Petrol-Diesel Price : શું સાચે જ સસ્તુ થયું પેટ્રોલ-ડીઝલ? જાણો શું છે તમારા શહેરમાં નવા ભાવ

Petrol-Diesel Price Today: પેટ્રોલ-ડીઝલના ભાવ પર એટલાં માટે સામાન્ય માણસથી લઈને મોટા ઉદ્યોગપતિઓ અને સરકારની નજર હોય છે, કારણકે, તેની સીધી અસર દરેકના ખિસ્સા પર પડે છે. તેના ભાવમાં વધારો થાય તો દરેક વસ્તુના ભાવ વધે છે. આખરે એ વસ્તુ મોંઘવારીમાં પરિણમે છે. જાણો બજેટ પહેલાં આજે શું છે તમારા શહેરમાં પેટ્રોલ-ડીઝલનો લેટેસ્ટ ભાવ...

Petrol-Diesel Price : શું સાચે જ સસ્તુ થયું પેટ્રોલ-ડીઝલ? જાણો શું છે તમારા શહેરમાં નવા ભાવ

Petrol-Diesel Price Today: લાંબા સમયથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં છેલ્લે માર્ચ 2024માં સુધારો કરવામાં આવ્યો હતો. તે દરમિયાન સરકારી તેલ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લીટર 2 રૂપિયાનો ઘટાડો કર્યો હતો. જો કે, 19 જુલાઈ માટે, તેલ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવ અપડેટ કર્યા છે. 19 જુલાઇના રોજ પણ પેટ્રોલ અને ડીઝલના ભાવ સમાન છે અને અહીં કોઇ ફેરફાર થયો નથી. અહીં તમે તમારા શહેરમાં 1 લિટર તેલની કિંમત ચકાસી શકો છો.

તમારા શહેરમાં કેટલો છે પેટ્રોલ-ડીઝલનો ભાવ?

શહેર        પેટ્રોલ         ડીઝલ
દિલ્હી         94.72         87.62
મુંબઈ         103.94         89.97
કોલકાતા         103.94         90.76
ચેન્નાઈ         100.85         92.44
બેંગલુરુ         102.86         88.94
લખનૌ         94.65         87.76
નોઇડા         94.66         87.76
ગુરુગ્રામ         94.98         87.85
ચંદીગઢ         94.24         82.40
પટના         105.42         92.27

છેલ્લે માર્ચમાં ઘટ્યો હતો ભાવ-
માર્ચમાં કંપનીઓ દ્વારા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સુધારો કરવામાં આવ્યો હતો. સરકારી ઓઈલ કંપનીઓ દ્વારા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લિટર 2 રૂપિયાનો ફેરફાર કરવામાં આવ્યો હતો અને ત્યારથી લોકોને કોઈ ડિસ્કાઉન્ટ મળ્યું નથી.

કઈ બાબતોના આધારે નક્કી થાય છે પેટ્રોલ-ડીઝલનો ભાવ?
પેટ્રોલ-ડીઝલનો ભાવ મુખ્ય ચાર બાબતોના આધારે નક્કી કરવામાં આવે છે.
1) કાચા તેલની કિંમત એટલે કે, આંતરરાષ્ટ્રિય બજારોમાં ક્રૂડ ઓઈલનો ભાવ
2) રૂપિયા પ્રમાણે અમેરિકી ડોલરની કિંમત
3) કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા વસૂલવામાં આવતો ટેક્સ
4) દેશમાં ફ્યુલની માગ કેટલી છે તેને પણ ધ્યાને લેવાય છે.

તમારા સુધી કેવી રીતે પહોંચે છે પેટ્રોલ-ડીઝલ?
1) ઈમ્પોર્ટઃ વિદેશથી કાચું તેલ ખરીદવામાં આવે છે.
2) રિફાઈનરીઃ કાચા તેલમાંથી પેટ્રોલ-ડીઝલ અલગ કરવામાં આવે છે.
3) કંપનીઓ: તે પોતાનો નફો કમાઈ પેટ્રોલ-ડીઝલ પહોંચાડે છે.
4) ગ્રાહકોઃ કેન્દ્ર અને રાજ્ય સરકારનો ટેક્સ ઉમેરાય પછી ગ્રાહકો ખરીદે છે.

આ રીતે તમે ઘરે બેઠા ભાવ ચેક કરી શકો છો-
તમે તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ સરળતાથી જાણી શકો છો. આ માટે ઓઈલ માર્કેટિંગ કંપનીઓની વેબસાઈટ પર જવું પડશે અથવા SMS મોકલવો પડશે. જો તમે ઈન્ડિયન ઓઈલના ગ્રાહક છો તો તમે RSP સાથે 9224992249 નંબર પર SMS મોકલી શકો છો અને જો તમે BPCL ગ્રાહક છો તો RSP લખીને 9223112222 નંબર પર SMS મોકલી શકો છો.

OMCs કિંમતો બહાર પાડે છે-
તમને જણાવી દઈએ કે દેશની ઓઈલ માર્કેટિંગ કંપનીઓ પેટ્રોલ અને ડીઝલના ભાવ જાહેર કરે છે. જોકે, 22 મે, 2022થી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન, ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા જેવી કંપનીઓ તેમની વેબસાઈટ પર પેટ્રોલ અને ડીઝલના ભાવ જાહેર કરે છે. તમે ઘરે બેઠા પણ તેલની કિંમત ચકાસી શકો છો.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news