દેશના આ રાજ્યમાં મળ્યો તેલનો ભંડાર, ONGC ખોદશે 200 તેલના કુવા

દેશના આ રાજ્યમાં મળ્યો તેલનો ભંડાર, ONGC ખોદશે 200 તેલના કુવા

ભારત સરકારની કંપની Oil and Natural Gas Corporation Ltd.(ONGC) ને દેશના પૂર્વી રાજ્ય અસમમાં મોટાપાયે ઓઈલના ભંડાર મળવાની આશા છે. તેના લીધે કંપની અસમના વિભિન્ન વિસ્તારોમાં અગામી 07 વર્ષોમાં લગભગ 200 ઓઇલના કુવા ખોદશે. કંપની દ્વારા આ કામ માટે લગભગ 6000 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવશે. ONGC ના નિર્દેશક મોઇઝાના અનુસાર ઓઇલ કંપની કુવા અપર અસમમાં શિવસાગર તથા ચારદેવ જિલ્લા ખોદવામાં આવશે. કંપની દ્વારા આ કામ માટે રાજ્યમાં લગભગ 300થી વધુ લોકોની હાઇરિંગની યોજના પણ છે.

ONGC વિકસિત કરશે 200 તેલના કુવા
ONGC અસમમાં લગભગ 200 કુવાને વિકસિત કરવા માટે લગભગ 6000 કરોડ રૂપિયા ખર્ચ કરશે. કંપનીની આ કુવા આગામી સાત જિલ્લામાં વિકસિત કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે દેશના વડાપ્રધાન નરેંદ્ર મોદીએ દેશના ઓઇલ આયાત 2022 સુધી 10 ટકા ઘટાડવાનો ટાર્ગેટ રાખ્યો છે. તેને ધ્યાનમાં રાખતાં ONGC અસમમાં આ પ્રોજેક્ટ શરૂ કરી રહી છે. આ પ્રોજેક્ટને નોર્થ ઇસ્ટ હાઇડ્રોકાર્બન વિઝન 2030 કહેવામાં આવી રહ્યું છે. 

ONGC માટે અસમ 2019માં સૌથી મહત્વપૂર્ણ ક્ષેત્ર રહેશે
આ પ્રોજેક્ટ હેઠળ મળનાર નોકરીઓ વિશે ONGC ના નિર્દેશકે કહ્યું કે ONGC માટે અસમ 2019માં સૌથી મહત્વપૂર્ણ ક્ષેત્ર રહેશે. અહીં ખાસકરીને ધ્યાન આપવામાં આવશે. નવા વર્ષમાં ONGC એ અસમમાં ભરતી માટે નોન એક્ઝીક્યૂટિવ લેવલ પર લગભગ 308 પદો માટે ભરતી બહાર પાડવામાં આવશે. ટૂંક સમયમાં અનુરૂપ વધુ લોકોની ભરતી કરવામાં આવશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news