કોરોના કાળમાં લોકોને માથે વધુ એક ભારણ, તેલના ભાવમાં વધારો થતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું
રાજ્યમાં કોરોનાના કહેરથી લોકો પરેશાન છે. ત્યારે કોરોના કાળમાં સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં વધારો થયો છે. સિંગતેલના ડબ્બાના ભવામાં 30 થી 40 રૂપિયાનો વધારો થયો છે
Trending Photos
ગૌરવ દવે/ રાજકોટ: રાજ્યમાં કોરોનાના કહેરથી લોકો પરેશાન છે. ત્યારે કોરોના કાળમાં સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં વધારો થયો છે. સિંગતેલના ડબ્બાના ભવામાં 30 થી 40 રૂપિયાનો વધારો થયો છે. જ્યારે કપાસિયા તેલમાં 50 રૂપિયાનો વધારો થયો છે.
રાજ્યમાં કોરોના મહામારીથી લોકો એક તરફ ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા એવામાં લોકોને હવે તેલના ભાવમાં વધારો થતા ગૃહિણીઓના બજેટ પર વધુ એક બોજ જોવા મળી રહ્યો છે. છેલ્લા આઠ દિવસમાં સિંગતેલના ડબ્બાના ભાવમાં 30 થી 40 રૂપિયાનો વધારો થયો છે. એક વર્ષમાં સિંગતેલનો ભાવ 2700 ને પાર પહોંચી ગયો છે. જ્યારે ગત વર્ષે સિંગતેલના ડબ્બાનો ભાવ 2200 રૂપિયા હતો.
આ પણ વાંચો:- રિયલ કોરોના વોરિયર્સ મધર : 7 વર્ષની પુત્રીને સાથે રાખી 123 કોવિડ મૃતદેહોના કર્યા અંતિમ સંસ્કાર
તો બીજી તરફ કપાસિયા તેલના ડબ્બાના ભાવમાં છેલ્લા આઠ દિવસમાં 50 રૂપિયાનો ધારો થયો છે. જેને કારણે કપાસિયા તેલનો ડબ્બો 2450 થી 2500 ની સપાટીએ પહોંચી ગયો છે. ગત વર્ષે કપાસિયા તેલના ભવા 1370 થી 1400 રૂપિયાની આસપાસ હતો.
આ ઉપરાંત પામોલિયન તેલના ભાવ 2100 રૂપિયા થઈ ગયો છે. ગત વર્ષે તેના ભાવ 1150 થી 1200 રૂપિયાની આસપાસ હતો. એક વર્ષમાં પામોલિયન તેલના ભવામાં પણ 1000 રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે સનફલાવરના ભવા 2700 રૂપિયા ડબ્બાનો ભાવ હતો. ગત વર્ષે 1500 રૂપિયા ભાવ હતો. ત્યારે એક વર્ષમાં સનફલાવર તેલના ભાવમાં 1200 રૂપિયાનો વધારો થયો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે