Small Saving Scheme: આ 5 સેવિંગ સ્કીમમાં ઓછા સમય અને નાના રોકાણમાં મોટી કમાણીની તક

Small Saving Scheme: નાના રોકાણ પર મોટી કમાણી કરવા માંગતા હોવ તો તમારા ખાસ કામની છે આ વાત! જો તમે બચત યોજનામાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો, તો આ તમારા માટે સારો સમય છે. આવી પાંચ નાની બચત યોજનાઓ છે, જેમાં રોકાણ કરીને તમે મોટી કમાણી કરી શકો છો.

Small Saving Scheme: આ 5 સેવિંગ સ્કીમમાં ઓછા સમય અને નાના રોકાણમાં મોટી કમાણીની તક

Small Saving Scheme: ઘણાં લોકો આખી જિંદગી કામ-ધંધો કે નોકરી કરે તોય એમની પાસે પૈસા ભેગા થતા નથી હોતા. જ્યારે ઘણાં લોકો થોડા જ વર્ષોમાં સારા એવા પૈસા ભેગા કરીને આગળ વધતા હોય છે. તમે જાણો છો એ બન્ને લોકો વચ્ચે તફાવત શું છે? મોટો તફાવત એ છેકે, એક વ્યકતિ બચત કેવી રીતે કરવી તે જાણે છે અને તેને ફોલો કરે છે. જ્યારે બીજી વ્યક્તિ આ અંગે કંઈ કરતી નથી. આ આર્ટિકલમાં એ જ જણાવવામાં આવ્યું છે. જો તમે પણ નાના રોકાણમાં મોટી બચત કરવા માંગતા હોવ તો આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી બની શકે છે.

જો તમે બચત યોજનામાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો, તો આ તમારા માટે સારો સમય છે. આવી પાંચ નાની બચત યોજનાઓ છે, જેમાં રોકાણ કરીને તમે મોટી કમાણી કરી શકો છો. આ 5 સેવિંગ સ્કીમમાં ઓછા સમયમાં રોકાણ પર થશે મોટી કમાણી, મળશે 7થી 8 ટકા વ્યાજ! બજેટ 2023 માં, નાણા પ્રધાન નિર્મલા સીતારમણે વરિષ્ઠ નાગરિક બચત યોજના અને માસિક ખાતાની મર્યાદામાં વધારો કર્યો છે, હવે સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમમાં 15 લાખને બદલે 30 લાખ રૂપિયા અને MIS હેઠળ સિંગલ એકાઉન્ટમાં 9 લાખ રૂપિયા જમા કરી શકાશે.

આ 5 સેવિંગ સ્કીમમાં ઓછા સમયમાં રોકાણ પર થશે મોટી કમાણી, મળશે 7થી 8 ટકા વ્યાજ! તે જ સમયે, બજેટ પહેલા કેટલીક બચત યોજનાઓના વ્યાજમાં પણ વધારો કરવામાં આવ્યો હતો. આવી સ્થિતિમાં, જો તમે આ યોજનાઓમાં રોકાણ કરો છો, તો તમે એક સારું ફંડ જમા કરી શકો છો. ચાલો જાણીએ કે જેમાં કેટલું વ્યાજ આપવામાં આવી રહ્યું છે.

  • નેશનલ સેવિંગ્સ એકાઉન્ટ અથવા મંથલી ઈન્કમ એકાઉન્ટમાં પૈસા જમા કરવાની મર્યાદા વધારીને 15 લાખ રૂપિયા કરવામાં આવી છે, જે જોઈન્ટ એકાઉન્ટ માટે છે. એક ખાતામાં રોકાણની મર્યાદા 9 લાખ રૂપિયા છે. આના પર વાર્ષિક વ્યાજ 7.1 ટકા છે.
  • ટાઈમ ડિપોઝીટની વાત કરીએ તો તેમાં 1, 2, 3 કે 5 વર્ષ માટે પૈસા જમા કરાવી શકાય છે અને તેના પર 7 ટકા સુધીનું વ્યાજ આપવામાં આવશે.
  • વરિષ્ઠ નાગરિક બચત યોજનાની વાત કરીએ તો તેની મર્યાદા વધારીને 30 લાખ રૂપિયા કરવામાં આવી છે. સરકાર આ યોજના હેઠળ વાર્ષિક 8 ટકા વ્યાજ આપે છે.
  • નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ હેઠળ તમે ઇચ્છો તેટલા પૈસા જમા કરાવી શકો છો. આ અંતર્ગત વાર્ષિક રિટર્ન 7 ટકા સુધી અને પાકતી મુદત 5 વર્ષ છે.
  • પબ્લિક પ્રોવિડન્ટ ફંડમાં રોકાણ કરવાની મર્યાદા વાર્ષિક રૂ. 1.5 લાખ છે અને તે કરમુક્ત યોજના છે. આ હેઠળ વ્યાજ 7.1 ટકા છે. તેની પાકતી મુદત 15 વર્ષની છે, જેને 5-5 વર્ષ સુધી વધારી શકાય છે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news