12 દિવસ પછી ઘટી ડીઝલની કિંમત અને પેટ્રોલ પણ થયું સસ્તું, જાણો આજના ભાવ

ઇન્ટરનેશનલ માર્કેટમાં ક્રુડ ઓઇલમાં આવેલી તેજી વચ્ચે ઘરેલુ માર્કેટમાં પેટ્રોલ અને ડીઝલના રેટમાં ઘટાડો જોવા મળ્યો છે

12 દિવસ પછી ઘટી ડીઝલની કિંમત અને પેટ્રોલ પણ થયું સસ્તું, જાણો આજના ભાવ

નવી દિલ્હી : ઇન્ટરનેશનલ માર્કેટમાં ક્રુડ ઓઇલમાં આવેલી તેજી વચ્ચે ઘરેલુ માર્કેટમાં પેટ્રોલ અને ડીઝલના રેટમાં ઘટાડો જોવા મળ્યો છે. છેલ્લા 12 દિવસથી એક જ સ્તર પર જળવાયેલા ડીઝલની કિંમતમાં પણ ગુરુવારે ઘટાડો જોવા મળ્યો છે. ગુરુવારે સવારે દિલ્હીમાં પેટ્રોલ અને ડીઝલના રેટમાં 6 પૈસા પ્રતિ લીટરનો ઘટાડો જોવા મળ્યો છે. આ સાથે જ દિલ્હીમાં પેટ્રોલની કિંમત ઘટીને 73.35 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલની કિંમત 66.18 રૂપિયા પ્રતિ લીટરના સ્તર સુધી પહોંચી ગઈ છે. કોલકાતામાં પેટ્રોલ અને ડીઝલના રેટમાં માત્ર 2 પૈસા પ્રતિ લીટરનો ઘટાડો થયો છે. 

આ પહેલાં મંગળવારે દિલ્હીમાં પેટ્રોલની કિંમતમાં 6 પૈસા પ્રતિ લીટરનો વધારો કરવામાં આવ્યો હતો. ગુરુવારે સવારે દિલ્હી, કોલકાતા, મુંબઈ અને ચેન્નાઈમાં પેટ્રોલની કિંમત ક્રમશ: 73.35 રૂપિયા, 75.85 રૂપિયા, 78.96 રૂપિયા અને 76.19 રૂપિયા પ્રતિ લીટરના સ્તર પર જોવા મળી છે. ચારેય મહાનગરોમાં ડીઝલની કિંમત પણ જુના સ્તર પર ક્રમશ: 66.18 રૂપિયા, 68.29 રૂપિયા અને 69.37 રૂપિયા તેમજ 69.91 રૂપિયા પ્રતિ લીટર જળવાયેલી છે. 

રાજધાની દિલ્હીમાં પેટ્રોલ રેટ અત્યાર સુધીના સૌથી ઉપરના સ્તરે જળવાયેલા છે. આ પહેલાં 29 નવેમ્બર, 2018ના દિવસે રાજધાની દિલ્હીમાં પેટ્રોલની કિંમત 73.24 રૂપિયા પ્રતિ લીટર હતી. ઇન્ટરનેશનલ લેવલ પર WTI ક્રુડ 56.05 ડોલર પ્રતિ બેરલ અને બ્રેન્ડ ક્રુડ 63.29 ડોલર પ્રતિ બેરલના સ્તર પર જળવાયેલું છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news