Tomato price: ટમેટાના ભાવમાં ફરી આવ્યો ઉછાળો, વધેલા ભાવ જાણી ટમેટા ન ખાવાની લઈ લેશો બાધા

Tomato price: ટમેટા એવું શાક છે જે રોજ ઉપયોગમાં આવે છે પરંતુ હવે ટમેટાના ભાવ આકાશ આંબી રહ્યા છે. પેટ્રોલ કરતાં પણ એક કિલો ટામેટા વધારે મોંઘા પડે છે તેથી ગૃહિણીઓનું બજેટ ખોવાઈ ગયું છે. ટમેટાના ભાવ સો રૂપિયા પહોંચ્યા હતા અને હવે તેમાં પણ વધારો થઈ ગયો છે.
 

Tomato price: ટમેટાના ભાવમાં ફરી આવ્યો ઉછાળો, વધેલા ભાવ જાણી ટમેટા ન ખાવાની લઈ લેશો બાધા

Tomato price: દેશના મોટાભાગના શહેરોમાં ટમેટાના ભાવમાં ભડકો થઈ ગયો છે. ટમેટા એવું શાક છે જે રોજ ઉપયોગમાં આવે છે પરંતુ હવે ટમેટાના ભાવ આકાશ આંબી રહ્યા છે. પેટ્રોલ કરતાં પણ એક કિલો ટામેટા વધારે મોંઘા પડે છે તેથી ગૃહિણીઓનું બજેટ ખોવાઈ ગયું છે. ટમેટાના ભાવ સો રૂપિયા પહોંચ્યા હતા અને હવે તેમાં પણ વધારો થઈ ગયો છે.

દેશના પ્રમુખ શહેરોમાં ટમેટાના ભાવ 155 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગયા છે. ટમેટાના સતત વધતા ભાવનું કારણ ટમેટાની વધતી માંગની સામે આ પૂરતી ઓછી હોવાનું છે. 

આ પણ વાંચો:

દેશના ઘણા મહાનગરોમાં ટમેટાની કિંમત 58 રૂપિયાથી 148 રૂપિયા પ્રતિ કિલો સુધી છે. જોકે સૌથી મોંઘા ટમેટા કલકત્તામાં 148 રૂપિયા પ્રતિ કિલો ના ભાવે વેચાઈ રહ્યા છે. આજની તારીખમાં ટમેટાનો સૌથી ઓછો ભાવ મુંબઈમાં છે જે 58 રૂપિયા પ્રતિ કિલો છે. આ સિવાય દિલ્હી અને ચેન્નઈ જેવા શહેરોમાં પણ ટમેટાનો ભાવ 110 થી 117 રૂપિયા પ્રતિ કિલો છે. ગુજરાતમાં પણ ટમેટાના ભાવ સતત વધી રહ્યા છે.

ઉપભોક્તા મંત્રાલયના આંકડા અનુસાર ટમેટાનું અખિલ ભારતીય ખુદરા મૂલ્ય 83.29 પ્રતિ કિલો હતું. જેનું મોડલ મૂલ્ય સો રૂપિયા પ્રતિ કિલો હતું. હાલના આંકડા અનુસાર સૌથી મોંઘા ટમેટા પશ્ચિમ બંગાળના સિલિગુડીમાં છે. અહીં ટમેટા 155 રૂપિયા પ્રતિ કિલો ના ભાવથી વેચાઈ રહ્યા છે. આ સિવાય ટમેટાની ગુણવત્તા એના આધારે તેનો ભાવ 120 થી 140 રૂપિયા પણ ઘણા શહેરોમાં જોવા મળ્યો છે. 

મહત્વનું છે કે છેલ્લા બે અઠવાડિયાથી દેશના મોટાભાગના રાજ્યોમાં ટમેટાની આપૂરતી બાંધી તે થઈ છે. વરસાદના કારણે ટામેટાનો પાક ઉતારવાની પ્રક્રિયા અને તેને દેશભરમાં પહોંચાડવાની વ્યવસ્થા બાધિત થઈ છે. તેના કારણે ટમેટાના ભાવ મોટા ભાગના શહેરોમાં વધી રહ્યા છે.

આ મામલે સરકારનું કહેવું છે કે ટામેટાના વધતા ભાવ અસ્થાયી સમસ્યા છે. હાલ થોડા સમય માટે ટમેટાના ભાવ વધારે રહેશે. પરંતુ આગામી 15 દિવસમાં ટમેટાના ભાવમાં ઘટાડો નોંધાશે અને એક મહિનામાં સ્થિતિ પહેલા જેવી સામાન્ય થઈ જશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news