હવે પતિ-પત્ની બંનેને મળશે 6,000 રૂપિયા, જાણી લો પીએમ કિસાન યોજનાના નવા નિયમ
PM Kisan Samman Nidhi Update: પીએમ કિસાન યોજના અંતગર્ત કિસાનોના ખાતામાં 12મા હપ્તાના પૈસા આવી ગયા છે. આ દરમિયાન સવાલ સામે આવી રહ્યો છે કે હવે આ યોજના અંતગર્ત પતિ-પત્ની બંનેને રકમ મળશે.
Trending Photos
PM Kisan 13th Installment: પીએમ કિસાન સમ્માન નિધિ યોજના અંતગર્ત સરકાર ખેડૂતોના ખાતામાં વાર્ષિક 6000 એટલે કે 2000 રૂપિયાની ત્રણ હપ્તા મોકલે છે. પરંતુ અત્યાર સુધી આ યોજના ઘણા ફેરફાર થઇ ચૂક્યા છે. ક્યારેક અરજીની લઇને તો ક્યારેક પાત્રતાને લઇને, યોજના બનાવવાને લઇને અત્યાર સુધી ઘણા નવા નિયમ બની ચૂક્યા છે. હવે આ યોજનામાં પતિ-પત્ની બંનેને પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ મળવાની વાત કરવામાં આવી રહી છે. આવો જાણીએ તેના નિયમ.
જાણો કેવી રીતે મળશે લાભ?
પીએમ કિસાન યોજના નિયમ અનુસાર પતિ-પત્ની બંને પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ (PM Kisan Benefits) ઉઠાવી શકતા નથી. જો કોઇ આમ કરે છે તો તેને છેતરપિંડી ગણાવતાં સરકાર તેને રિકવરી કરશે. આ ઉપરાંત પણ ઘણી એવી જોગવાઇ છે જે ખેડૂતોને અપાત્ર બનાવે છે. જો અપાત્ર ખેડૂત આ યોજનાનો લાભ ઉઠાવે છે તો તેમને સરકરને તમામ હપ્તા પરત આપવા પડશે. આ યોજનાનો લાભ નહી મળે.
કોણ છે અપાત્ર?
નિયમ અંતગર્ત જો કોઇ ખેડૂત પોતાની ખેતીની જમીનનો ઉપયોગ કૃષિ કાર્યમાં ન કરીને બીજા કામોમાં કરી રહ્યા છે અથવા બીજાના ખેતરો પર ખેડૂતોનું કામ તો કરે છે, અને ખેતર તેમનું નથી. એવા ખેડૂત પણ આ યોજનાનો લાભ ઉઠાવવાના હકદાર નથી. જો કોઇ ખેડૂત ખેતી કરી રહ્યા છે, પરંતુ ખેતર તેમના નામે ન હોઇ તેમના પિતા અથવા દાદાના નામે છે તો તેમને પણ આ યોજનાનો લાભ નહી મળે.
તેમને પણ નહી મળે લાભ
જો કોઇ ખેતીની જમીનનો માલિક છે, પરંતુ તે સરકારી કર્મચારી છે અથવા નિવૃત થઇ ચૂક્યા છે, હાલના અથવા પૂર્વ સાંસદ, ધારાસભ્ય, મંત્રી છે તો એવા લોકો પણ કિસાન યોજનાનો લાભ માટે અપાત્ર છે. અપાત્રોની યાદીમાં પ્રોફેશનલ રજિસ્ટર્ડ ડોક્ટર, એન્જીનિયર, વકીલ, ચાર્ટર્ડ એકાઉન્ટટ અથવા તેમના પરિવારજનો પણ આવે છે. ઇનકમ ટેક્સ આપનાર પરિવારોને પણ આ યોજનાનો ફાયદો નહી મળે.
આ પણ વાંચો: ઇંડાના નામે તમે પણ પ્લાસ્ટિક અને કેમિકલ તો નથી ખાતા ને! અસલી ઇંડાને આ રીતે ઓળખો
આ પણ વાંચો: Wife શબ્દનો અર્થ જાણો છો તમે? લાંબી છે આ નામની કહાની
આ પણ વાંચો: 100 રૂપિયામાં110km દોડશે આ બાઇક, કિંમત બસ 61 હજાર રૂપિયા, ફીચર્સ પણ જોરદાર
આ પણ વાંચો: BSNL ના શાનદાર પ્લાન લોન્ચ,સિંગલ રિચાર્જમાં 1 વર્ષ Free અનલિમિટેડ Calling અને Data
આ પણ વાંચો: એક જ વીડિયોમાં ઘણીવાર ઉપ્સ મોમેંટનો શિકાર બની શમા સિકંદર, પડદાએ બચાવી 'લાજ'
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે