બિઝનેસ માટે સારા સમાચાર: એકદમ ઓછા વ્યાજદર પર મળશે લોન

કોરોના વાયરસ (Coronavirus) અને પછી લોકડાઉનની ખરાબ માર લધુ, નાના અને મોટા ઉદ્યોગો (MSME) પર પડી છે. એવામાં સરકારે આ નાના-ઉદ્યોગોમાં નવો જીવ ફૂંકવા માટે એક શાનદાર પેકેજની જાહેરાત કરી છે.

બિઝનેસ માટે સારા સમાચાર: એકદમ ઓછા વ્યાજદર પર મળશે લોન

નવી દિલ્હી: કોરોના વાયરસ (Coronavirus) અને પછી લોકડાઉનની ખરાબ માર લધુ, નાના અને મોટા ઉદ્યોગો (MSME) પર પડી છે. એવામાં સરકારે આ નાના-ઉદ્યોગોમાં નવો જીવ ફૂંકવા માટે એક શાનદાર પેકેજની જાહેરાત કરી છે. કેબિનેટએ લઘુ, નાના અને ઉદ્યોગોને ત્રણ લાખ કરોડ રૂપિયાની વધારાના ફંડિંગ માટે ઇમરજન્સી ક્રેડિટ લાઇન ગેરેન્ટી સ્કીમને મંજૂરી આપી દીધી છે.  

એકદમ ઓછા વ્યાજે મળશે લોન
સરકારની આ નવી સ્કીમ હેઠળ બેંક અને નાણાકીય સંસ્થા કંપનીઓને 9.2 ટકા અને એનબીએફસી 14 ટકા વ્યાજે લોન આપશે. કોરોના વાયરસના લીધે લોકડાઉનથી સૌથી વધુ એમએસએમઇ કંપનીઓ પ્રભાવિત થઇ છે. તેમની મદદ માટે નાણામંત્રી નિર્મલા સીતારમણ (Nirmala Sitharman)એ ગત અઠવાડિયે જાહેરાત કરી હતી. આ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) દ્વારા જાહેરાત 20 લાખ કરોડ રૂપિયાના પેકેજનો ભાગ છે. 

સરકારે ત્રણ વર્ષો માટે કરી 41,600 કરોડની જોગવાઇ
ઇમરજન્સી ક્રેડિટ લાઇન ગેરેન્ટી સ્કીમ હેઠળ નેશનલ ક્રેડિટ ગેરેન્ટી ટ્રસ્ટ કંપની લોનની 100 ટકા ગેરેન્ટી આપશે. તેના માટે સરકારે હાલના નાણાકીય વર્ષ અને આગામી ત્રણ વર્ષ માટે 41600 કરોડ રૂપિયાની જોગવાઇ કરી છે. આ સ્કીમ હેઠળ એમએસએમઇ 31 ઓક્ટોબર સુધી લોન લઇ શકે છે. જોકે આ સ્કીમ હેઠળ લેવામાં આવેલી કુલ રકમ આ તારીખ પહેલાં ત્રણ લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી ગઇ, તો ત્યારે તેને બંધ કરી દેવામાં આવશે. 

લોન લેવાની આ હશે શરત
જે કંપનીઓનો વાર્ષિક કારોબાર 100 કરોડ રૂપિયા સુધી છે, 29 ફેબ્રુઆરી સુધી જેના પર 25 કરોડ રૂપિયા સુધીની લોન હતી અને જેના ખાતા એનપીએ જાહેર થયા નથી તે આ સ્કીમ હેઠળ લોન માટે અરજી કરી શકે છે. તેમને લોન વધારાના વર્કિંગ કેપિટલના રૂપમાં મળશે. જોકે નવી લોનની રકમ જૂની અથવા બાકી લોનના 20 ટકા સુધી રહેશે. આ સ્કીમ હેઠળ લોન ચાર વર્ષ મઍટે મળશે અને એક વર્ષ સુધી મોરેટોરિયમની સુવિધા મળશે. એટલે બિઝનેસમેન ઇચ્છે તો એક વર્ષ બાદ લોન ચૂકવવાનું શરૂ કરી શકે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news