. ઘણા સમયથી આરબીઆઈએ પોલિસી રેટ સમાન રાખ્યા છે. આ દર છેલ્લા 15 વર્ષના સૌથી નીચા સ્તરે છે. આરબીઆઈ દ્વારા બેંકોને અપાયેલી લોન પર લેવામાં આવતા વ્યાજને રેપો રેટ કહેવામાં આવે છે. આરબીઆઈ દ્વારા બેંકો દ્વારા જમા કરાયેલા રૂપિયા પર ચૂકવવામાં આવતા વ્યાજને રિવર્સ રેપો રેટ કહેવામાં આવે છે.

આરબીઆઈ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે, “મહારાષ્ટ્ર સરકાર દ્વારા સ્વર્ગસ્થ ભારત રત્ન લતા મંગેશકરના સન્માનમાં 7 ફેબ્રુઆરી, 2022ને જાહેર રજા તરીકે જાહેર કરવાને કારણે MPC મીટિંગનું શેડ્યૂલ 8 થી 10 ફેબ્રુઆરી 2022 સુધી બદલવામાં આવ્યું હતું.”

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news