Nova AgriTech: 144 કરોડ રૂપિયા ભેગા કરવા સોમવારે ખુલશે આઈપીઓ, 14965 રૂપિયાથી કરી શકો છો રોકાણ

શેર બજારમાં વધુ એક આઈપીઓ આવી રહ્યો છે. આ આઈપીઓ નોવા એગ્રીટેકનો છે. કંપનીનો આઈપીઓમાં 112 કરોડ રૂપિયાના ફ્રેશ ઈક્વિટી શેર અને 77.5 લાખ શેર ઓફર ફોર સેલ હેઠળ સામેલ છે.

Nova AgriTech: 144 કરોડ રૂપિયા ભેગા કરવા સોમવારે ખુલશે આઈપીઓ, 14965 રૂપિયાથી કરી શકો છો રોકાણ

નવી દિલ્હીઃ નોવા એગ્રીટેક (Nova AgriTech)એ સોમવાર 22 જાન્યુઆરીથી ખુલનાર આઈપીઓ માટે પ્રાઇઝ બેન્ડ 39-41 રૂપિયા પ્રતિ શેર નક્કી કરી છે. Nova Agritech નો આ ઈશ્યૂ સબ્સક્રિપ્શન માટે 22 જાન્યુઆરીએ ખુલશે, જ્યારે 24 જાન્યુઆરીએ બંધ થઈ જશે. નોવા એગ્રીટેકના ઈશ્યૂની floor price ઇક્વિટી શેરની face value ના 19.50 ગણી છે, જ્યારે કેપ પ્રાઇઝ અંકિત મૂલ્યના 20.50 ગણી છે. સ્ટોક ઈન્વેસ્ટરની પાસે એક લોટમાં 365 શેર અને ત્યારબાદ મલ્ટીપલમાં રોકાણ કરવાનો વિકલ્પ છે. નોવા એગ્રીટેક એન્કર ઈન્વેસ્ટરોને શેરની ફાળવણી 19 જાન્યુઆરીએ કરવામાં આવી શકે છે. જ્યારે કંપની 30 જાન્યુઆરીએ શેર બજારમાં લિસ્ટ થઈ શકે છે.

નોવા એગ્રીટેક કંપનીએ પાછલા વર્ષે માર્ચમાં સેબીની પાસે આઈપીઓ માટે ડ્રાફ્ટ પેપર દાખલ કર્યાં હતા અને મે 2023માં નિયમક પાસેથી મંજૂરી મેળવી હતી. નોવા એગ્રીટેક આઈપીઓમાં 112 કરોડ રૂપિયાના ફ્રેશ ઈક્વિટી શેર અને 77.5 લાખ શેરની વેચાણની રજૂઆત (offer for sale- OFS) સામેલ છે. ઓફર ફોર સેલ હેઠળ કંપનીના પ્રમોટર નુતલાપતિ વેંકટ સુબ્બારાવ (Nutalapati Venkatasubbarao)એકમાત્ર શેરધારક છે, જેના ભાગના શેરનું વેચાણ કરવામાં આવી રહ્યું છે.

નોવા એગ્રીટેક આઈપીઓના શેર આશરે 50 ટકા યોગ્ય સંસ્થાગત ઈન્વેસ્ટરો (qualified institutional buyers- QIBs), 15% બિન-સંસ્થાગત ઈન્વેસ્ટરો (non-institutional investors- NIIs)અને 35% રિટેલ ઈન્વેસ્ટરો (retail investors)ને ફાળવવામાં આવશે.

Nova Agritech IPO થી પ્રાપ્ત રકમમાં 14 કરોડ રૂપિયાનો ઉપયોગ સહયોગી કંપનીમાં રોકાણ માટે, 10 કરોડ રૂપિયાનું ફંડ કેપેક્સ માટે, 26 કરોડ રૂપિયાનું ફંડ વર્કિંગ કેપિટલ સંબંધી જરૂરીયાત માટે અને બાકી રકમનો ઉપયોગ સહાયક કંપની નોવા એગ્રી સાયન્સ (Nova Agri Sciences)માં રોકાણ માટે કરવામાં આવશે. 

નાણાકીય વર્ષ 23 માં, કંપનીની ઓપરેટિંગ આવક વાર્ષિક ધોરણે 13% વધીને રૂ. 210 કરોડ થઈ, જ્યારે કર પછીનો નફો (PAT) 50% વધીને રૂ. 20.48 કરોડ થયો. સપ્ટેમ્બર 2024માં પૂરા થયેલા અર્ધ વર્ષમાં નોવા એગ્રીટેકની આવક રૂ. 103 કરોડ અને નફો રૂ. 10.4 કરોડ હતો.

નોવા એગ્રી ટેક એ 2007 માં સ્થપાયેલી સંશોધન આધારિત કંપની છે જેની હૈદરાબાદમાં ઉત્પાદન સુવિધા છે. નોવા એગ્રી ટેક લિમિટેડ સોઈલ હેલ્થ મેનેજમેન્ટ અને પાક પોષણ જેવા ક્ષેત્રોમાં સોદા કરે છે. કંપની પાસે કાર્બનિક ખાતરો, અકાર્બનિક પ્રાથમિક, ગૌણ અને સૂક્ષ્મ પોષક તત્વો, વિશેષ પોષક તત્વો અને IPM ઉત્પાદનો વગેરે છે. નોવા એગ્રીટેક કૃષિ પેદાશોને લગતા બિયારણોનો પણ વ્યવહાર કરે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news