PM Kisan Yojana: એક ભૂલ અને 4 કરોડ ખેડૂતોને થયું ભારે નુકસાન! ક્યાંક તમારું નામ તો નથી આ યાદીમાં

PM Kisan 12th Installment: ગઈ કાલે એટલે કે 17મી ઓક્ટોબરે પીએમ મોદીએ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિના 12માં હપ્તાને ડીબીટી દ્વારા ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કર્યો. સરકારે કોઈ પણ પ્રકારની ગેરરીતિને રોકવા માટે ઈ-કેવાયસી (e-KYC) ફરજિયાત બનાવ્યું હતું. પીએમ કિસાનના અધિકૃત પોર્ટલ પર 12 કરોડથી વધુ ખેડૂતોનું રજિસ્ટ્રેશન છે પણ આ વખતે 8 કરોડ ખેડૂતોને જ પૈસા ટ્રાન્સફર થયા છે. વધુ વિગતો માટે વાંચો અહેવાલ...

PM Kisan Yojana: એક ભૂલ અને 4 કરોડ ખેડૂતોને થયું ભારે નુકસાન! ક્યાંક તમારું નામ તો નથી આ યાદીમાં

PM Kisan 12th Installment: પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિના 12માં હપ્તાને સોમવારે એટલે કે 17 ઓક્ટોબરે પીએમ મોદીએ ડીબીટી દ્વારા રિલીઝ કર્યો. વર્ષમાં ત્રણવાર 2-2 હજાર રૂપિયાના હપ્તા ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે. સોમવારે પીએમ મોદીએ 16 હજાર કરોડ રૂપિયા 12માં હપ્તા તરીકે ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કર્યા. આ સાથે જ તેમણે જણાવ્યું કે સરકાર અત્યાર સુધીમાં 2 લાખ કરોડ રૂપિયાથી વધુ રકમ આ મહત્વકાંક્ષી યોજના હેઠળ ખેડૂતોના ખાતામાં જમા કરી ચૂકી છે. 

અત્રે જણાવવાનું કે સરકારે પીએમ કિસાન નિધિમાં કોઈ પણ પ્રકારના કૌભાંડને રોકવા માટે ઈ-કેવાયસી (e-KYC) જરૂરી બનાવ્યું હતું. પરંતુ સમયસર e-KYC નહીં કરાવવા બદલ કરોડો ખેડૂતોના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરાયા નથી. એક આંકડા મુજબ લગભગ અઢી કરોડ ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયાનો હપ્તો મોકલવામાં આવ્યો નથી. વાત જાણે એમ છે કે 11માં હપ્તા તરીકે સરકાર તરફથી 21 હજાર કરોડ રૂપિયાથી વધુની રકમ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરાઈ હતી. 

16 હજાર કરોડની રકમ ટ્રાન્સફર કરાઈ
પરંતુ હવે 12માં હપ્તા તરીકે 16 હજાર કરોડ રૂપિયાની રકમ ટ્રાન્સફર કરવામાં આવી. એટલે કે 11માં હપ્તામાં જે રકમ ટ્રાન્સફર કરાઈ હતી તેના કરતા 12માં હપ્તામાં 5 હજાર કરોડ રૂપિયા ઓછા ટ્રાન્સફર કરાયા. જેનો સીધો અર્થ એ થયો કે આ વખતે 2.50 કરોડ ખેડૂતોના ખાતામાં હપ્તો મોકલવામાં આવ્યો નથી. અત્રે જણાવવાનું કે પીએમ કિસાનના અધિકૃત પોર્ટલ પર 12 કરોડથી વધુ ખેડૂતોનું રજિસ્ટ્રેશન છે અને 16 હજાર કરોડની અર્થ છે કે આઠ કરોડ ખેડૂતોને જ પૈસા મળ્યા છે. 

આ Video પણ ખાસ જુઓ...

જેનું સીધું તારણ એમ નીકળે કે ચાર કરોડ ખેડૂતોને આ વખતે પૈસા મળ્યા નથી. અત્રે જણાવવાનું કે પીએમ કિસાન યોજનાની નિર્ધારિત જોગવાઈઓ મુજબ દર વર્ષે 5 ટકા લાભાર્થીઓના ભૌતિક સત્યાપનની ચકાસણી થાય છે. એપ્રિલથી જુલાઈમાં રિલીઝ થનારા 11માં હપ્તાને અત્યાર સુધીમાં કુલ 11.26 કરોડ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરાયા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news