RBI એ રેપો રેટમાં કર્યો 0.35% નો ઘટાડો, ટૂંક સમયમાં સસ્તી થશે લોન અને EMI

રિઝર્વ બેંક ઓફ ઇન્ડીયા (RBI) એ રેપો રેટ કટ કરવાની જાહેરાત કરી છે. રેપો રેટમાં 0.35 બેસિસ પોઇન્ટનો ઘટાડો કર્યો છે. રિવર્સ રેપો રેટમાં પણ 0.35 નો ઘટાડો થયો છે. હવે રેપો રેટ 5.40 ટકા અને રિવર્સ રેપો રેટ 5.15 ટકા કરી દેવામાં આવ્યો છે. પહેલાં રેપો રેટ 5.75 ટકા અને રિવર્સ રેપો રેટ 5.50 ટકા હતો. 

RBI એ રેપો રેટમાં કર્યો 0.35% નો ઘટાડો, ટૂંક સમયમાં સસ્તી થશે લોન અને EMI

નવી દિલ્હી: રિઝર્વ બેંક ઓફ ઇન્ડીયા (RBI) એ રેપો રેટ કટ કરવાની જાહેરાત કરી છે. રેપો રેટમાં 0.35 બેસિસ પોઇન્ટનો ઘટાડો કર્યો છે. રિવર્સ રેપો રેટમાં પણ 0.35 નો ઘટાડો થયો છે. હવે રેપો રેટ 5.40 ટકા અને રિવર્સ રેપો રેટ 5.15 ટકા કરી દેવામાં આવ્યો છે. પહેલાં રેપો રેટ 5.75 ટકા અને રિવર્સ રેપો રેટ 5.50 ટકા હતો. રિઝર્વ બેંકે સતત ચોથી વાર રેપો રેટ ઘટાડવાની જાહેરાત કરી છે. 2019માં અત્યાર સુધી રેપો રેટમાં 1.10 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે.  

આ ઉપરાંત મોનિટરી પોલિસી બેઠકમાં NBFC ને પૂંજી ઉપલબ્ધતાને લઇને નિર્ણય લેવામાં આવ્યો છે. રેપો રેટ કટ થતાં બેંકોને હવે સસ્તી લોન મળશે જેના લીધે તે ગ્રાહકોને સસ્તી લોન આપી શકશે. સાથે જ ઇએમઆઇ પણ ઘટશે. આર્થિક વિશેષજ્ઞોને પુરી સંભાવના હતી કે રિઝર્વ બેંક રેટ કટની જાહેરાત કરશે. રિઝર્વ બેંકે અર્થવ્યવસ્થાના વિકાસ દરનું અનુમાન પણ ઘટાડી દીધું છે. નાણાકીય વર્ષ 2019-20 માટે વિકાસ દર અનુમાન 7 ટકાથી ઘટાડીને 6.9 ટકા કરી દીધું છે. 

રિઝર્વ બેંકે કેશ રિઝર્વ રેશિયો (CRR) 4 ટકા પર યથાવત રાખ્યો છે. આગામી પોલિસી હવે 4 ઓક્ટોબરના રોજ રજૂ કરવામાં આવશે. રેટ કટની જાહેરાત કરતાં ગર્વનર શક્તિકાંત દાસે કહ્યું કે જૂનની બેઠક બાદ ગ્લોબલ ગ્રોથમાં ધીમાપણું આવ્યું છે. મોનિટરી પોલિસી કમિટી 6 માંથી 4 સભ્યોને રેટ કટના પક્ષમાં મતદાન કર્યું છે. 

ડિસેમ્બરથી 24 કલાક NEFT ની સુવિધાની જાહેરાત કરવામાં આવી છે. પ્રથમ ત્રિમાસિકમાં કંઝ્યૂમર પ્રાઇસ ઇંડેક્સ (CPI) આધારિત મોંઘવારી દર 3.6 ટકા રહ્યો. રિઝર્વ બેંકે કહ્યું કે મોનસૂનમાં તેજીથી કૃષિ ક્ષેત્રમાં સુધારાની સંભાવનાઓ વધી છે. જોકે હાલમાં શહેરી માંગ અને પેસેંજર કારની માંગમાં ઘટાડો આવ્યો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news