પાસપોર્ટ બનાવવા માટે હવે નહીં ખાવા પડે પાસપોર્ટ ઓફિસના ચક્કર, ઘરે બેઠા મિનિટોમાં કરી દો અરજી

પાસપોર્ટ માટે અરજી કરવા માટે ઓફિસો અને એજન્ટો સુધી દોડવાની કોઈ ઝંઝટ નથી. કારણ કે હવે તમે ઓનલાઈન જાતે પાસપોર્ટ માટે અરજી કરી શકો છો. 

પાસપોર્ટ બનાવવા માટે હવે નહીં ખાવા પડે પાસપોર્ટ ઓફિસના ચક્કર, ઘરે બેઠા મિનિટોમાં કરી દો અરજી

નવી દિલ્હીઃ જો તમારે ભારતની બહાર અન્ય કોઈ દેશમાં જવું હોય તો તેના માટે તમારો પાસપોર્ટ હોવો ફરજિયાત છે. પાસપોર્ટ મેળવવા માટે એક સામાન્ય પ્રક્રિયા છે. આ માટે, સુરક્ષાની દ્રષ્ટીએ એક ચકાસણી પ્રક્રિયામાંથી પસાર થવું પડશે. પરંતુ આ પ્રક્રિયા ખૂબ જ મહત્વપૂર્ણ અને ખૂબ જ સામાન્ય છે.

પાસપોર્ટ માટે અરજી કરવા માટે ઓફિસો અને એજન્ટો સુધી દોડવાની કોઈ ઝંઝટ નથી. કારણ કે હવે તમે ઓનલાઈન જાતે પાસપોર્ટ માટે અરજી કરી શકો છો. સરકાર દરેક પબ્લિક ઓફિસને ડિજિટલ કરવામાં વ્યસ્ત છે. જેના કારણે હવે પાસપોર્ટ મેળવવા માટે અરજી કરવી ખૂબ જ સરળ બની ગઈ છે. આ માટે તમે ઓનલાઈન અરજી કરી શકો છો. તમે https://www.passportindia.gov.in/ વેબસાઈટ પર જઈને ઓનલાઈન ફોર્મ ભરી શકો છો.

સૌ પ્રથમ તમારે આ વેબસાઈટ પર જઈને રજીસ્ટ્રેશન કરાવવું પડશે અને તેની સાથે જ ઓનલાઈન અરજીની પ્રક્રિયા શરૂ થશે. નોંધણી પછી, તમારી માહિતી જેમ કે નામ, સરનામું, મોબાઈલ નંબર, સાચી જન્મ તારીખ અને ઈ-મેઈલ એડ્રેસ તમારા દસ્તાવેજો અનુસાર ભરવાની રહેશે. આ સિવાય તમારે તમારી નજીકની પાસપોર્ટ ઓફિસ વિશે પણ માહિતી આપવી પડશે. સામાન્ય માહિતી ભર્યા પછી, પાસપોર્ટ સેવાના વિકલ્પ પર જઈને કન્ટિન્યુ રાખો.

આ પછી, Click Here To Fillના વિકલ્પ પર જઈને સાચી માહિતી ભરો. પછી તમારે સબમિટ ઓપ્શનમાં જઈને તમારી અરજી સબમિટ કરવાની રહેશે અને આપેલા વિકલ્પ પર જઈને તમારે તમારી નજીકની પાસપોર્ટ ઓફિસની એપોઈન્ટમેન્ટ લેવી પડશે. આ પછી, જે દિવસે તમારી નજીકની પાસપોર્ટ ઓફિસમાં એપોઇન્ટમેન્ટ હોય, તે દિવસે વેરિફિકેશન માટે જરૂરી દસ્તાવેજો સાથે ઓફિસ પહોંચો. પછી, પોલીસ તમારી માહિતીને તપાસવા માટે વેરિફિકેશન કરશે. તે પછી તમારો પાસપોર્ટ પોસ્ટ દ્વારા તમારા સરનામા પર પહોંચાડવામાં આવશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news