પેટ્રોલ અને ડિઝલની કિંમતોમાં ઘટાડાથી સામાન્ય જનતાને મળી રાહત, જાણો આજના ભાવ

ગુરુવારે દિલ્હીમાં પેટ્રોલના ભાવ 77.28 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલના ભાવ 72.09 રૂપિયા પ્રતિ લીટર થઇ ગયા છે. 

પેટ્રોલ અને ડિઝલની કિંમતોમાં ઘટાડાથી સામાન્ય જનતાને મળી રાહત, જાણો આજના ભાવ

નવી દિલ્હી: પેટ્રોલ અને ડિઝલની કિંમતોમાં સતત આવી રહેવા ઘટાડાને કારણે સામાન્ય લોકોને રાહત મળી છે. ગુરુવારે પેટ્રોલ અને ડિઝલની કિંમતોમાં ફરીએક વાર ઘટાડો આવ્યો છે. ગુરુવાારે દિલ્હીમાં પેટ્રોલના ભાવમાં 15 પૈસા પ્રતિ લીટરનો ઘટાડો આવ્યો છે. જ્યારે ડીઝલમાં પણ 10 પૈસા પ્રતિ લીટરનો ઘટાડો આવી 72.09 રૂપિયા પ્રતિ લીટર થઇ ગયા છે. 

જ્યારે મુંબઇમાં પેટ્રોલની કિંમતોમાં 14 પૈસા પ્રતિ લીટરનો ઘટાડો સામે આવ્યો છે. ત્યાર બાદ અહિં પેટ્રોલના ભાવ 82.20 રૂપિયા પ્રતિલીટર થઇ ગયા હતા. ડીઝલના ભાવમાં પણ 11 પૈસાનો ઘટાડો આવ્યો છછે. જેથી મુંબઇમાં ડીઝલના ભઆવ ઘટીને 75.53 રૂપિયા પ્રતિ લીટર થઇ ગયા છે.

पेट्रोल के दामों में हुई 13 पैसे/लीटर की कटौती, डीजल भी हुआ सस्'€à¤¤à¤¾, जानें आज के रेट

મંગળવારે પણ આવ્યો હતો ઘટાડો 
મંગળવારે દિલ્હીમાં પેટ્રોલની કિંમતોમાં 13 પૈસાનો ઘટાડો આવ્યો છે. રાજધાની દિલ્હીમાં પણ પેટ્રોલના ભાવ 77.43 રૂપિયા પ્રતિ લીટર થયા છે. પેટ્રોલની સાથે સાથે ડીઝલના ભાવોમાં પણ મંગળવારે ફરી ઘટાડો આવ્યો છે. જેથી દિલ્હીમાં મંગળવારે ડીઝલના 12 પૈસા પ્રતિ લીચર ઘટીને 72.19 રૂપિયા પ્રતિ લીટર થઇ ગયા છે. જ્યારે મુંબઇમાં પણ પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં ઘટાડો આવ્યો હતો. મંગળવારે મુંબઇમાં પેટ્રોલની કિંમતોમાં 13 પૈસા પ્રતિ લીટરનો ઘટાડો આવ્યો હતો. ઘટાડા બાદ પેટ્રોલની કિંમતોમાં 82.94 રૂપિયા પ્રતિ લીટર કરી થયા છે. જ્યારે ડીઝલના ભાવોમાં 12 પૈસાનો ઘટાડો આવતા 75.64 રૂપિયા પ્રતિ લીટર થઇ ગયા છે.

સોમવારે પણ આવ્યો હતો ઘટાડો
સોમવારે પણ દિલ્હીમાં અને મુંબઇમાં પેટ્રોલની કિંમતોમાં 17 પૈસા પ્રતિ લીટરનો ઘટાડો જોવા મળ્યો છે. જેથી દિલ્હીમાં 77.53 રૂપિયા પ્રતીલીટરનો ભાવ થયો છે. સાથે જ દિલ્હીમાં સોમવારે ડિઝલની કિંમતમાં 15 પૈસા પ્રતિ લીટરનો ધટાડો થયા બાદ 72.13 રૂપિયા પ્રતિ લીટર થયો છે. જ્યારે મુંબઇમાં પણ સોમવારે પેટ્રોલના કિંમતોમાં 17 પૈસા પ્રતિ લીટરનો ઘટાડો નોધાયો હતો. જેથી આર્થિક રાજધાની મુંબઇમાં પેટ્રોલની કિંમત 83.07 રૂપિયા પ્રતિ લીટર થઇ ગઇ છે.

પેટ્રોલ ડીઝલની કિંમતોમાં ગત મહિને રેકોર્ડ તોડ વધારો જોવા મળ્યો હતો. આ દરમિયાન વિપક્ષે પણ પેટ્રોલ ડિઝલના ભાવને લઇને સરકાર પર પ્રહારો કરી ઠેર-ઠેર વિરોધ પ્રદર્શન કર્યા હતા. સરકાર પણ તેના જવાબમાં એક વાત પકડીને બેસી રહી કે પેટ્રોલ ડિઝલના ભાવોમાં થઇ રહેલો વધારા પાછળા વિશ્વ સ્તરે વધી રહેલા ક્રુડ ઓઇલના ભાવ છે. કેન્દ્ર સરકારે 4 ઓક્ટોબરે ડીઝલ અને પેટ્રોલની કિંમતોમાં 2.50 રૂપિયાનો ઘટાડો કર્યો હતો. અને સાથે જ મોટાબાગના રાજ્યોમાં પણ રાજ્ય ટેક્સમાં ઘટાડો કર્યો હતો. જેથી તે સમયે લોકોને થોડી રાહત મળી હતી.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news