હવે તહેવારમાં નહીં થયા ટિકિટની મારામારી, રેલવે કરી રહ્યું છે આ કામ
જો તમે દશેરા અથવા દિવાળીમાં ઘરે જવાનો પ્લાન કરી રહ્યાં છો, પરંતુ સાથે જ એવું પણ વિચારી રહ્યાં છો કો, ટ્રેનની ટિકિટ મળશે કે નહીં. તો તમારી ચિંતા રેલવેએ દૂર કરી છે. તહેવારની સિઝનમાં ટ્રેનની વધતી માંગને જોઇ રેલવેએ 200 વધારાની ટ્રેન શરૂ કરવાનો નિર્ણય કર્યો છે
Trending Photos
નવી દિલ્હી: જો તમે દશેરા અથવા દિવાળીમાં ઘરે જવાનો પ્લાન કરી રહ્યાં છો, પરંતુ સાથે જ એવું પણ વિચારી રહ્યાં છો કો, ટ્રેનની ટિકિટ મળશે કે નહીં. તો તમારી ચિંતા રેલવેએ દૂર કરી છે. તહેવારની સિઝનમાં ટ્રેનની વધતી માંગને જોઇ રેલવેએ 200 વધારાની ટ્રેન શરૂ કરવાનો નિર્ણય કર્યો છે.
15 ઓક્ટોબરથી શરૂ થશે ટ્રેન
રેલવે 15 ઓક્ટોબરથી 30 નવેમ્બર વચ્ચે 200 સ્પેશિયલ ટ્રેન શરૂ કરશે. જેથી યાત્રીઓ સરળતાથી ટિકિટ મેળવી શકે અને યાત્રા દરમિયાન કોઈ પ્રકારની મુશ્કેલી ઉઠાવી પડે નહીં. રેલવે બોર્ડના અધ્યક્ષ અને CEO વીકે યાદવે જણાવ્યું કે તહેવારની સિઝનમાં રેલવે 200થી વધારે ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન શરૂ કરશે. ડિમાન્ડ વધવા પર સ્પેશિયલ ટ્રેનોની સંખ્યા વધારવામાં આવી શકે છે.
યાદવે કહ્યું, અમે વિવિધ ઝોનના જનરલ મેનેજરોની સાથે બેઠક કરી અને નિર્દેશ આપ્યા છે. કે તે સ્થાનીક તંત્ર સાથે વાતચીત કરી કોરોના વાયરસ સંક્રમણની સ્થિતિની સમીક્ષા કરે. તેમના રિપોર્ટ માંગવામાં આવ્યા છે અને આ આધાર પર નિર્ણય થશે કે તહેવારની સિઝનમાં કેટલી સ્પેશિયલ ટ્રેન શરી કરવામાં આવે.
આ મહિનામાં શરૂ કરાશે 80 ટ્રેનો
તમને જણાવી દઇએ કે, રેલવે તાજેતરમાં તમામ રેગ્યુલર યાત્રી ટ્રેન અનિશ્ચિતકાળ માટે સસ્પેન્ડ કરી છે. 12 મેના રેલવેએ 15 પ્રિમિયમ રાજધાની સ્પેશિયલ ટ્રેનોની શરૂઆત કરી હતી. જે દિલ્હીથી દેશના અન્ય ભાગ માટે શરૂ કરવામાં આવી હતી. આ ઉપરાંત 1 જૂનથી 100 લાંબી અન્ય ટ્રેનો પણ શરૂ કરી હતી. 12 સપ્ટેમ્બરના પણ રેલવેએ 80 વધારાની ટ્રેનોની શરૂઆત કરી હતી.
માંગને જોતા વધારશે ટ્રેનોની સંખ્યા
રેલવેએ રાજ્ય સરકારોની જરૂરીયાતો અને મહામારીની સ્થિતિને જોતા યાત્રી સુવિધાઓની દરરોજ સમીક્ષા કરવાનો નિર્ણય કર્યો છે. વીકે યાદવે કહ્યું કે, જ્યાં સુધી યાત્રી ટ્રેનોની વાત છે અમે ટ્રેનોની જરૂરિયાત, ટ્રાફિક અને કોવિડ-19ની સ્થિતિની દરરોજ સમીક્ષા કરીશું. જ્યાં પણ જરૂરીયાત હશે, અમે ટ્રેન ચલાવીશું.
ક્લોન ટ્રેન્સને લઇને યાદવે કહ્યું કે, તેમાં ઓક્યુપેન્સી લગભગ 60 ટકા છે. આ ટ્રેનોને વધારે ડિમાન્ડવાળા રૂટ્સ પર શરૂ કરવાની છે. રેલવેનો પ્રયત્ન છે કે, જ્યાં પણ ટ્રેનો માટે લાંબી વેટિંગ લિસ્ટ છે, ત્યાં ક્લોન ટ્રેન શરૂ કરવામાં આવશે. રેલવેએ એવું પણ કહ્યું છે કે, જ્યાં પણ ક્લોન ટ્રેન મુકવામાં આવશે, તે રૂટ પર એક અન્ય ક્લોન ટ્રેન મુકવામાં આવશે જેથી કોઇપણ યાત્રી વેટિંગ લિસ્ટમાં ના રહે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે