બે દિવસની સ્થિરતા બાદ પેટ્રોલ-ડીઝલમાં ફરી ઘટાડો, જાણો આજનો ભાવ
સાઉદી અરામકો પર હુમલા બાદ અત્યાર સુધી પેટ્રોલમાં લગભગ અધી રૂપિયા પ્રતિ લીટરની તેજી નોંધાવામાં આવી અને ડીઝલનો ભાવ પણ દોઢ રૂપિયાથી વધુ મોંઘો થઇ ગયો છે. મંગળવારે સવારે બ્રેંટ ક્રૂડ 59.11 ડોલર પ્રતિ બેરલ અને ડબલ્યૂટીઆઇ ક્રૂડ 53.39 ડોલર પ્રતિ બેરલના સ્તર પર પહોંચી ગયો છે.
Trending Photos
નવી દિલ્હી: પેટ્રોલ-ડીઝલ (Petrol Diesel price) રેકોર્ડ કિંમત પર પહોંચ્યા બાદ ઓઇલ કંપનીઓ ગ્રાહકોને સતત રાહત આપી રહી છે. ગત બે દિવસ ભાવ સ્થિર રહ્યા બાદ મંગળવારે સવારે ઘરેલૂ બજારમાં પેટ્રોલ-ડીઝલના નવા ભાવમાં ફરીથી ઘટાડો જોવા મળ્યો છે. ઓક્ટોબરની શરૂઆતથી અત્યાર સુધી પેટ્રોલના ભાવમાં પ્રતિ લીટરે 1 રૂપિયાથી વધુનો ઘટાડો આવી ચૂક્યો છે. મંગળવારે સવારે દિલ્હીમાં પેટ્રોલના ભાવમાં 5 પૈસા અને ડીઝલના ભાવમાં 5 પૈસાનો ઘટાડો થયો છે.
દિલ્હીમાં મંગળવારે સવારે પેટ્રોઅલ 73.27 રૂપિયા પ્રતિ લીટરના સ્તર પર પહોંચી ગયો હતો. તો બીજી તરફ ડીઝલ 66.41 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાઇ રહ્યું છે. કલકત્તા, મુંબઇ અને ચેન્નઇમાં પેટ્રોલના ભાવ ક્રમશ: 75.92 રૂપિયા, 78.88 રૂપિયા અને 76.10 રૂપિયાના સ્તર પર છે. ડીઝલનો ભાવ ક્રમશ: 68.77 રૂપિયા, 69.61 રૂપિયા અને 70.16 રૂપિયાના સ્તર પર છે. જાણકારોનું કહેવું છે કે હાલ ક્રૂડ ઓઇલના ભાવમાં સ્થિરતાનો માહોલ છે.
સાઉદી અરામકો પર હુમલા બાદ અત્યાર સુધી પેટ્રોલમાં લગભગ અધી રૂપિયા પ્રતિ લીટરની તેજી નોંધાવામાં આવી અને ડીઝલનો ભાવ પણ દોઢ રૂપિયાથી વધુ મોંઘો થઇ ગયો છે. મંગળવારે સવારે બ્રેંટ ક્રૂડ 59.11 ડોલર પ્રતિ બેરલ અને ડબલ્યૂટીઆઇ ક્રૂડ 53.39 ડોલર પ્રતિ બેરલના સ્તર પર પહોંચી ગયો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે