PMGKAY: મોદી સરકારને લોકસભા જીતાડી શકે છે આ યોજના : 80 કરોડ લોકોને થશે ફાયદો

Pradhan Mantri Garib Kalyan Anna Yojana Eligibility: બ્લૂમબર્ગના રિપોર્ટ અનુસાર, 24 અબજ ડોલરની પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના જૂન 2024 સુધી લંબાવી શકાય છે, જે 31 ડિસેમ્બર, 2023ના રોજ સમાપ્ત થાય છે. અહેવાલ મુજબ, આ વિષય પર હાલમાં ચર્ચા થઈ રહી છે જે ખાનગી છે, પરંતુ આ અંગેનો અંતિમ નિર્ણય આગામી દિવસોમાં વડાપ્રધાન કાર્યાલય દ્વારા લેવામાં આવશે.

PMGKAY: મોદી સરકારને લોકસભા જીતાડી શકે છે આ યોજના : 80 કરોડ લોકોને થશે ફાયદો

Pradhan Mantri Garib Kalyan Ann Yojana: આ યોજના મોદી સરકાર દ્વારા કોરોના મહામારીના સમયે શરૂ કરવામાં આવી હતી. પછીથી તે રોગચાળાના અંત પછી પણ લંબાવવામાં આવી હતી. હવે લોકસભા પહેલાં મોદી સરકાર આ યોજનાનો ફરી અમલ કરી શકે છે.

આ વર્ષના અંતમાં ઘણા મોટા રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે, ત્યારબાદ 2024માં લોકસભાની ચૂંટણી થશે. આવી સ્થિતિમાં, મોદી સરકાર દેશના 80 કરોડથી વધુ લોકોને મફત અનાજ આપતી પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાને (Pradhan Mantri Garib Kalyan Ann Yojana)છ મહિના અને જૂન 2024 સુધી ચૂંટણી પૂરી થાય ત્યાં સુધી લંબાવી શકે છે, જેથી વડાપ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી માટે સતત ત્રીજી વખત વડાપ્રધાન બનવાનો રસ્તો સાફ થઈ શકે છે.

બ્લૂમબર્ગના રિપોર્ટ અનુસાર, 24 અબજ ડોલરની પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના જૂન 2024 સુધી લંબાવી શકાય છે, જે 31 ડિસેમ્બર, 2023ના રોજ સમાપ્ત થાય છે. અહેવાલ મુજબ, આ વિષય પર હાલમાં ચર્ચા થઈ રહી છે જે ખાનગી છે, પરંતુ આ અંગેનો અંતિમ નિર્ણય આગામી દિવસોમાં વડાપ્રધાન કાર્યાલય દ્વારા લેવામાં આવશે.

અધિકારીઓએ જણાવ્યું કે આ યોજનાને લંબાવવામાં વધુ ખર્ચ નહીં થાય અને આ ખર્ચ બજેટ ફાળવણી દ્વારા ઉઠાવવામાં આવશે. હકીકતમાં, પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અગાઉ 31 ડિસેમ્બર 2022 ના રોજ સમાપ્ત થઈ રહી હતી. પરંતુ આ યોજના 1 જાન્યુઆરી, 2023 થી નવા સ્વરૂપમાં શરૂ કરવામાં આવી હતી, જે અંતર્ગત પ્રાથમિક ઘરના લાભાર્થીઓને મફત અનાજ આપવા માટે અંત્યોદય અન્ન યોજના અને નવી સંકલિત ખાદ્ય સુરક્ષા યોજના 1 જાન્યુઆરી, 2023 થી શરૂ કરવામાં આવી હતી. આ યોજના હેઠળ 80 કરોડ ગરીબોને મફત અનાજ આપવાની જાહેરાત કરવામાં આવી હતી.

બાદમાં સરકારે કહ્યું કે આ યોજનાનું નામ પણ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના (PMGKAY) રાખવામાં આવ્યું છે. આ યોજના હેઠળ 31 ડિસેમ્બર 2023 સુધી મફત અનાજ આપવામાં આવશે. પરંતુ લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ યોજનાને 30 જૂન, 2024 સુધી લંબાવી શકાય છે. બ્લૂમબર્ગના અહેવાલ મુજબ, નાણા મંત્રાલયના પ્રવક્તાએ આ વિષય પર કશું કહ્યું નથી. 

પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના 2020 માં કોરોના રોગચાળાના પ્રથમ તબક્કામાં શરૂ કરવામાં આવી હતી. બાદમાં યોજના લંબાવવામાં આવી હતી. યોજાયેલી 10 રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાંથી 7માં સત્તારૂઢ ભારતીય જનતા પાર્ટીને તેનો ફાયદો થયો હતો. આ વર્ષના અંતમાં પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે.

ડિસેમ્બરમાં, જ્યારે આ યોજનાને નવા સ્વરૂપ સાથે શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી હતી, ત્યારે સરકારે કહ્યું હતું કે 2023માં ફૂડ સિક્યોરિટી એક્ટ અને અન્ય કલ્યાણકારી યોજનાઓ હેઠળ મફત અનાજ આપવાથી સરકારી તિજોરીને 2 લાખ કરોડ રૂપિયાનો બોજ પડશે, પરંતુ આ યોજનાને પગલે ગરીબોને મોટો ફાયદો થશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news