3 મહિનામાં મોટી કમાણી કરાવશે આ Railway Stock,2023માં આપ્યું 250% રિટર્ન, જાણો વિગત

Railway Stocks to BUY: વર્ષ 2023માં શેરબજારમાં જોરદાર તેજી જોવા મળી છે. આ સાથે ઘણા સેક્ટરે શાનદાર પ્રદર્શન કર્યું છે. રેલવેની કંપનીઓ પણ ઈન્વેસ્ટરોને સારૂ રિટર્ન આપી રહી છે. તમે પણ એક રેલવે કંપનીના સ્ટોકમાં શોર્ટ ટર્મ માટે રોકાણ કરી શકો છો. 

3 મહિનામાં મોટી કમાણી કરાવશે આ Railway Stock,2023માં આપ્યું 250% રિટર્ન, જાણો વિગત

Railway Stocks to BUY: વર્ષ 2023માં રેલવે થીમે જબરદસ્ત પ્રદર્શન કર્યું. આ થીમ સાથે જોડાયેલી કંપનીઓને ભરી-ભરીને ઓર્ડર મળ્યા છે. માનવામાં આવી રહ્યું છે કે બજેટ 2024માં પણ ઈન્ડિયન રેલવે માટે મેગા બજેટની જાહેરાત કરવામાં આવશે. રેલમંત્રી અશ્વિની વૈષ્ણવે લોકસભામાં કહ્યું કે આવનારા સમયમાં વેગન રિપ્લેસમેન્ટનું કામ યથાવત રહેશે. બજેટ પહેલા વેગન બનાવનારી કંપની જુપિટર વેગનમાં બ્રોકરેજે શોર્ટ ટર્મની દ્રષ્ટિએ ખરીદીની સલાહ આપી છે. આ શેર 322 રૂપિયા (Jupiter Wagons Share Price)ના સ્તર પર છે.

Jupiter Wagons Share Price Target
SBI સિક્યોરિટીઝે શોર્ટ ટર્મની દ્રષ્ટિએ રેલવે સ્ટોક જુપિટર વેગનમાં ખરીદીની સલાહ આપી છે. Jupiter Wagon Share માં 325.7-333 રૂપિયાની રેન્જમાં ખરીદીની સલાહ આપી છે. 362 રૂપિયા ટાર્ગેટ પ્રાઇઝ આપી છે. વર્તમાન સ્તરથી તે 12 ટકા વધુ છે. 

Jupiter Wagons Share Price History
Jupiter Wagon Share નો 52 વીકનો હાઈ 411 રૂપિયા છે, જે ઓલટાઈમ હાઈ પણ છે. 6 સપ્ટેમ્બર 2023ના શેર આ સ્તરે પહોંચ્યો હતો. 52 વીકનો લો 83 રૂપિયા છે. આ એક મલ્ટીબેગર રેલવે સ્ટોક છે. ત્રણ મહિનામાં કોઈ રિટર્ન આપ્યું નથી. ઓલ ટાઈમ હાઈથી 20-22% કરેક્ટ થઈ ચુક્યો છે. આ વર્ષે સ્ટોકે 250 ટકાનું દમદાર રિટર્ન આપ્યું છે. 

જુપિટર વેગન ઈન્ડિયન રેલવે માટે વેગન બનાવે છે. બ્રોકરેજે કહ્યું કે કોલકત્તા સ્થિત ફાઉન્ડ્રી કેપિસિટીનું એક્સપેન્શન FY24 ના અંતમાં પૂરુ કરી લેવામાં આવશે. જબલપુરમાં પણ નવું ફાઉન્ડ્રી સેટઅપ કરવામાં આવી રહ્યું છે, જે આગામી 18 મહિનામાં પૂરુ કરી લેવામાં આવશે. તેની મદદથી કંપનીની ક્ષમતા 700 વેગન વર્ષે તૈયાર કરવાથી વધી 1000 વેગન પહોંચી જશે. 

Jupiter Wagons ની ઓર્ડર બુક દમદાર
કંપનીની ઓર્ડર બુક દમદાર છે. 30 સપ્ટેમ્બર 2023ના આધાર પર કંપનીની કુલ ઓર્ડર બુક 5952 કરોડ રૂપિયાની છે. હાલમાં કંપનીને 1617 કરોડનો મોટો ઓર્ડર રેલવે મિનિસ્ટ્રી તરફથી મળ્યો છે. કંપનીએ ઈલેક્ટ્રિક વ્હીકલ સેગમેન્ટમાં પણ એન્ટ્રી કરી છે. માનવામાં આવી રહ્યું છે કે FY24 ના ચોથા ક્વાર્ટરમાં ઇન લાઇટ કોમર્શિયલ વ્હીકલને લોન્ચ કરી દેશે. 

(ડિસ્ક્લેમરઃ અહીં સ્ટોક્સમાં રોકાણની સલાહ બ્રોકરેજ હાઉસ દ્વારા આપવામાં આવી છે. આ ઝી 24 કલાકના વિચાર નથી. શેરબજારમાં રોકાણ કરતા પહેલા તમારા એડવાઇઝર સાથે જરૂર ચર્ચા કરો)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news