Petrol Diesel Price: ઘણા દિવસ બાદ આજે શાંતિ, જાણો તમારા શહેરનો ભાવ

પેટ્રોલ-ડીઝલના ભાવમાં છેલ્લા ઘણા દિવસથી વધારા બાજ આજે શાંતિ રહી છે. સરકારી તેલ કંપનીઓ (Government Oil companies)એ આજે બંન્ને ઈંધણોના ભાવમાં કોઈ ફેરફાર કર્યો નથી.
 

Petrol Diesel Price: ઘણા દિવસ બાદ આજે શાંતિ, જાણો તમારા શહેરનો ભાવ

નવી દિલ્હીઃ દુનિયાભરમાં કોવિડ-19 (Covid-19)ના કેસ ફરી વધવાથી આ સમયે કાચા તેલની કિંમતો  (Crude Oil Price)માં સામાન્ય સુસ્તી જોવા મળી છે. પરંતુ તેલ ઉત્પાદક દેશો  (Oil Producing countries)ના સંગઠન ઓપેક  (OPEC)એ કાચા તેલના ઉત્પાદનમાં ઘટાડો વધુ ત્રણ મહિના કરવાનું મન બનાવી લીધું છે. જ્યાં સુધી ઘરેલૂ બજારની વાત છે તો પેટ્રોલ-ડીઝલના ભાવમાં છેલ્લા ઘણા દિવસથી વધારા બાજ આજે શાંતિ રહી છે. સરકારી તેલ કંપનીઓ (Government Oil companies)એ આજે બંન્ને ઈંધણોના ભાવમાં કોઈ ફેરફાર કર્યો નથી. દિલ્હીના ભાવ જુઓ તો સોમવારે પેટ્રોલ 82.34 રૂપિયા તો ડીઝલ 72.42 રૂપિયા પ્રતિ લીટર હતો. 

છેલ્લા નવ દિવસમાં 1.28 પૈસા મોંઘુ થયું છે પેટ્રોલ
પાછલા ઓગસ્ટના બીજા સપ્તાહ બાદ પેટ્રોલ ડીઝલના ભાવ વધવાના શરૂ થયા હતા, તો એક સપ્ટેમ્બર સુધી ચાલું રહ્યાં હતા. અહીં દિલ્હીની વાત કરીએ તો 13 ભાગમાં પેટ્રોલ પ્રતિ લીટર 1.65 પૈસા મોંઘુ થયું હતું. ત્યારબાદ કિંમતો સ્થિર રહ્યાં બાદ 10 સપ્ટેમ્બર બાદ તેમાં ધીમે-ધીમે ઘટાડો થયો અને પાછલા મહિને તેમાં 1.19 રૂપિયાનો ઘટાડો થઈ ચુક્યો હતો. ત્યારબાદ તેમાં 48 દિવસ સુધી શાંતિ રહી હતી. પરંતુ છેલ્લા 10 દિવસમાં એક દિવસને છોડી દેવામાં આવે તો બાકી નવ દિવસમાં વધારો જોવા મળ્યો હતો. આટલા દિવસમાં પેટ્રોલ પ્રતિ લીટર 1.28 પૈસા મોંઘુ થઈ ચુક્યું છે. 

ડીઝલમાં 1.96 રૂપિયાનો વઘારો
દિલ્હીમાં 25 જુલાઈએ છેલ્લીવાર ડીઝલ મોંઘુ થયું હતું. ત્યારબાદ 31 જુલાઈએ દિલ્હી સરકારે તેના પર વેટ ઘટાડ્યો હતો તો તે પ્રતિ લીટર 8.38 રૂપિયા સસ્તું થયું હતું. ત્યારબાદ 3 ઓગસ્ટ પછી ડીઝલ 3.10 રૂપિયા સસ્તું થયું હતું. પછી સતત 48 દિવસ સુધી ભાવમાં કોઈ ફેરફાર થયો નહીં. છેલ્લા 10 દિવસમાં એક દિવસને છોડી દેવામાં આવે તો બાકીના દિવસોમાં વધારો થયો હતો. આટલા દિવસમાં ડીઝલ 1.96 રૂપિયા પ્રતિ લીટર મોંઘુ થઈ ચુક્યું છે. 

શહેરનું નામ પેટ્રોલ ભાવ ડીઝલ ભાવ
દિલ્હી 82.34 72.42
મુંબઈ 89.02 78.97
ચેન્નાઈ 85.31 77.84
કોલકાતા 83.87 75.99
નોઈડા 82.62 72.83
રાંચી 81.75 76.66
બેંગલુરુ 85.09 76.77
પટણા 84.93 77.8
ચંદીગઢ 79.28 72.17
લખનઉ 82.54 72.75
અમદાવાદ 79.77 77.86

 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news