શું 4 જૂન બાદ શેર બજાર તોડશે તમામ રેકોર્ડ, PM મોદીની આ વાત છુપાયેલી છે હકિકત
Multibagger stock: શેર બજારના રોકણાકારો માટે ખુશખબરી છે. આ વખતે ફક્ત સરકારી બેંકોને લઇને જ નહી પરંતુ સમગ્ર બજારને લઇને પીએમ મોદીએ કંઇક કહ્યું છે. એક ઇન્ટરવ્યું દરમિયાન પીએમ મોદીએ કહ્યું 4 જૂને જ્યારે ચૂંટણીના પરિણામ આવશે તે અઠવાડિયામાં બજારની પ્રોગ્રામિંગ કરનાર થાકી જશે.
Trending Photos
Stock Market Update: શેર બજારમાં સતત ઉતાર ચઢાવનો દૌર ચાલી રહ્યો છે. એક દિવસ બજાર તૂટે છે તો બીજા દિવસે જોરદાર ખરીદી થાય છે. એવામાં બધાને નજર ચૂંટણીના પરિણામો પર છે. આ દરમિયાન પીએમ મોદીનો ઇન્ટરવ્યું ખૂબ વાયરલ થઇ રહ્યો છે. આ ઇન્ટરવ્યુંમાં પીએમ મોદી ભારતીય શેર બજાર વિશે વાતો કરી રહ્યા છે. પીએમ મોદીનું આ નિવેદન દેશના તમામ રોકાણકારોને એકદમ ખુશ કરી દેનાર છે. આવો જાણીએ બજારને લઇને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શું કહ્યું. એક ઇન્ટરવ્યું દરમિયાન પીએમ મોદીએ કહ્યું 4 જૂને જ્યારે ચૂંટણીના પરિણામ આવશે તે અઠવાડિયામાં બજારની પ્રોગ્રામિંગ કરનાર થાકી જશે.
કોઈના મૃત્યુ પછી Aadhaar નું શું થાય છે? અહીં જાણો સરેન્ડર કરવું જોઈએ કે બંધ કરવું
વર્ષમાં ફક્ત 3 મહિના મળે છે સ્ટ્રોબેરી જેવું દેખાતું આ ફળ, સ્વાસ્થ્ય માટે ફાયદાકારક
સરકારી શેરોનો જલવો
પીએમ મોદીએ આ ઇન્ટરવ્યુંમાં કહ્યું કે જે સરકારી શેરો પર સવાલ ઉઠાવવામાં આવે છે. તેમનો રેકોર્ડ જોઇ લો. સરકારી શેરોએ ગત એક વર્ષમાં રોકાણકારોને તગડું રિટર્ન આપ્યું છે. જે શેરો ઘટવાના હતા તે હવે સતત વધી રહ્યા છે. સરકારી કંપની એચએએલને 4 હજાર કરોડનો રેકોર્ડ નફો થયો છે. આવું પહેલાં ક્યારેય થયું નથી. આ કંપની માટે એક સમય વિપક્ષ રસ્તા પર રેલીઓ કાઢતો હતો. લોકો કહેતા હતા કે આ કંપનીનું ડબ્બા ગુલ થઇ જશે. એવા જ રેલવેના શેરોએ રેકોર્ડ તેજી જોવા મળી છે. ડિજિટલની વાત કરીએ તો પીએમ મોદીએ કહ્યું કે આજે ભારતની ડિજિટલ ક્રાંતિનો ડંકો આખી દુનિયામાં વાગે છે.
EPF Death Claim માટે આવી ગયો નવો નિયમ, ક્લેમ કરતાં પહેલાં જાણી લો અપડેટ
પત્નીઓને સાચવીને રાખજો... આ શહેરમાંથી 14 પત્નીઓ ગાયબ થયાની FIR, જાણો શું છે મામલો
આ શેરોએ બતાવ્યો દમ
સરકારી શેર્સની વાત કરીએ તો તે માત્ર HAL જ નથી પરંતુ ઘણા સેક્ટરના શેર છે જેણે રોકાણકારોને મજબૂત વળતર આપ્યું છે. આઈસી હોય કે રેલ વિકાસ નિગમ, સરકારી કંપની એમએમટીસી હોય કે માઈનિંગ કંપની એનએમડીસી, બધાએ રોકાણકારોને સમૃદ્ધ બનાવ્યા છે. બેંકિંગ સેક્ટરની વાત કરીએ તો દેશની સૌથી મોટી સરકારી બેંકો SBI, સેન્ટ્રલ બેંક, UCO બેંકે પણ મજબૂત વળતર આપ્યું છે. જ્યારે IRCON, NHPC સહિત 56 સરકારી કંપનીઓનું વળતર ઉત્તમ રહ્યું છે. રેલ વિકાસ નિગમે એક વર્ષમાં રોકાણકારોને 138 ટકા વળતર આપ્યું છે.
સોના-ચાંદી ખરીદવું બન્યું સપનું, દરરોજ જોવા મળે છે રેકોર્ડબ્રેક તેજી, જાણો આજનો ભાવ
જબરજસ્ત માઇલેજ અને ફીચર્સ, 50 હજારમાં ઘરે લઇ જાવ આ કાર, પછી શાંતિથી ચૂકવો રૂપિયા
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ બનશે લીડર
પીએમ મોદીએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વિશે વાત કરી તો કહ્યું કે ભારત આ સેક્ટરમાં પણ વર્લ્ડ લીડર બનશે. ભારત પાસે વધુ યૂથ છે. તો ભારત પાસે ડેટા બેસની એવી તાકાત છે જે આખી દુનિયામાં કોઇની પાસે નથી. જોકે ભારતમાં ડેટા અન્ય દેશોના મુકાબલે સસ્તો છે. એટલા માટે ડિજિટલ અને ટેક્નોલોજીનો ઉપયોગ ઝડપથી વધી રહ્યું છે. ફૂડ પ્રોસેસિંગને લઇને હેલ્થ સુધી દરેક ઇંડસ્ટૃઈમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનું ચલણ વધી રહ્યું છે. તેનાથી વધુ એક ટેક્નોલોજીનો ઉપયોગ વધશે તો બીજી તરફ નવી નોકરીઓની તક ખુલશે. ઇન્ડીયા બ્રાંડ ઇક્વિટી ફાઉન્ડેશનના રિપોર્ટ અનુસાર હેલ્થકેર ઇંડસ્ટ્રીમાં એઆઇનું ચલણ વધવાથી આગામી દિવસોમાં લગભગ 27 લાખ નવી નોકરીઓ પેદા થવાની સંભાવના છે.
જૂનમાં ગરમીનો પારો 50 ડિગ્રી પહોંચશે, જાણો શું કહી રહ્યા છે હવામાન વૈજ્ઞાનિકો
ક્યારે લોન્ચ 'માઇલેજની મહારાણી' નું CNG વર્જન? કિંમત અને ફીચર્સને લઇને થયો ખુલાસો
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે