Nitin Gadkari: કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કરી મોટી જાહેરાત, વાહન ચાલકો થઈ જશે ખુશ

Nitin Gadkari on Electric Vehical: જો તમે પણ ગાડી ખરીદવાનો પ્લાન કરી રહ્યાં છો અને ખાસ કરીને ઇલેક્ટ્રિક વ્હીકલનો પ્લાન બનાવી રહ્યાં છો તો આ સમાચાર તમારા માટે છે. 
 

Nitin Gadkari: કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કરી મોટી જાહેરાત, વાહન ચાલકો થઈ જશે ખુશ

નવી દિલ્હીઃ Nitin Gadkari on Electric Vehical: કેન્દ્રીય રોડ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ કહ્યુ છે કે આગામી એક વર્ષની અંદર ઇલેક્ટ્રિક વાહનો (Electric Vehicle) ની કિંમત પેટ્રોલ કારોની કિંમત બરાબર હશે. આ સમાચાર કાર અને બાઇક ચલાવતા લોકો માટે રાહતભર્યા છે. આ વચ્ચે કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ જાપાન કાર નિર્માતા ટોયોટાની ફ્લેક્સ ફ્યૂ-સ્ટ્રોંગ્સ હાઇબ્રિડ ઇલેક્ટ્રિક વ્હીકલ (FFV-SHEV) પહેલી પાયલટ યોજનાને શરૂ કરી દીધી છે. 

કેન્દ્રીય મંત્રી ગડકરીએ કહ્યું કે ટેક્નોલોજી અને ગ્રીન ફ્યૂલમાં તેજીથી પ્રગતિથિ ઇલેક્ટ્રિક ઓટોમાબાઇલનો ખર્ચ ઓછો થઈ જશે. એટલે કે તેનાથી સામાન્ય લોકોને ફાયદો થશે. આગામી એક વર્ષમાં પેટ્રોલથી ચાલતા વાહનોની બરાબર ઇલેક્ટ્રિક વ્હીકલની કિંમત થઈ જશે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે આવનારા સમયમાં આ એક ક્રાંતિ લાવી શકે છે. 

પ્રદૂષણનું સ્તર ઓછુ થશે
આ સિવાય નીતિન ગડકરીએ રોડ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય, 2022-23 માટે અનુદાનની માંગો પર લોકસભામાં જવાબ આપતા જાણકારી આપી હતી કે પ્રભાવી સ્વદેશી ઈંધણને સ્થાણાંતરિત કરવાની જરૂર છે. ઇલેક્ટ્રિક ઇંધણ જલદી વાસ્તવિકતા બની જશે. તેનાથી પ્રદૂષણના સ્તરમાં ઘટાડો થશે. ભારત જ નહીં દુનિયાભરમાં પ્રદૂષણ એક મોટા પડકારના રૂપમાં સામે આવ્યું છે. 

કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે લિથિયમ-આયન બેટરીની કિંમતમાં ઝડપથી ઘટાડો થઈ રહ્યો છે. અમે જિંક-આયન, એલ્યૂમીનિયમ-આયન, સોડિયમ-આયન બેટરીને વિકસિત કરી રહ્યાં છીએ. આશરે બે વર્ષમાં ઇલેક્ટ્રિક સ્કૂટર, કાર, ઓટો રિક્ષાની કિંમત પેટ્રોલથી ચાલનાર સ્કૂટર, કાર, ઓટોની બરાબર થઈ જશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news