50 દિવસ બાદ પેટ્રોલના ભાવમાં જોવા મળ્યો ભડકો, કેમ આટલા દિવસ ન વધ્યા? ખાસ જાણો 

પેટ્રોલના ભાવ 50 દિવસ સુધી શાંત રહ્યા બાદ આજે ફરીથી વધવા લાગ્યા છે. જ્યારે ડીઝલના ભાવ 40 દિવસ સુધી એકદમ શાંત રહ્યા બાદ 41માં દિવસે વધવાના શરૂ થઈ ગયા છે. આજે ડીઝલના ભાવમાં 22 પૈસાથી 25 પૈસા સુધીનો વધારો થયો જ્યારે પેટ્રોલના ભાવમાં 17થી 20 પૈસા સુધીનો વધારો થયો છે. 

50 દિવસ બાદ પેટ્રોલના ભાવમાં જોવા મળ્યો ભડકો, કેમ આટલા દિવસ ન વધ્યા? ખાસ જાણો 

નવી દિલ્હી: પેટ્રોલના ભાવ 50 દિવસ સુધી શાંત રહ્યા બાદ આજે ફરીથી વધવા લાગ્યા છે. જ્યારે ડીઝલના ભાવ 40 દિવસ સુધી એકદમ શાંત રહ્યા બાદ 41માં દિવસે વધવાના શરૂ થઈ ગયા છે. આજે ડીઝલના ભાવમાં 22 પૈસાથી 25 પૈસા સુધીનો વધારો થયો જ્યારે પેટ્રોલના ભાવમાં 17થી 20 પૈસા સુધીનો વધારો થયો છે. 

50 દિવસ સુધી ન વધ્યા પેટ્રોલના ભાવ
દિલ્હીમાં પેટ્રોલ 17 પૈસા પ્રતિ લીટર મોંઘુ થયું તો ડીઝલના ભાવમાં 22 પૈસા પ્રતિ લીટરનો વધારો થયો. જ્યારે નોઈડામાં પેટ્રોલ 25 પૈસા પ્રતિ લીટર અને ડીઝલ 23 પૈસા પ્રતિ લીટર મોંઘુ થયું છે. આ વધારા સાથે જ દિલ્હીમાં આજે પેટ્રોલનો ભાવ 81.23 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલનો ભાવ 70.68 રૂપિયા પ્રતિ લીટર પહોંચી ગયો છે. 

IOCની વેબસાઈટ મુજબ આજે ચાર મેટ્રો શહેરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ નીચે પ્રમાણે છે. 

શહેર           ડીઝલ     પેટ્રોલ
દિલ્હી          70.68     81.23
કોલકાતા      74.24     82.79
મુંબઈ         77.11      87.92
ચેન્નાઈ        76.17      84.31 

આ રીતે જાણો તમારા શહેરમાં આજના રેટ
આ માટે એક રીત છે અને તે મુજબ તમે IOCની વેબસાઈટ પર જાઓ, વેબસાઈટ પર જણાવ્યું છે કે જો તમારે તમારા શહેરમાં પેટ્રોલ ડીઝલના ભાવ જાણવા હોય તો RSP અને તમારા શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર મોકલવો પડશે. એટલે કે આ રીતે લખો "RSP <space>Dealer Code.

અહીં 39 લોકેશનના કોડ આપવામાં આવ્યા છે. દરેક શહેરનો અલગ અલગ કોડ છે. જે તમને આઈઓસીની વેબસાઈટ પર મળી જશે. તેના માટેhttps://iocl.com/Products/PetrolDieselPrices.aspx પર ક્લિક કરો

અત્રે જણાવવાનું કે રોજ સવારે 6 વાગે પેટ્રોલ અને ડીઝલના ભાવ ઓઈલ કંપનીઓ બદલે છે. ઓઈલ કંપનીઓ 15 દિવસની પ્રાઈઝિંગ અને સરેરાશ કાઢીને આ ફેરફાર કરે છે. 

છેલ્લે સપ્ટેમ્બરમાં વધ્યા હતા ભાવ
આ અગાઉ છેલ્લે સપ્ટેમ્બરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ વધ્યા હતા. એક સપ્ટેમ્બરના રોજ પેટ્રોલના ભાવમાં વધારો થયો હતો. જે 10 સપ્ટેમ્બર સુધી સ્થિર રહ્યો. ત્યારબાદ ભાવમાં ઘટાડો થતો રહ્યો. જે છેલ્લા મહિના સુધી કુલ એક રૂપિયા 19 પૈસાનો હતો. દિલ્હીમાં 25 જુલાઈના રોજ ડીઝલના ભાવમાં વધારો થયો હતો. ત્યારબાદ 31 જુલાઈના રોજ દિલ્હી સરકારે તેના પર વેટ ઓછો કર્યો હતો. તે પછી પ્રતિ લીટર 8.38 રૂપિયા સસ્તુ થયું હતું. ત્યારબાદ 3 ઓગસ્ટથી તેના ભાવ ઘટ્યા નથી,આ દરમિયાન ડીઝલ પ્રતિ લીટર 3.10 રૂપિયા સસ્તુ થયું. 

આખરે કેમ ન વધ્યા 50 દિવસ સુધી રેટ?
ગત 50 દિવસ દરમિયાન ક્રુડ ઓઈલના ભાવ 2 થી 3 ડોલર સુધી નબળા પડ્યા. તેનો અર્થ એ થયો કે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થવો જોઈતો હતો. ત્યારબાદ ગત અઠવાડિયાથી ક્રુડના ભાવ 4 ડોલર સુધી વધ્યા, તો પેટ્રોલ ડીઝલના ભાવ વધવા જોઈતા હતા. બધાને ખબર છે કે પેટ્રોલ અને ડીઝલના ભાવ રોજેરોજ બદલાય છે. આવામાં 50 દિવસસુધી કિંમત ન વધે તે મનમાં અનેક સવાલ ઊભા કરે છે. ફ્રી પ્રાઈસિંગ મિકેનિઝમ હેઠળ 50 દિવસ સુધી ભાવ ન વધવા એ એ વાતનો સંકેત આપે છે કે પેટ્રોલ અને ડીઝલના ભાવ આર્ટિફિશિયલ લેવલ પર છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news