સતત ચોથા દિવસે પેટ્રોલમાં રાહત, ડીઝલ પણ થયું સસ્તુ, આ રહ્યો આજનો ભાવ

બજેટ રજૂ થયા બાદ સતત ચોથા દિવસે પેટ્રોલના ભાવમાં રાહત મળી છે. ઓઇલ કંપનીઓએ ચોથા દિવસે પેટ્રોલના ભાવમાં કોઇ ફેરફાર કર્યો નથી. તો બીજી તરફ ડીઝલના ભાવમાં શુક્રવારે પ્રતિ લીટર 10 પૈસાનો ઘટાડો કર્યો છે. આ પહેલાં ગુરૂવારે ડીઝલમાં 15 પૈસા પ્રતિ લીટરનો ઘટાડો નોંધાયો છે. દિલ્હીમાં શુક્રવારે પેટ્રોલ જૂના સ્તર પર 72.90 રૂપિયા પર જ રહ્યો. તો બીજી તરફ ડીઝલ 10 પૈસા તૂટીને 66.24 રૂપિયા પ્રતિ લીટરના સ્તર પર પહોંચી ગયો. 
સતત ચોથા દિવસે પેટ્રોલમાં રાહત, ડીઝલ પણ થયું સસ્તુ, આ રહ્યો આજનો ભાવ

નવી દિલ્હી: બજેટ રજૂ થયા બાદ સતત ચોથા દિવસે પેટ્રોલના ભાવમાં રાહત મળી છે. ઓઇલ કંપનીઓએ ચોથા દિવસે પેટ્રોલના ભાવમાં કોઇ ફેરફાર કર્યો નથી. તો બીજી તરફ ડીઝલના ભાવમાં શુક્રવારે પ્રતિ લીટર 10 પૈસાનો ઘટાડો કર્યો છે. આ પહેલાં ગુરૂવારે ડીઝલમાં 15 પૈસા પ્રતિ લીટરનો ઘટાડો નોંધાયો છે. દિલ્હીમાં શુક્રવારે પેટ્રોલ જૂના સ્તર પર 72.90 રૂપિયા પર જ રહ્યો. તો બીજી તરફ ડીઝલ 10 પૈસા તૂટીને 66.24 રૂપિયા પ્રતિ લીટરના સ્તર પર પહોંચી ગયો. 

આજે આ છે તમારા શહેરનો ભાવ
આ ઉપરાંત મુંબઇમાં એક લીટર પેટ્રોલ 78.52 રૂપિયા અને ડીઝલ 69.43 રૂપિયા, કોલકત્તામાં 1 લીટર પેટ્રોલ 75.12 રૂપિયા અને ડીઝલ 68.31 રૂપિયા, ચેન્નઇમાં એક લીટર પેટ્રોલ 75.71 રૂપિયા અને ડીઝલ 69.97 રૂપિયા, નોઇડામાં એક લીટર પેટ્રોલ 72.23 રૂપિયા અને ડીઝલ 65.32 રૂપિયા અને ગુરૂગ્રામમાં એક લીટર પેટ્રોલ 72.75 રૂપિયા અને ડીઝલ 65.12 રૂપિયા પ્રતિ લીટરના સ્તર પર વેચાઇ રહ્યું છે. 

ક્રૂડ ઓઇલમાં તેજી
તમને જણાવી દઇએ કે આ બજેટમાં સરકારે પેટ્રોલ-ડીઝલ પર એક્સાઇઝ ડ્યૂટી વધારી દીધી હતી અને સાથે સેસ પણ ઉમેરવામાં આવ્યો હતો. ત્યારબાદ પેટ્રોલ 2.45 રૂપિયા અને ડીઝલ 2.36 રૂપિયા ડીઝલ્ર મોંધુ થયું હતું. બીજી તરફ ક્રૂડ ઓઇલની કિંમતોમાં સામાન્ય તેજી જોવા મળી. શુક્રવારે સવારે ડબ્લ્યૂઆઇ ક્રૂડ સામાન્ય તેજી સાથે 60.51 ડોલર પ્રતિ બેરલના સ્તર પર પહોંચી ગયો. તો બીજી તરફ બ્રેંટ ક્રૂડ 66.83 ડોલર પ્રતિ બેરલના સ્તર પર રહ્યો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news