PNB વેચી રહી છે 12000 થી વધુ મકાન, માર્કેટ કરતાં ઓછા ભાવમાં મળશે પ્રોપર્ટી

PNB Update: પંજાબ નેશનલ બેંક દ્વારા એક ખાસ ઓફર લાવવામાં આવી છે, જેના હેઠળ તમે સસ્તામાં ઘર ખરીદી શકો છો. તમારી પાસે આ તક ફક્ત આજ માટે જ છે. આમાં રહેણાંક મિલકત, વ્યાપારી મિલકત, ઔદ્યોગિક મિલકત અને કૃષિ મિલકતનો સમાવેશ થાય છે.

PNB વેચી રહી છે 12000 થી વધુ મકાન, માર્કેટ કરતાં ઓછા  ભાવમાં મળશે પ્રોપર્ટી

Punjab National Bank: જો તમારો પણ આ વર્ષે ઘર ખરીદવાનો પ્લાન છે, તો દેશની સરકારી બેંક PNB તમને આ તક આપી રહી છે. પંજાબ નેશનલ બેંક (PNB mega e-auction) એ આ અંગે ટ્વિટ કરીને જણાવ્યું છે કે આજે તમારી પાસે સસ્તું ઘર ખરીદવાની તક છે. PNB આજે રેસિડેન્શિયલ પ્રોપર્ટી, કોમર્શિયલ પ્રોપર્ટી, ઈન્ડસ્ટ્રીયલ પ્રોપર્ટી અને એગ્રીકલ્ચર પ્રોપર્ટીનું વેચાણ કરી રહ્યું છે.

PNBએ કર્યું ટ્વિટ 
પંજાબ નેશનલ બેંકે ઓફિશિયલ ટ્વીટમાં લખ્યું છે કે PNB મેગા ઈ-ઓક્શન સાથે તમારી સપનાની પ્રોપર્ટી મેળવવાની તકનો લાભ લો. તમે સસ્તા ઘર માટે આજે એટલે કે 20મી જુલાઈએ બિડ કરી શકો છો.

12022 મકાનો માટે લગાવી શકે છો બોલી
PNBએ જણાવ્યું છે કે તે 12022 મકાનો, 2313 દુકાનો, 1171 ઔદ્યોગિક મિલકતો અને 103 ખેતીની જમીન વેચી રહી છે. આ હરાજી વિશે વધુ માહિતી માટે, તમે ઓફિશિયલ લિંક https://ibapi.in/ પર વિઝિટ કરી શકો છો.

કયા પ્રકારની મિલકતની હરાજી કરવામાં આવે છે?
તમને જણાવી દઈએ કે ઘણા લોકો બેંક પાસેથી પ્રોપર્ટી માટે લોન લો છો, પરંતુ કેટલાક કારણોસર તેઓ તેમની લોન ચૂકવવામાં અસમર્થ હોય છે, તો તે બધા લોકોની જમીન અથવા પ્લોટ બેંક દ્વારા કબજે કરવામાં આવે છે. બેંકો દ્વારા સમયાંતરે આ પ્રકારની પ્રોપર્ટીની હરાજી કરવામાં આવે છે. આ હરાજીમાં, બેંક મિલકત વેચીને તેની બાકી રકમ વસૂલ કરે છે.

સરફેસી એક્ટ હેઠળ હરાજી થશે
તમને જણાવી દઈએ કે આ હરાજી સંપૂર્ણપણે પારદર્શક હશે. આ મેગા ઈ-ઓક્શન સરફેસી એક્ટ (SARFAESI Act) હેઠળ કરવામાં આવી રહ્યું છે. તે મિલકતો આ હરાજી હેઠળ રાખવામાં આવી છે, જે બેંક પાસે ગીરો છે અને કેટલાક કારણોસર તેમના માલિકો લોન ચૂકવવામાં સક્ષમ નથી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news