PMJJBY- PMSBY Scheme: સરકારે આ આ મોટી યોજનાઓનું પ્રીમિયમ કર્યું મોંઘુ! જાણો કેટલા આપવા પડશે પૈસા?

PMJJBY and PMSBY Scheme: સરકારે બે મોટી યોજનાઓનું પ્રીમિયમ મોંઘુ કરી દીધું છે. ત્યારબાદ પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વિમા યોજના (PMJJBY) અને પ્રધાનમંત્રી સુરક્ષા વિમા યોજના (PMSBY) માં રોકાણ કરનારાઓને મોટો આંચકો લાગ્યો છે. આવો જાણીએ હવે તમને આ યોજનાઓનો લાભ લેવા માટે કેટલા રૂપિયા ચૂકવવા પડશે. 

PMJJBY- PMSBY Scheme: સરકારે આ આ મોટી યોજનાઓનું પ્રીમિયમ કર્યું મોંઘુ! જાણો કેટલા આપવા પડશે પૈસા?

PM Jeevan Jyoti Bima Yojana/ PM Suraksha Beema Yojana: જો તમે પણ સરકારી યોજનાઓમાં રોકાણ કરો છો તો તમારા માટે જરૂરી સમાચાર છે. જોકે સરકારે 7 વર્ષ બાદ પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વિમા યોજના (PMJJBY)અને પ્રધાનમંત્રી સુરક્ષા વિમા યોજના (PMSBY) યોજનાઓમાં સુધારો કર્યો છે. બંને યોજનાઓનું પ્રીમિયમમાં વધારો કરી દીધો છે. બંને યોજનાઓમાં 1.25 રૂપિયા પ્રતિ પ્રિમિયમનો વધારો કરવામાં આવ્યો છે. તમને જણાવી દઇએ કે તેનાથી તમે 4 લાખ રૂપિયાનો ફાયદો ઉઠાવી શકો છો. આવો જાણીએ અપડેટ્સ... 

હવે કેટલું ચૂકવવું પડશે પ્રીમિયમ? 
જો તમે પણ આમાંથી કોઇ સ્કીમ લીધેલી છે તો હવે તમારે તેના માટે વધુ પૈસા ચૂકવવા પડશે. તેના માટે તમારે કોઇ સરકારી બેંકમાં ખાતું ખોલાવેલું હોવું જોઇએ. આ બંને સ્કીમમાં રોકાણની રકમ ખૂબ ઓછી છે. પહેલાં આ બંને યોજનાઓમાં બ ઈએસ 342 રૂપિયાનું રોકાણ કરવું પડતું હતું, પરંતુ હવે સરકાર તરફથી પ્રીમિયમ વધાર્યા બાદ બંને સ્કીમ્સને મળીને તમારે દર વર્ષે 456 રૂપિયા જમા કરાવવા પડશે. આવો જાણીએ બંને યોજનાઓ વિશે કેવી તમે એક મામૂલી રોકાણમાં મોટો ફાયદો મેળવી શકો છો. 

પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વિમા યોજના ડિટેલ્સ
- તેના અંતગર્ત વિમા ધારકનું મૃત્યું થતાં નોમિનીને 2 લાખ રૂપિયા મળે છે.
- 18 થી 50 વર્ષ સુધી કોઇપણ વ્યક્તિ આ યોજનાનો લાભ લઇ શકે છે.
- તેમાં તમને ફક્ત 436 રૂપિયા વાર્ષિક પ્રીમિયમ ચૂકવવું પડશે.
- આ એક ટર્મ ઇશ્યોરન્સ પોલિસી છે.
- આ વિમો વાર્ષિક હોય છે.

પ્રધાનમંત્રી સુરક્ષા વિમા યોજના
- તેમાં વિમા ધારકનું મૃત્યું થતાં અથવા સંપૂર્ણપણે વિકલાંગ થતાં 2 લાખ રૂપિયાનું વળતર મળે છે.
- આ યોજના અંતગર્ત વિમા ધારક આંશિક રીતે કાયમી વિકલાંગ થઇ જાય તો તેને 1 લાખ રૂપિયાનું કવર મળે છે.
- તેમાં 18 થી 70 વર્ષ સુધીના કોઇપણ વ્યક્તિ કવર લઇ શકે છે.
- આ યોજનાનું વાર્ષિક પ્રીમિયમ 20 રૂપિયા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news